Home /News /lifestyle /ઠંડીમાં ચામડી બહુ ખેંચાય છે? ડ્રાય સ્કિનથી કંટાળી ગયા છો? તો આ હોમમેડ ફેસ પેકથી સુંવાળી કરો

ઠંડીમાં ચામડી બહુ ખેંચાય છે? ડ્રાય સ્કિનથી કંટાળી ગયા છો? તો આ હોમમેડ ફેસ પેકથી સુંવાળી કરો

સ્કિન કેર

Dry skin face pack: ઠંડીની સિઝનમાં અનેક લોકોની સ્કિન ડ્રાય થઇ જતી હોય છે. ડ્રાય સ્કિન થવાને કારણે ખંજવાળ વઘારે આવે છે અને સાથે ખેંચાય પણ છે. આમ, જો તમે આ પેક લગાવો છો તો સ્કિન સુંવાળી થાય છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝનમાં અનેક લોકોની સ્કિન ડ્રાય થઇ જતી હોય છે. ડ્રાય સ્કિનને દૂર કરવી ખૂબ જરૂરી છે. જો તમે ડ્રાય સ્કિનને કોમળ કરતા નથી અનેક સમસ્યાઓ થવા લાગે છે. ડ્રાય સ્કિન ખેંચાય પણ વધારે છે. ડ્રાય સ્કિન ખેંચાવાને કારણે સ્કિન પર ઘણી વાર ખંજવાળ, બળતરા જેવી સમસ્યા રહેતી હોય છે. આમ, જો તમારી સ્કિન ડ્રાય થઇ ગઇ છે અને તમે આમાંથી છૂટકારો મેળવવા ઇચ્છો છો તો આ પેક તમારા માટે સૌથી બેસ્ટ છે. આ પેકનો તમે રેગ્યુલર ઉપયોગ કરો છો તો સ્કિન કોમળ થાય છે અને સાથે તમને ડ્રાય સ્કિનમાંથી છૂટકારો મળે છે.

આ પણ વાંચો:આ 4 બીમારીઓમાં લીલા મરચા ખાઓ

ચણાનો લોટ અને મધનો ફેસ પેક


બે ચમચી ચણાનો લોટ, એક ચમચી એલોવેરા જેલ, બે ચમચી મધ લો અને આ પેસ્ટને બરાબર મિક્સ કરી લો. આ પેસ્ટમાં અડધી ચમચી ચંદનનો પાવડર અને બે થી ત્રણ કેસરના તાંતણા નાંખો. હવે આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે પેક.

આ પેક ડ્રાય સ્કિનના લોકો માટે સૌથી બેસ્ટ છે. તમારી સ્કિન ડ્રાય નથી તો પણ તમે આ પેસ્ટ લગાવી શકો છો. આ પેક લગાવવા માટે ફેસને ચોખ્ખા પાણીથી ધોઇ લો. ત્યારબાદ આ પેક લગાવો અને સુકાવા દો. પેક બરાબર સુકાઇ જાય એટલે ત્રણથી ચાર ટીપાં પાણી લો અને પછી ફેસ પર બે મિનિટ માટે મસાજ કરો.

આ પણ વાંચો:કફવાળી ખાંસીમાંથી તરત છૂટકારો મેળવો આ રીતે

આ પેક તમારે અઠવાડિયામાં બે વાર લગાવવાનો રહેશે. આ પેક તમે રેગ્યુલર ફેસ પર લગાવો છો તો ડ્રાય સ્કિનમાંથી છૂટકારો મળે છે અને સાથે તમારી સ્કિન ટાઇટ થાય છે.



કેસરમાં રહેલા અનેક ગુણો તમારી સ્કિનને કોમળ બનાવવાનું કામ કરે છે. આ સાથે જ ચણાનો લોટ તમારી સ્કિન પર ગ્લો લાવવાનું કામ કરે છે. તમે રૂટિનમાં ચણાના લોટથી સ્નાન કરો છો તો તમારી સ્કિન મસ્ત થાય છે અને સાથે ક્યારે પણ ફેશિયલ કરાવવાની જરૂર પડતી નથી. આ પેક દરેક લોકોની સ્કિન પર સૂટ થાય છે. તો તમે પણ ઠંડીમાં આ પેક લગાવો અને સ્કિનને કોમળ બનાવો.

નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. તમને કોઇ સ્કિનની સમસ્યા છે તો એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે.
First published:

Tags: Beauty care, Dry skin, Life style