Home /News /lifestyle /બનાના-મધનો આ ફેસ પેક સ્કિન માટે છે બેસ્ટ, દૂર કરે છે ખીલ અને કરચલીઓ, આ રીતે બનાવો ઘરે

બનાના-મધનો આ ફેસ પેક સ્કિન માટે છે બેસ્ટ, દૂર કરે છે ખીલ અને કરચલીઓ, આ રીતે બનાવો ઘરે

આ ફેસ પેક ચહેરા માટે બેસ્ટ છે.

Beauty care tips: આજની આ ફાસ્ટ લાઇફમાં મોટાભાગના લોકો પોતાની સ્કિન અને હેલ્થ પર પૂરતું ધ્યાન આપી શકતા નથી જેના કારણે પર્સનાલિટી ખરાબ પડે છે. આમ, જો તમે ફેસ પર આ પેક લગાવો છો તો સ્કિનની અનેક સમસ્યાઓ દૂર થાય છે અને ત્વચા ગ્લો કરે છે.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કેળા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. કેળા તમને અનેક બીમારીઓમાંથી રાહત અપાવવાનું કામ કરે છે. કેળામાં મળતા પોષક તત્વો તમારી સ્કિનને હેલ્ધી અને ગ્લોઇંગ બનાવવાનું કામ કરે છે. કેળામાં વિટામીન એ, વિટામીન બી, વિટામીન સી, પોટેશિયમ અને એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે જે સ્કિન અને હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. કેળામાંથી બનતો ફેસ પેક લગાવવાથી સ્કિન પરની અનેક સમસ્યાઓ દૂર થાય છે. તો તમે પણ ઘરે આ પ્રોપર રીતે કેળાનો ફેસ પેક બનાવો અને ચહેરા પર લગાવો.

આ પણ વાંચો:બે ચમચી મીઠાંનો આ રીતે વાળમાં ઉપયોગ કરો

મધ અને કેળા


ખાસ કરીને શિયાળાની ઠંડીમાં સ્કિન ડ્રાય થઇ જાય છે. એવામાં તમે કેળા અને મધનો આ ફેસ પેક ઘરે બનાવીને ચહેરા પર લગાવો છો તો સૌથી બેસ્ટ છે. કેળામાં વિટામીન એ, પોટેશિયમ હોય છે જે ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. આ સિવાય મધમાં મોઇસ્યુરાઇઝિંગનો ગુણ હોય છે જે સ્કિનને ડ્રાય થતી રોકે છે.

આ રીતે ઘરે ફેસ પેક બનાવો



  • કેળા અને મધનો ફેસ પેક બનાવવા માટે સૌ પ્રથમ એક કેળુ લો અને બાઉલમાં મેશ કરી લો.

  • ત્યારબાદ મેશ કરેલા કેળામાં મધ મિક્સ કરો.

  • હવે આ બન્ને વસ્તુઓને બરાબર મિક્સ કરી લો.

  • ત્યારબાદ 15 મિનિટ રહીને ચહેરા પર લગાવો.


આ પણ વાંચો:હલ્દી રસમમાં આ આઉટફિટ્સ પહેરો અને વટ પાડો

  • ચહેરા પર આ ફેસ પેક 20 મિનિટ સુધી રહેવા દો.

  • પછી ચોખ્ખા પાણીથી ચહેરો ક્લિન કરી લો.

  • આ ફેસ પેકથી ચહેરા પરના ખીલ, ડાધા-ધબ્બા જેવી અનેક સમસ્યાઓ દૂર થઇ જાય છે.


જાણો આ પેકના ફાયદાઓ





    • આ ફેસ પેક તમે રેગ્યુલર ચહેરા પર લગાવો છો તો ખીલ દૂર થઇ જાય છે.

    • કેળામાં અને મઘમાં રહેલા ગુણો ફેસ પરની કરચલીઓ દૂર કરે છે.

    • જો તમે આ ફેસ પેક રેગ્યુલર ચહેરા પર લગાવો છો તો ફેશિયલ કરતા  પણ ચહેરો મસ્ત ગ્લો કરે છે.

    • આ ફેસ પેક તમારે અઠવાડિયામાં બે વાર લગાવવાનો રહેશે. આ પેક તમારી સ્કિનને ટાઇટ કરે છે અને સાથે ડ્રાય સ્કિન પણ દૂર કરે છે.

    • તમારી સ્કિન ડ્રાય છે તો આ ફેસ પેક તમારા માટે સૌથી બેસ્ટ છે.






  • આ ફેસ પેક તમે માત્ર 5 જ મિનિટમાં ઘરે બનાવી શકો છો.

  • આ ફેસ પેક લગાવતા પહેલાં ચહેરો પાણીથી પહેલાં ધોઇ લો અને પછી આ પેક લગાવો.

First published:

Tags: Beauty care, Life style

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો