Home /News /lifestyle /મેથી અને કલોંજીમાંથી બનાવો હેર પેક, ઢીંચણ સુધી વાળનો ગ્રોથ ફટાફટ વધી જશે

મેથી અને કલોંજીમાંથી બનાવો હેર પેક, ઢીંચણ સુધી વાળનો ગ્રોથ ફટાફટ વધી જશે

આ હેર પેકથી વાળનો ગ્રોથ વઘારો

Hair pack at home- આજનાં આ સમયમાં મોટાભાગના લોકોને વાળને લગતી સમસ્યાઓ થતી હોય છે. વાળનો ગ્રોથ વધારવાની દરેક લોકોને ઇચ્છા હોય છે. આ હેર પેક તમારા વાળનો ગ્રોથ ઝડપથી વધારવાનું કામ કરે છે.

  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજનાં આ સમયમાં મોટાભાગનાં લોકોને વાળને લગતી સમસ્યાઓ થતી હોય છે. વાળ ખરાબ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આજની આ ફાસ્ટ લાઇફને કારણે વાળ, સ્કિન અને હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. અનેક છોકરીઓને લાંબા વાળનો શોખ હોય છે, પરંતુ મોટાભાગના લોકોની ફરિયાદ હોય છે કે વાળનો ગ્રોથ વધતો નથી. વાળનો ગ્રોથ ના વધવા પાછળ એક નહીં પરંતુ અનેક કારણો હોઇ શકે છે. તમે વાળની સારી રીતે કેર કરો છો તો વાળનો ગ્રોથ વધે છે અને સાથે-સાથે વાળની ક્વોલિટીમાં પણ ફરક પડે છે. તમે વર્કિંગ વુમન છો તો વિક ઓફના દિવસે આ સરળ હેર પેક ઘરે બનાવો અને વાળમાં લગાવો.

  જાણો આ પેક બનાવવા માટે શું જોઇશે


  મેથીના દાણા

  કલોંજી

  આ પણ વાંચો: સંતરાની છાલથી આ રીતે ઘટાડી દો સડસડાટ વજન

  મીઠા લીમડાના પાન

  દહીં

  પેક બનાવવાની રીત  • આ હેર પેક બનાવવા માટે સૌ પ્રથમ મેથીના દાણા, કલોંજી અને મીઠા લીમડાના પાન એક બાઉલમાં લઇ લો.


  આ પણ વાંચો: આ રીતે ઓઇલી વાળમાંથી છૂટકારો મેળવો   • ત્યારબાદ આ વસ્તુઓને મિક્સરમાં લઇને પેસ્ટ બનાવી લો.

   • એક વાટકીમાં આ પેસ્ટ લો અને દહીં મિક્સ કરો.

   • એક ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લો.

   • તમે ઇચ્છો છો તો આનો પાવડર બનાવીને પણ ઉપયોગમાં લઇ શકો છો.

   • તો તૈયાર છે આ હેર પેક.

   • આ રીતે વાળમાં લગાવો

   • આ હેર પેકને વાળમાં લગાવતા પહેલાં એમાંથી બેથી ત્રણ ટીપાં હેર ઓઇલનાં નાંખો.

   • આ પેક લગાવતા પહેલા શેમ્પૂથી હેર વોશ કરી લો.

   • પછી આ પેક વાળમાં લગાવો અને 15 થી 20 મિનિટ રહેવા દો.

   • ત્યારબાદ શેમ્પૂથી હેર વોશ કરી લો.

   • આ પેક તમે રેગ્યુલર વાળમાં લગાવો છો તો તમારા વાળ મુલાયમ અને ચમકદાર બને છે.

   • આ પેક લગાવવાથી વાળનો ગ્રોથ ફટાફટ વધે છે.

   • આ પેક વાળને લગતી અનેક સમસ્યાઓ એટલે કે વાળમાં ખોડો થવો, વાળ ખરવા, વાળ તૂટવામાંથી છૂટકારો અપાવે છે.


  • આ પેક તમારે અઠવાડિયામાં એક વાર લગાવવાનો રહેશે.

  • આ પેક તમે રેગ્યુલર વાળમાં લગાવો છો તો વાળની ક્વોલિટી સુધરીને ગ્રોથ વધે છે અને સાથે સિલ્કી પણ થાય છે.

  Published by:Niyati Modi
  First published:

  Tags: Black hair, Hair pack, Life style

  विज्ञापन
  विज्ञापन