Home /News /lifestyle /ઠંડીમાં ખીલ થાય છે? તો આ ઘરેલું ઉપાયો અજમાવો, 10 દિવસમાં છૂ થઇ જશે
ઠંડીમાં ખીલ થાય છે? તો આ ઘરેલું ઉપાયો અજમાવો, 10 દિવસમાં છૂ થઇ જશે
ખીલ દૂર કરવાના ઉપાયો
home remedies for pimples: ચહેરા પર થતા ખીલ તમારી પર્સનાલિટી ખરાબ કરવાનું કામ કરે છે. આ ખીલને કારણે તમે પ્રોપર રીતે મેક અપ પણ કરી શકતા નથી. આમ તમે ખીલ દૂર કરવા માટે આ ઘરેલું ઉપાયો અજમાવો છો તો સૌથી બેસ્ટ છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણી બધી છોકરીઓને શિયાળામાં ચહેરા પર ખીલ થતા હોય છે. ખીલ થવાને કારણે આખો ચહેરો ગંદો લાગે છે અને સાથે પર્સનાલિટી પણ ખરાબ પડે છે. ખીલ દૂર કરવા માટે છોકરીઓ જાતજાતની બ્યૂટી પ્રોડક્ટસ તેમજ ટ્રિટમેન્ટનો સહારો લેતી હોય છે, તેમ છતા જોઇએ એટલું રિઝલ્ટ મળતુ નથી. આમ છોકરીઓને ખીલ થવા પાછળ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. આ ખીલને તમે સરળતાથી ઘરેલું ઉપાયોથી દૂર કરી શકો છો. આ ઘરેલું ઉપાયોથી તમને કોઇ સાઇડ ઇફેક્ટ્સ થતી નથી અને મોં ક્લિન થઇ જાય છે. તો જાણો આ ઉપાયો તમે પણ..
શિયાળામાં ઠંડીમાં તમને ચહેરા પર બહુ ખીલ થાય છે તો તમે સૌથી પહેલાં સવારમાં ઉઠીને અને રાત્રે ઊંઘતા પહેલા ફેસ ધોવાનું રાખો. ફેસ તમે રેગ્યુલર ધોવો છો તો ખીલ થવાના ઓછા થઇ જાય છે. આ સાથે જ તમારી સ્કિન પણ ખીલી ઉઠી છે.
ઠંડીમાં તમને બહુ ખીલ થાય છે તો તમે એક ડિશ અને એક એલોવેરા લો. ત્યારબાદ આ એલોવેરામાંથી જેલ કાઢીને એક ડિશમાં લઇ લો. હવે આ એલોવેરા જેલ ખીલ પર લગાવો અને સુકાઇ જાય ત્યાં સુધી રહેવા દો. જેલ સુકાઇ જાય પછી 2 મિનિટ માટે હળવા હાથે મસાજ કરો. આમ કરવાથી 15 થી 20 દિવસમાં તમને ખીલ ઓછા થઇ જાય છે.
ચંદનના પાવડરથી પણ તમે ખીલ દૂર કરી શકો છો. તમને જાણ હશે કે બજારમાં ચંદનનું લાકડુ મળે છે. આ લાકડુ તમે ઘસીને એમાંથી અર્ક કાઢી લો. હવે આને તમે તમને જ્યાં ખીલ થયા છે ત્યાં લગાવો. આ ચંદન તમે રોજ રાત્રે ચહેરા પર લગાવીને સૂઇ જાવો અને સવારમાં ઉઠીને ચહેરો ધોઇ લો. આમ કરવાથી 10 દિવસમાં તમારા ચહેરા પરના ખીલ દૂર થઇ જાય છે.
મુલ્તાની માટી ખીલને દૂર કરવાનું કામ કરે છે. આ માટે તમે મુલતાની માટી લો અને એમાં ગુલાબજળ મિક્સ કરો. ત્યારબાદ આ પેસ્ટને બરાબર હલાવી દો. હવે આ પેસ્ટ ચહેરા પર લગાવો અને 5 મિનિટ સુધી મસાજ કરો. ત્યારબાદ આ મુલ્તાની માટીને મોં પર સુકાવા દો અને પછી ચહેરો ધોઇ લો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર