Home /News /lifestyle /ફાટેલી એડીઓ પર આ રીતે લગાવો ઘી, તરત ફાયદો થઇ જશે અને સ્કિન સોફ્ટ થશે

ફાટેલી એડીઓ પર આ રીતે લગાવો ઘી, તરત ફાયદો થઇ જશે અને સ્કિન સોફ્ટ થશે

ફાટેલી એડીઓ રિપેર કરો

Cracked Heels: શિયાળામાં અનેક લોકોની સ્કિન ફાટી જાય છે. આ સાથે જ મોટાભાગના લોકોની સ્કિન ડ્રાય થઇ જતી હોય છે. ડ્રાય સ્કિનમાં અનેક તકલીફો થાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની સિઝનમાં સૌથી મોટી તકલીફ સ્કિન ડ્રાય થવાની છે. આ સિઝનમાં માત્ર સ્કિન જ નહીં પરંતુ પગની એડીઓ પણ ફાટવા લાગે છે. ઘણી વાર એવી હાલત થઇ જાય છે કે પગની એડીઓમાં લોહી નિકળવા લાગે છે જેના કારણે વ્યક્તિને ચાલવામાં બહુ તકલીફ પડે છે અને સાથે પગ નીચે પણ મુકી શકાતો નથી. પગની એડી ફાટવા પાછળ વાતાવરણ બહુ મોટો ભાગ ભજવે છે. આ માટે જરૂરી છે કે તમે શિયાળામાં પગની એડીની કાળજી બરાબર રાખો. તમે પગની એડીઓને મુલાયમ કરવા ઇચ્છો છો તો ધીનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો. ઘી માત્ર ખાવામાં જ નહીં પરંતુ ફાટેલી એડીઓ માટે પણ કારગર છે. તો જાણો કેવી રીતે ઘીનો ઉપયોગ કરશો.

    આ પણ વાંચો: મધ+પાણી આ સમયે પીવાથી સવારમાં પેટ સાફ આવે છે

    સ્કિન માટે અસરકારક ધી છે


    ઘીનો ઉપયોગ ખાવા સિવાય સ્કિનને હેલ્ધી રાખવા માટે થાય છે. ઘીમાં રહેલું ફેટી એસિડ એડીને રિપેર કરવાનું કામ કરે છે. ઘી તમારી સ્કિનને સુંવાળી બનાવવાનું કામ કરે છે.

    ઘી અને હળદર


    ઘી અને હળદરઘીમાં રહેલું ફેટી એસિડ સ્કિનને સોફ્ટ બનાવવામાં મદદ કરે છે. આ માટે તમે એક વાટકીમાં ઘી ગરમ કરો અને એમાં થોડુ લીમડાનું તેલ અને હળદર મિક્સ કરો. ત્યારબાદ આ મિશ્રણને પગની એડીઓમાં લગાવો. રોજ તમે આ મિશ્રણ એડીઓ પર લગાવશો તો ફાટેલી એડીઓ રિપેર થવા લાગશે.

    આ પણ વાંચો: આ સમયે વ્યક્તિને નજીકથી દેખાય છે પોતાનું મોત!

    ઘી અને મીણ


    ફાટેલી એડીઓમાંથી છૂટકારો મેળવવા માટે ઘી અને મીણ પણ એક સારો ઉપાય છે. આ માટે એક વાસણમાં ઘી, મીણ અને હળદર નાંખીને ગરમ કરી લો. ત્યારબાદ કોટનની મદદથી પગની એડીઓમાં લગાવો અને પછી મોજા પહેરી લો. આમ કરવાથી તમને રાહત થઇ જશે. પગની એડીઓમાં આ પેસ્ટ લગાવવાથી સ્કિન સુંવાળી થાય છે અને સાથે કોમળ બને છે.


    ગ્લિસરીન


    પગની ફાટેલી એડીઓને રિપેર કરવા માટે ગ્લિસરીન લગાવી શકો છો. ગ્લિસરીન તમને સારું રિઝલ્ટ આપે છે. ગ્લિસરીન તમને સરળતાથી મેડિકલની દુકાનમાં મળી રહે છે. આ માટે તમે રાત્રે સુતી વખતે પગની એડીઓમાં ગ્લિસરીન લગાવી દો અને પછી મોજા પહેરીને સુઇ જાવો. સવારમાં ઉઠીને પગની એડીઓને ગરમ પાણીથી ધોઇ લો. આમ કરવાથી ફાટેલી એડીઓમાંથી રાહત થઇ જશે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Health Tips, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन