Home /News /lifestyle /કરચલીને કારણે આંખો ઘરડી લાગે છે તો આ રીતે નારિયેળ તેલ લગાવો, ઉંમરની અસર નહીં દેખાય

કરચલીને કારણે આંખો ઘરડી લાગે છે તો આ રીતે નારિયેળ તેલ લગાવો, ઉંમરની અસર નહીં દેખાય

આંખો આસપાસની કરચલીઓ દૂર કરો

Pigmentation under eye: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો પોતાની સ્કિનની કેર પ્રોપર રીતે કરી શકતા નથી. ઘણાં લોકોને આંખોની આસપાસ કરચલીઓ થાય છે જેના કારણે ફેસ બહુ ખરાબ લાગે છે. આંખો આસપાસની કરચલીઓ તમારી ઉંમરની ચાડી ખાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: નારિયેળ તેલ સ્વાસ્થ્ય અને સૌદર્યં બન્ને માટે અનેક રીતે ફાયદાકારક છે. સ્કિન પર પડેલી કરચલીઓ દૂર કરા માટે નારિયેળ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને આંખો નીચે કરચલીઓ પડે ત્યારે ઉંમર દેખાય છે. આ કરચલીઓને દૂર કરવા માટે નારિયેળ તેલ સૌથી બેસ્ટ છે. તમને જણાવી દઇએ કે ઉંમર વધવાની સાથે-સાથે કોઇ પણ બીમારીને કારણે તમારી સુંદરતા છીનવાઇ જાય છે અને આંખો તેમજ ફેસ પર કરચલીઓ પડવા લાગે છે. આ સાથે જ આંખો ઘરડી દેખાય છે. આ સાથે જ તમે કોકોનટ ઓઇલનો ઉપયોગ કરો છો તો પણ અનેક ફાયદાઓ થાય છે. તો જાણો આંખો આસપાસની કરચલીઓ કેવી રીતે નારિયેળ તેલથી દૂર કરશો.

    નારિયેળ તેલ અને બદામ તેલ


    સામગ્રી


    ½ નાની ચમચી નારિયેળ તેલ

    ½ નાની ચમચી બદામનું તેલ

    આ પણ વાંચો:ધોળા દૂધ જેવી સ્કિન કરવા ફોલો કરો આ ટિપ્સ

    બનાવવાની રીત


    આંખો આસપાસની કરચલીઓ દૂર કરવા માટે તમે નારિયેળ અને બદામ તેલનો ઉપયોગ કરો. આ માટે તમે એક બાઉલ લો અને એમાં નારિયેળ તેલ અને બદામનું તેલ મિક્સ કરી લો. હવે આંગળીની મદદથી આ તેલથી આંખો નીચે 5 મિનિટ સુધી મસાજ કરો. તમે રોજ રાત્રે ઊંઘતા પહેલા આ તેલથી આંખોની આસપાસ મસાજ કરો. ત્યારબાદ સવારમાં ઉઠીને ફેસ ધોઇ નાંખો. આમ, જો તમને પફી આઇની સમસ્યા છે તો એ પણ દૂર થઇ જશે. બદામનું તેલ એન્ટી એન્જીંગ હોય છે જે સ્કિન માટે સૌથી બેસ્ટ છે.

    નારિયેળ તેલ અને એલોવેરા જેલ


    સામગ્રી


    એક નાની ચમચી નારિયેળનું તેલ

    એક નાની ચમચી એલોવેરા જેલ

    આ પણ વાંચો:તમારી આ આદતોને કારણે ઠંડીમાં વાળ થાય છે ખરાબ

    બનાવવાની રીત


    નારિયેળ તેલમાં એલોવેરા જેલ મિક્સ કરો અને આંખોની આસપાસ લગાવો. આ પેસ્ટને રાત્રે ઊંઘતા પહેલાં આંખોની આસપાસ લગાવો અને બે મિનિટ સુધી મસાજ કરો. ત્યારબાદ આખી રાત રહેવા દો અને સવારમાં ચહેરો ધોઇ લો. એલોવેરા જેલ સ્કિન પર ચમક લાવવાનું કામ કરે છે. એલોવેરા જેલથી આંખો પરની કાળાશ પણ ઓછી થાય છે.



    આમ, જો તમે આ બેમાંથી એક તેલ રેગ્યુલર તમારી આંખોની આસપાસ લગાવો છો તો કરચલીઓ જતી રહે છે અને ઉંમરની અસર ફેસ પર દેખાતી નથી.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Eye, Eye Care, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन