Home /News /lifestyle /જો જો હોં..આ રીતે નારિયેળ તેલનો ઉપયોગ કરશો તો ચહેરા પર વાળ આવશે અને મોં ખીલથી ભરાઇ જશે

જો જો હોં..આ રીતે નારિયેળ તેલનો ઉપયોગ કરશો તો ચહેરા પર વાળ આવશે અને મોં ખીલથી ભરાઇ જશે

મોં પર ખીલ થાય છે.

Beauty care tips: અનેક લોકો સ્કિનમાં ચમક લાવવા અને સાથે સ્કિનને કોમળ બનાવવા માટે નારિયેળ તેલનો ઉપયોગ કરતા હોય છે. નારિયેળ તેલ સ્કિન માટે બેસ્ટ છે એ વાત સાચી, પરંતુ તમને જણાવી દઇએ કે નારિયેળ તેલનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરો છો સ્કિનને અનેક રીતે નુકસાન થાય છે.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ચહેરાના ડાધા-ધબ્બા દૂર કરવા માટે અનેક મહિલાઓ જાતજાતના નુસ્ખાઓ અજમાવતી હોય છે..જેમાંથી એક છે નારિયેળ તેલ. નારિયેળ તેલ સ્કિન માટે બેસ્ટ છે એ વાત સો ટકા સાચી છે, પરંતુ આજે તમને જણાવી દઇએ કે તમે વધુ પ્રમાણમાં નારિયેળ તેલનો ઉપયોગ કરો છો તો તમારી સ્કિનને અનેક રીતે નુકસાન કરી શકે છે. નારિયેળ તેલમાં ફેટી એસિડ, એન્ટી બેક્ટેરિયલ ગુણ, વિટામીન ઇ, પ્રોટીન જેવા અનેક ગુણો હોય છે જે સ્કિન પર રેગ્યુલર થોડી માત્રામાં લગાવો છો તો ફાયદો થાય છે, પરંતુ જો તમે વઘારે માત્રામાં નારિયેળ તેલનો ઉપયોગ કરો છો તો સ્કિનને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. તો જાણો આ વિશે વધુમાં..

આ પણ વાંચો:સ્પર્મ સેલ્સ મજબૂત કરવા પુરુષો રોજ પીઓ આ દૂધ

  • નારિયેળ તેલમાં વિટામીન ઇ, ફેટી એસિડ અને એન્ટી બેક્ટેરીયલ ગુણો હોય છે. આનો ઉપયોગ તમે સીરમ તરીકે પણ કરી શકો છો, પરંતુ ઘણાં લોકો બહુ વધારે પ્રમાણમાં નારિયેળ તેલનો ઉપયોગ કરે છે સ્કિનને નુકસાન પહોંચાડે છે. વધુ પ્રમાણમાં ઉપયોગથી ત્વચામાં એલર્જી અને બીજા અનેક પ્રોબ્લેમ્સ થઇ શકે છે.

  • વધુ પ્રમાણમાં નારિયેળ તેલનો ઉપયોગ કરવાથી ચહેરા પર ખીલની સમસ્યા વધારે રહે છે. આ સિવાય તમારી સ્કિનને ઓઇલી બનાવે છે જેના કારણે ખીલ જેવી અનેક સમસ્યાઓ વધી શકે છે.


આ પણ વાંચો:સવારમાં ખાલી પેટે લવિંગ મોંમા રાખવાના ફાયદા



    • ચહેરા પર વધારે નારિયેળ તેલનો યુઝ કરવાથી સ્કિન પર ઓઇલ વધે છે જેના કારણે ચહેરા પર ધૂળ-માટી જમા થવા લાગે છે. લાંબા સમય સુધી ચહેરા પર નારિયેળ તેલ લગાવી રાખવાથી સ્કિનને નુકસાન થાય છે. આ માટે જ્યારે નારિયેળ તેલ લગાવો ત્યારે 7 થી 8 મિનિટ રહેવા દો અને પછી ચોખ્ખા પાણીથી એ જગ્યાને ક્લિન કરવાની આદત પાડો.

    • તમને એક વાત જાણીને નવાઇ લાગશે કે વધુ પ્રમાણમાં નારિયેળ તેલનો ઉપયોગ કરવાથી ચહેરા પર અણગમતા વાળમાં વઘારો થાય છે. આમ, જો તમારા ચહેરા પર વાળ છે તો તમે નારિયેળ તેલનો ક્યારે પણ ઉપયોગ ના કરશો.






  • નારિયેળ તેલ તમે વાળમાં લગાવો છો તો અઠવાડિયામાં બે વાર જ લગાવો, તો આનાથી ફાયદો થશે. તમે વધારે પ્રમાણમાં નારિયેળ તેલ વાળમાં લગાવો છો તો વાળને નુકસાન થાય છે.

First published:

Tags: Beauty care, Coconut Oil, Life style

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો