Home /News /lifestyle /બિકિની વેક્સથી થાય છે અનેક સાઇડ ઇફેક્ટ્સ, જાણો કરાવતા પહેલાં અને પછી શું ધ્યાન રાખશો
બિકિની વેક્સથી થાય છે અનેક સાઇડ ઇફેક્ટ્સ, જાણો કરાવતા પહેલાં અને પછી શું ધ્યાન રાખશો
વેક્સ કરાવતા પહેલાં બેબી પાવડર લગાવો
Bikini wax: અનેક છોકરીઓ બિકિની વેક્સ કરાવતી હોય છે. બિકિની વેક્સથી અનેક છોકરીઓને સાઇડ ઇફેક્ટ્સ થતી હોય છે. ઘણી છોકરીઓને બળતરા અને ખંજવાળ આવે છે. આમ, જો તમે બિકિની વેક્સ કરાવતા પહેલાં અને પછી આ ધ્યાન રાખો છો તો અનેક સમસ્યાઓથી બચી જાવો છો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અનેક છોકરીઓ બિકિની વેક્સ કરાવતા હોય છે. વેક્સથી સરળતાથી તમે અણગમતા વાળ રિમૂવ કરી શકો છો. પરંતુ બિકિની વેક્સ કરાવતી વખતે અનેક બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. આ સાથે જ ઘણી છોકરીઓ રેઝરનો ઉપયોગ કરતી હોય છે. બિકિની વેક્સ કરાવતી વખતે તમે ધ્યાન રાખતા નથી તો અનેક ઘણી તકલીફો થાય છે. આમ, જો વાત કરીએ તો વેક્સ એ એક દર્દનાક હોય છે. જો તમારી સ્કિન બહુ સેન્સેટિવ છે તો તમારે બિકિની વેક્સ તેમજ હાથ-પગમાં પણ વેક્સ કરાવતા બચવું જોઇએ. સેન્સેટિવ સ્કિન પર વેક્સ કરાવવાથી અનેક વાર એની સાઇડ ઇફેક્ટ્સ પણ થાય છે. તો જાણો બિકિની વેક્સ કરાવતા સમયે ખાસ શું ધ્યાન રાખશો.
તમે બિકિની વેક્સ કરાવવા માટે પાર્લરમાં જઇ રહ્યા છો તો ખાસ કરીને સૌથી પહેલાં ત્યાં ચોખ્ખાઇ છે કે નહીં એ જોઇ લો. ઘણાં પાર્લરમાં ગંદકી હોય છે એવામાં તમે બિકિની વેક્સ કરાવો છો તો સ્કિન ઇન્ફેક્શન થવાના ચાન્સિસ વધી જાય છે.
વેક્સિંગ કરાવતા પહેલાં ખાસ કરીને સ્કિન પર બેબી પાવડર લગાવો. જેથી કરીને તમને બહુ ખેંચાય નહીં. ઘણાં પાર્લરમાં પાવડર લગાવ્યા વગર જ વેક્સ કરતા હોય છે. આમ કરવાથી સ્કિન વધારે ખેંચાય છે.
જ્યારે પણ તમે વેક્સ કરાવી લો ત્યારે ખાસ કરીને એ પાર્ટને ચોખ્ખા પાણીથી ક્લિન કરી લો તેમજ કોટનના ભીના કપડાથી લૂંછી લો. આમ કરવાથી ઇન્ફેક્શન થવાના ચાન્સિસ ઓછા થઇ જાય છે.
બિકિની વેક્સ કરાવો ત્યારે ખાસ કરીને પાર્લરમાં તમે જાણ કરી દો કે વેક્સને બહુ ગરમ ના કરે. જો વેક્સ વધારે ગરમ થઇ જાય છે તો આ સ્કિન સેન્સેટિવ હોય છે જ્યાં તમે દાઝી જાવો છો અને ડાઘ પડવાના ચાન્સિસ વધારે રહે છે.
બિકિની વેક્સ કરાવ્યા પછી તમને બળતરા બહુ થાય છે તો તમે બરફ ઘસી લો. બરફ ઘસવાથી તમને આરામ મળે છે. આ માટે તમે 5 થી 7 મિનિટ માટે બરફ ઘસો.વેક્સિંગ કરાવ્યા પછી થતી બળતરામાંથી આરામ મેળવવા માટે તમે ટી બેગ્સનો પણ ઉપયોગ કરી શકો છો. ટી બેગ્સ તમારી બળતરાને ઓછુ કરવાનું કામ કરે છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર