Tulsi and Honey Pack for Clear Skin: જો તમે પણ છો ખીલની સમસ્યાથી પરેશાન તો ટ્રાય કરો આ ફેસપેક
Tulsi and Honey Pack for Clear Skin: જો તમે પણ છો ખીલની સમસ્યાથી પરેશાન તો ટ્રાય કરો આ ફેસપેક
જો તમે પણ છો ખીલની સમસ્યાથી પરેશાન તો ટ્રાય કરો આ ફેસપેક
ધૂળ-પ્રદૂષણ અને સૂર્યપ્રકાશ (Dust-pollution and sunlight) ત્વચાને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે. તેથી, તમારા ચહેરાની સારી કાળજી લેવી અને સમય સમય પર ફેસ પેક (Face pack) લગાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
નવી દિલ્હી: ચહેરાનો નિખાર વધારવા માટે આપણે વિવિધ પ્રકારની ક્રિમનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ ચહેરા(Face)ના નિખાર પર ખાસ ફર્ક નથી જોવા મળતો અને ચહેરાને લગતી પરેશાનીઓથી કોઈ પણ રાહત નથી મળતી. એટલું જ નહીં બજારોમાં હાજર ક્રીમ (Cream) માં કેમિકલ (Chemical) હોય છે. જે ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે. ધૂળ-પ્રદૂષણ અને સૂર્યપ્રકાશ (Dust-pollution and sunlight) ત્વચાને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે. તેથી, તમારા ચહેરાની સારી કાળજી લેવી અને સમય સમય પર ફેસ પેક (Face pack) લગાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ફેસ પેક લગાવવાથી ચહેરાનો રંગ સાફ થાય છે, સાથે જ ત્વચા સાથે સંકળાયેલ પ્રોબ્લમ થી પણ છૂટકારો મળે છે.
સદીઓથી તુલસીના ફાયદાની વાત આપણે સાંભળતા અને જાણતા આવ્યા છીએ. આ તે પ્રાકૃતિક વસ્તુ છે જે ઘણી બધી બિમારીઓથી બચાવે છે. કહેવામાં આવે છે કે તુલસી બધી પ્રાકૃતિક ઔષધિઓની જનની છે. તુલસીના પાન ચહેરા માટે અસરકારક છે. તુલસીની પેસ્ટ લગાવવાથી અગણિત ફાયદા થાય છે. તુલસીમાં વિટામિન એ અને સી મળી આવે છે. જે ત્વચા પર ની ફોલ્લીઓ દૂર કરે છે. સાથે જ ત્વચાના કોષોને નુકસાનથી બચાવે છે અને ત્વચાની સમસ્યાઓમાંથી છુટકારો અપાવે છે અને ત્વચાનો રંગ પણ સાફ કરે છે અને ત્વચાને સુંદર બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. મધમાં પણ ઘણાં પોષક તત્વો મળે છે, જે પિમ્પલ્સ અને કરચલીઓ સામે લડવામાં મદદ કરે છે. આજે અમે આપને તુલસી અને મધના ફેસપેક વિશે જણાવીશું જેનાથી તમે સરળથાથી તમારિ સ્કિન પ્રોબલેમ્સ દુર કરી શકો છો.
મધ અને તુલસીનું ફેસપેક
સામગ્રી
તુલસીના પાન
મધ
બાઉલ
ફેસપેક બનાવવાની રીત
મધ અને તુલસીનું ફેસપેક બનાવવા માટે સૌથી પહેલા એક મુઠ્ઠી તુલસીના પાનને પીસીને તેની એક બારીક પેસ્ટ બનાવી તૈયાર કરો. હવે તૈયાર પેસ્ટમાં એક મોટી ચમચી મધ મિક્સ કરો. હવે આ પેસ્ટને 15 થી 20 મીનીટ માટે ચહેરા પર લગાવી રાખો. હવે ચહેરાને સ્વચ્છ અને ઠંડા પાણીથી ધોઈ લો. આ પેકનો અઠવાડિયામાં બે વખત વપરાશ કરવાથી ચહેરાની ત્વચાનો રંગ સાફ થાય છે અને તેમાં નિખાર આવે છે.
તુલસી-મધ ફેસપેકના ફાયદા
જે લોકોની ત્વચા નિર્જીવ અને શુષ્ક રહે છે. તે લોકો એ તુલસી અને મધના ફેસ પેક લગાવાથી રાહત થાય છે. આ ફેસ પેકનો ઉપયોગ કરવાથી ત્વચાની નિર્જીવ દૂર થાય છે અને ત્વચા હાઇડ્રેટ રહે છે. પેક લગાવવાથી ત્વચા ગેહરાઈથઈ સાફ થાય છે અને સ્કિનસેલ પણ રિપેર થાય છે. જો તમે ખીલ અને પિંપલની સમસ્યાથી પરેશાન છો તો આ ફેસપેકના ઉપયોગથી તમને આ સમસ્યામાં રાહત મળશે. આ ફેસ પેકનો ઉપયોગ ત્વચા પર ગ્લો લાવશે અને કરચલીઓ ઘટાડશે.