Home /News /lifestyle /મહેંદી રંગ લાગ્યો...આ નેચરલ વસ્તુથી મહેંદીનો રંગ આવે છે ડાર્ક, લગ્ન સિઝનમાં ફોલો કરો આ ટિપ્સ

મહેંદી રંગ લાગ્યો...આ નેચરલ વસ્તુથી મહેંદીનો રંગ આવે છે ડાર્ક, લગ્ન સિઝનમાં ફોલો કરો આ ટિપ્સ

મહેંદીનો કલર ડાર્ક કરો

naturally mehndi color dark: અનેક લોકો મહેંદી શોખથી મુકતા હોય છે. હિન્દૂ ધર્મમાં મહેંદીનું અનેરું મહત્વ રહેલું હોય છે, પરંતુ ઘણાં લોકોને મહેંદીનો કલર ડાર્ક આવતો હોતો નથી. ડાર્ક કલર ના આવવાને કારણે મુડ ખરાબ થઇ જાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મહેંદી એક ઔષધીય જડી બુટ્ટી છે. હિન્દુઓમાં મહેંદીનું અનેરું મહત્વ હોય છે. મહેંદી અનેક સારા પ્રસંગોમાં હાથમાં મુકવામાં આવે છે. ઘણાં બધા સમાજમાં છોકરાઓ પણ મહેંદી મુકતા હોય છે. લગ્નમાં ખાસ કરીને મહેંદી મુકવામાં આવતી હોય છે. મહેંદી લગાવવાથી સ્વાસ્થ્યને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. મહેંદી લગાવવાથી નસોને શાંત કરવામાં મદદ મળે છે અને સાથે જ માથાનો દુખઆવો અને તાવમાં પણ આરામ મળે છે. લગ્નની સિઝનમાં અનેક લોકોના હાથમાં તમને મહેંદી જોવા મળે છે. જો કે ઘણાં લોકોને મહેંદીનો રંગ ના આવે એટલે એમનો મુડ ઓફ થઇ જતો હોય છે. મહેંદીનો રંગ ડાર્ક આવે તો જ હાથમાં સારી લાગે છે. તો જાણો મહેંદીનો કલર ડાર્ક લાવવા શું કરશો.

    આ પણ વાંચો: જો જો હોં..ક્યાંક શરીરના આ અંગો પીળા ના પડી જાય

    આ રીતે મહેંદીનો રંગ ડાર્ક કરો



    • મહેંદીનો રંગ ડાર્ક કરવા માટે નિલગિરીનું તેલ સૌથી બેસ્ટ છે. હાથ ધોયા પછી તમે અથવા તો મહેંદી કાઢ્યા પછી તમે તમારા હાથ અને પગ પર નિલગિરીનું તેલ લગાવો. આ લગાવ્યા પછી સુગંધ સારી આવે છે અને સાથે મહેંદીનો કલર પણ ડાર્ક થાય છે.

    • મહેંદીને તમારા હાથ પર નેચરલ રીતે સુકાવા દો. હાથમાં મહેંદીને સુકાવવા માટે તમે બ્લો ડ્રાયરનો ઉપયોગ કરશો નહીં. આની હવાથી ડિઝાઇન ખરાબ થઇ શકે છે. આ સાથે જ મહેંદીને નેચરલ રીતે સુકાવા દો. આમ કરવાથી કલર સારો આવે છે અને સાથે મહેંદીને ડિઝાઇનને પણ કશું થતુ નથી.


    આ પણ વાંચો: મિનિટોમાં સાફ કરી દો ગેસના કાળા બર્નરને સાફ



      • મહેંદીને કલર ડાર્ક લાવવા ફંક્શનના 1 થી 2 દિવસ પહેલાં મહેંદી મુકો. આમ કરવાથી કલર ધીમે-ધીમે સારો આવે છે અને તમારા હાથ સારા લાગે છે. મહેંદીનો રંગ સામાન્ય રીતે બે થી ત્રણ દિવસની અંદર જ સારો આવે છે.

      • મહેંદી મુક્યા પછી એને બરાબર સુકાવા દો. મહેંદી સુકાઇ જાય પછી એને કાઢી લો. આ સમયે તમારે પાણી અડાડવાનું નથી. મહેંદી કાઢ્યા પછી તમે વિક્સ કે અથાણાંનું તેલ લગાવી દો. આમ કરવાથી મહેંદીનો કલર ડાર્ક આવે છે. આ દાદી-નાનીના ફેવરેટ નુસ્ખા છે.






    • મહેંદી કાઢ્યા પછી તમે કલર ડાર્ક લાવવા માટે લવિંગનો શેક કરો. લવિંગના શેકથી કલર મસ્ત આવે છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Marriage

    विज्ञापन
    विज्ञापन