Home /News /lifestyle /ઠંડીમાં ફેસ માસ્કનો ધ્યાનથી ઉપયોગ કરો, નહીં તો સ્કિન પર ભારે પડશે આ ભૂલો, જાણી લો અહીં

ઠંડીમાં ફેસ માસ્કનો ધ્યાનથી ઉપયોગ કરો, નહીં તો સ્કિન પર ભારે પડશે આ ભૂલો, જાણી લો અહીં

ઠંડીમાં ખાસ આ ધ્યાન રાખો.

How to Use Face Mask: ઠંડીની સિઝનમાં અનેક લોકો સ્કિનને સુંવાળી કરવા માટે તેમજ ગ્લો લાવવા માટે ફેસ માસ્કનો ઉપયોગ કરતા હોય છે. ફેસ માસ્ક તમારી સ્કિન પર નેચરલ ગ્લો લાવે છે એ વાત સાચી છે, પરંતુ જો તમે આ વસ્તુઓનું ધ્યાન રાખતા નથી તો સ્કિનને અનેક ઘણું નુકસાન થાય છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝનમાં ત્વચાનું ધ્યાન અનેક રીતે રાખવામાં આવે છે. આ માટે લોકો અલગ-અલગ પ્રકારના ફેસ માસ્કનો ઉપયોગ કરતા હોય છે. એવામાં કેટલાક લોકો સ્કિન કેર માટે માર્કેટમાંથી ફેસ માસ્ક લઇ આવે છે અને સ્કિન પર લગાવવાનું પસંદ કરતા હોય છે. આ સાથે જ ઘણાં લોકો હોમમેડ નેચરલ ફેસ માસ્કનો ઉપયોગ કરતા હોય છે. વિંટર સ્કિન કેર ટ્રીટમેન્ટમાં ફેસ માસ્ક લગાવતી વખતે સામાન્ય રીતે અનેક લોકો કેટલીક વસ્તુઓને એવોઇડ કરતા હોય છે. એવામાં ઠંડીની સિઝનમાં ફેસ માસ્ક લગાવવા માટેની કેટલીક સરળ ટિપ્સ ફોલો કરીને તમે તમારી સ્કિન પર નેચરલ ગ્લો લાવી શકો છો.

    આ પણ વાંચો:દહીંનો આ બે રીતે ઉપયોગ કરો અને સ્કિન પર ગ્લો લાવો

    વિટામીન સીનો ઉપયોગ કરો


    ઠંડીની સિઝનમાં તડકામાં બહાર જવાથી અને સાથે મોઇસ્યુરાઇઝર લગાવવાથી સ્કિન પર ટેનિંગ થવા લાગે છે, જેનાથી તમારી ત્વચા ડલ અને ડ્રાય થાય છે. એવામાં તમે વિટામીન સીનો ફેસ માસ્ક લગાવો છો તો તમારી ત્વચાનું ટેનિંગ દૂર થાય છે અને સાથે સ્કિન પર નેચરલ ગ્લો આવે છે.

    મોઇસ્યુરાઇઝ તત્વોની મદદ લો


    ઠંડીની સિઝનમાં ફેસ માસ્ક બનાવતી વખતે મોઇસ્યુરાઇઝિંગ તત્વોનો વધારે ઉપયોગ કરો. એવામાં તમે વિટામીન ઇ ઓઇલ, બદામનું તેલ અને જૈતુનનું તેલ મિક્સ કરીને ફેસ માસ્ક બનાવી શકો છો. આનાથી સ્કિન પર નેચરલી નમી રહી છે અને તમારા સ્કિન પરથી ડ્રાયનેસ દૂર થાય છે. આમ, જો તમારી સ્કિન બહુ ડ્રાય થઇ ગઇ છે તો આ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે.

    આ પણ વાંચો:મેક અપ રિમૂવ કરો આ ઘરેલું નુસખાઓથી

    ગરમ પાણીનો ઉપયોગ ટાળો


    ઠંડીની સિઝનમાં ફેસ માસ્ક રિમૂવ કરવા માટે મોટાભાગનાં લોકો ગરમ પાણીથી ફેસ ક્લિન કરતા હોય છે. આમ, જો તમે ફેસ ગરમ પાણીથી ધોવો છો તો તમારે ધ્યાન રાખવાની જરૂર છે. વધારે ગરમ પાણીથી ફેસ ધોવાથી સ્કિનને અનેક ઘણું નુકસાન થાય છે. આ માટે તમે જ્યારે પણ ફેસ માસ્ક લગાવો એ પછી હંમેશા સામાન્ય પાણીથી ફેસ વોશ કરવાનું રાખો, જેથી કરીને સ્કિનને કોઇ નુકસાન નહીં થાય.


    વધારે સમય સુધી ફેસ માસ્ક ના લગાવશો


    ઠંડીની સિઝનમાં જ્યારે તમે ફેસ માસ્ક લગાવો ત્યારે ખાસ એ ધ્યાન રાખો કે તમારે વધારે સમય સુધી લગાવેલો રાખવાનો નથી. 10 થી 15 મિનિટ રહીને ફેસ ધોઇ લેવાનો છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Face mask, Life style, Skin Care Tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन