Home /News /lifestyle /આ રીતે ઘરે જ આઇબ્રોને શેપ આપો, 4 ટિપ્સથી બેસ્ટ લુક મળશે, ક્યારે નહીં જવુ પડે બ્યૂટી પાર્લરમાં
આ રીતે ઘરે જ આઇબ્રોને શેપ આપો, 4 ટિપ્સથી બેસ્ટ લુક મળશે, ક્યારે નહીં જવુ પડે બ્યૂટી પાર્લરમાં
આઇબ્રો કરવાની સરળ રીત છે.
Eyebrow Threading Tips for Home: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક વર્કિગ વુમન્સ પાસે સમય પર આઇબ્રો કરાવવા જવાનો સમય હોતો નથી જેના કારણે લુક બગડી જાય છે. આમ, તમે ઘરે જ આ રીતે આઇબ્રોને શેપ આપીને લુક મસ્ત કરી શકો છો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આઇબ્રો કરાવવા માટે લોકો સામાન્ય રીતે પાર્લરમાં જતા હોય છે. જો કે ઘણી વાર વ્યસ્ત શેડ્યુઅલને કારણે અનેક વાર લોકો સલૂનમાં જઇ શકતા હોતા નથી. આ કારણે આઇબ્રો વધતી જાય છે અને લુક બગડે છે. જો કે ઘણાં લોકોની આઇબ્રો બહુ જ વધી જતી હોય છે જે દેખાવમાં ખરાબ લાગે છે. આમ વાત કરવામાં આવે તો ખાસ કરીને આ તકલીફ વર્કિંગ વુમન્સને વધારે થતી હોય છે. આમ, તમે પણ રેગ્યુલર સમયે આઇબ્રો કરાવા જઇ શકતા નથી તો આ ટિપ્સ ફોલો કરો. આ ઘરે બેઠા તમે કરી શકશો અને લુક મસ્ત મળશે.
ઘરે આઇબ્રો થ્રેડિંગ કરવા માટે પ્રોપર રીતે અનુભવ હોવો ખૂબ જરૂરી છે. અનુભવ ના હોય તો થ્રેડિંગ સમયે હાથ વધારે ધ્રુજતા હોય છે જેના કારણે આઇબ્રોનો શેપ બગડી શકે છે. આ માટે હંમેશા ઘરે પ્રેક્ટિસ કરતા રહો.
થ્રેડની વેરાયટી
ઘરે આઇબ્રોનું થ્રેડિંગ કરવા માટે માર્કેટમાં અનેક પ્રકારના ક્વોલિટી થ્રેડ મળે છે. એવામાં કેટલાક લોકો જાણકારી ના હોવાને કારણે મોટા દોરાની ખરીદી કરી લેતા હોય છે, જેનાથી આઇબ્રો થવામાં તકલીફ પડે છે. આ માટે આઇબ્રો થ્રેડિંગ કરવા માટે હંમેશા પાતળો દોરો ખરીદવાનો આગ્રહ રાખો.
આઇબ્રો કરવા માટે હંમેશા વાળના ગ્રોથ પર નજર કરો. ઘણાં લોકો અરીસાની સામે બેસીને તરત જ આઇબ્રો કરવાનું શરૂ કરી દેતા હોય છે. આમ જો તમે આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. હંમેશા આઇબ્રો કરતા પહેલાં ગ્રોથ ચેક કરો. કઇ બાજુ ગ્રોથ વધારે છે એ પહેલાં ખાસ જાણી લો જેથી કરીને આઇબ્રોને પ્રોપર શેપ આપી શકો.
આ ધ્યાન રાખો
આઇબ્રો કરવા માટે માર્કેટમાં અનેક પ્રકારના વેક્સિંગ તેમજ બીજી પ્રોડક્ટ્સ મળતી હોય છે. આમ, તમે કોઇ પણ પ્રોડક્ટ્સનો ઉપયોગ આઇબ્રોને શેપ આપવા માટે કરો છો તો ખાસ ધ્યાન એ રાખો કે તમારો લુક બગડે નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર