Home /News /lifestyle /રોજ રાત્રે ઊંઘતી વખતે આ રીતે ચહેરા પર લગાવો ગુલાબ જળ, કરચલીઓ ગાયબ થઇ જશે અને નિખાર આવશે
રોજ રાત્રે ઊંઘતી વખતે આ રીતે ચહેરા પર લગાવો ગુલાબ જળ, કરચલીઓ ગાયબ થઇ જશે અને નિખાર આવશે
ગુલાબ જળ લગાવવાના ફાયદા
Rose water benefits: સ્કિન માટે ગુલાબ જળ અનેક રીતે ફાયદાકારક છે. તમે આ પ્રોપર રીતે ગુલાબ જળનો ઉપયોગ કરો છો તો સ્કિનને લગતી અનેક સમસ્યાઓ દૂર થાય છે અને સાથે તમારી સ્કિન પર નેચરલ ગ્લો આવે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ગુલાબ જળ વિશે તો દરેક લોકો જાણતા હોય છે. ગુલાબ જળ સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. ગુલાબજળનો તમે આ પ્રોપર રીતે ઉપયોગ કરો છો તો સ્કિન માટે સૌથી બેસ્ટ છે. ઘણી બધી બ્યૂટી પ્રોડક્ટસમાં ગુલાબ જળનો ઉપયોગ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે ગુલાબ જળમાં હાઇડ્રેટિંગ અને મોઇસ્યુરાઇઝિંગનો ગુણ હોય છે જે તમારી સ્કિનમાં રહેલી અનેક ઉણપોને પૂરી કરવાનું કામ કરે છે. આ સાથે જ ચહેરા પર કોલેઝનનું પ્રોડક્ડશન વધારવામાં મદદ કરે છે. આ સિવાય પિગ્મેન્ટશનની સમસ્યાને દૂર કરે છે જે સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. તો જાણો તમે પણ આ સિવાયના ગુલાબજળના ફાયદાઓ.
તમારી સ્કિન ડ્રાય છે તો તમારા માટે ગુલાબ જળ સૌથી બેસ્ટ છે. ગુલાબ જળ ડ્રાય સ્કિનને મોઇસ્યુરાઇઝ કરે છે અને સાથે સ્કિનમાં રહેલી ઉણપને દૂર કરે છે. આ સિવાય જે લોકોને બહુ ખંજવાળ આવે છે એમને ગુલાબજળનો ઉપયોગ કરવો જોઇએ.
ઓઇલી સ્કિન છે તો તમે આ રીતે ગુલાબ જળનો ઉપયોગ કરો. આ સ્કિન પોર્સને અંદરથી સાફ કરે છે અને સાથે ડેડ સેલ્સને બહાર નિકાળવામાં મદદ કરે છે. આ સિવાય ઓઇલી સ્કિનના લોકોને એક્નેની સમસ્યા વધારે રહેતી હોય છે ત્યારે તમે ગુલાબ જળથી ફેસ ક્લિન કરો છો તો સૌથી બેસ્ટ છે. આ તમારી સ્કિન પર બેક્ટેરિયાને મારવાનું કામ કરે છે.
તમે રાત્રે ગુલાબ જળ લગાવીને સૂઇ જાવો છો તો બ્લડ સર્કુલેશન સારું થાય છે. આનાથી સ્કિનની અંદર ગરમી આવે છે અને પછી સ્કિન સુંદર થાય છે. આ સાથે જ તમારા ચહેરા પર મસ્ત ગ્લો પણ આવે છે. તમે સ્કિનને નેચરલ રીતે ચમકીલી બનાવવા ઇચ્છો છો તો રોજ રાત્રે ગુલાબ જળ ફેસ પર લગાવીને સુઇ જાવો.
ઘણાં લોકોની સ્કિન બહુ જ ડલ હોય છે. ડલ સ્કિનના લોકોએ દરરોજ ગુલાબજળનો ઉપયોગ કરવો જોઇએ. આ ગુલાબ જળ તમારી સ્કિન પર નેચરલ રીતે નિખાર લાવવાનું કામ કરે છે. આ માટે તમે કોટન પર ગુલાબ જળ લો અને ચહેરા પર લગાવો. આ ઉપાય તમારે રોજ કરવાનો છે.
તમને જણાવી દઇએ કે આ ગુલાબ જળ તમારે રોજ રાત્રે ચહેરા પર કોટનમાં લગાવીને લગાવવાનું રહેશે. આખી રાત રાખો અને સવારમાં ચહેરો ક્લિન કરી લો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર