Home /News /lifestyle /નાની ઉંમરમાં વાળ સફેદ થઇ ગયા છે અને મોં પર કરચલીઓ પડવા લાગી છે? તો આ નેચરલ રીતે મેળવો છૂટકારો
નાની ઉંમરમાં વાળ સફેદ થઇ ગયા છે અને મોં પર કરચલીઓ પડવા લાગી છે? તો આ નેચરલ રીતે મેળવો છૂટકારો
હેર બ્લેક કરવાની નેચરલ રીત
Hair care tips: આજની આ ફાસ્ટ લાઇફમાં મોટાભાગના લોકોના વાળ સફેદ થઇ રહ્યા છે અને સમય કરતા પહેલાં ફેસ પર કરચલીઓ પડવા લાગી છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમે આસનનો સહારો લઇ શકો છો. આ આસન તમે રેગ્યુલર કરો છો તો સ્કિન અને હેર મસ્ત થાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકોને સમય કરતા પહેલા વાળ વ્હાઇટ થઇ જાય છે. આ સાથે જ ફેસ પર કરચલીઓ પડવા લાગે છે. બ્યુટીને લગતી આ સમસ્યાઓ પર્સનાલિટી ખરાબ કરવાનું કામ કરે છે. જો કે આ બધી સમસ્યાઓ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ઉંમર વધતાની સાથે તમને પણ આ ટાઇપના સંકેતો મળે છે તો તમારી કેર કરવાની જરૂર છે. ઘણાં વિટામીન્સની ઉણપને કારણે પણ આ સમસ્યા થતી હોય છે. તમે તમારા વાળને પ્રાકૃતિક રીતે બ્લેક કરવા ઇચ્છો છો અને સાથે કરચલીઓ દૂર કરવાનું વિચારી રહ્યા છો તો આ ટિપ્સ તમારા માટે સૌથી બેસ્ટ છે. herzindagi અનુસાર ફિટનેસ ટ્રેનર જૂહી કપૂર આ વિશે વધુમાં જણાવે છે.
જૂહી કપૂરે આ વિશે ઇન્ટાગ્રામ પર પોતાની માહિતી શેર કરી છે. આ જાણકારીને ફોલો કરીને ફેન્સ હેર કેર અને કરચલીઓને દૂર કરી શકે છે. આ યોગ તમે ઘરે રેગ્યુલર કરો છો તો વ્હાઇટ હેરમાંથી છૂટકારો મળે છે અને સાથે કરચલીઓ પણ દૂર થાય છે. તો જાણો આ વિશે વધુમાં..
વિપરીત કરની આસન
સૌથી પહેલા પીઠના બળ પર સૂઇ જાવો અને હિપ્સને દિવાલની બાજુ રાખો.
ખાસ ધ્યાન એ રાખો કે પીઠ અને માથુ પર બહુ વજન ના આવે અને આરામની સ્થિતિમાં હોય.
આંખોને બંધ કરો અને ઊંડા શ્વાસ લો.
આ પોઝિશનમાં ઓછામાં ઓછા 5 મિનિટ રહો.
પછી પોઝિશનમાંથી બહાર આવવા માટે પહેલા ઘૂંટણને વાળો અને પછી દિવાલની પ્રેશર કરો.
આમ જો તમે આ આસન રેગ્યુલર કરો છો તો તમારા હેર બ્લેક થશે અને સાથે કરચલીઓ પણ દૂર થવા લાગશે. આ આસન હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. જો તમે આ આસન રેગ્યુલર કરો છો તો તમારી અનેક સમસ્યાઓ શરીરમાંથી દૂર થાય છે. આ આસન કરવાથી ખરતા વાળ પણ બંધ થઇ જાય છે અને સાથે વાળનો ગ્રોથ મસ્ત વધે છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર