cracked heels: ઠંડીની સિઝનમાં અનેક લોકોને પગની એડીઓ ફાટી જતી હોય છે. પગની એડીઓ ફાટવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આમ, જો તમારા પગની એડીઓ વારંવાર ફાટી જાય છે તો આ ઘરેલું ઉપાયો સૌથી બેસ્ટ છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝનમાં અનેક લોકોની પગની એડીઓ ફાટી જાય છે. પગની એડીઓ ફાટવાને કારણે ઘણી વાર અંદર સતત બળતરા અને ખંજવાળ આવતી હોય છે. ફાટેલી એડીઓ આપણાં સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક હોય છે. આ સાથે જ ફાટેલી એડીઓ આપણી પર્સનાલિટીને ખરાબ કરવાનું કામ કરે છે. ફાટેલી એડીઓમાંથી રાહત મેળવવા માટે લોકો પાણીની જેમ પૈસા દવાઓમાં ખર્ચી નાખતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કેટલાક ઘરેલું ઉપાયોથી પણ તમે તમારા પગની એડીઓને રિપેર કરી શકો છો? જો ના તો તમે પણ જાણી લો આ ઘરેલું ઉપાયો વિશે જે તમારી એડીઓને રિપેર કરવાનું કામ કરે છે.
ફાટેલી એડીઓની સમસ્યા દૂર કરવા માટે હેલ્થલાઇન અનુસાર આ ઘરેલું ઉપાયો તમે કરી શકો છો. તો જાણો આ વિશે વધુમાં અને તમે પણ પગની એડીઓની સમસ્યામાંથી રાહત મેળવો.
હીલ બામ
ફાટેલી એડીઓની સમસ્યામાંથી રાહત મેળવવા તમે હીલ બામનો ઉપયોગ કરી શકો છો. તમે હીલ બામમાં યુરિયા, સેલિસાઇકિલ એસિડ, અલ્ફા હાઇડ્રોક્સી એસિડ અને સેકેરાઇડ આઇસોમિરેટ જેવા તત્વો હોવા ખૂબ જરૂરી છે.
ડ્રાય સ્કિન, ખંજવાળ અને સોરાયસિસ જેવા ત્વચા રોગોમાંથી રાહત મેળવવા માટે નારિયેળ તેલ સૌથી બેસ્ટ છે. નારિયેળ તેલ સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. નારિયેળ તેલમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી અને એન્ટી માઇક્રોબિયલ ગુણો હોય છે જે ફાટેલી એડીઓને રિપેર કરવાનું કામ કરે છે.
નેચરલ રેમેડિઝ
સ્કિનને મોઇસ્યુરાઇઝ રાખો છો તો ફાટેલી એડીઓની સમસ્યા રહેશે નહીં. સ્કિન મોઇસ્યુરાઇઝિંગ માટે તમે ઓલિવ ઓઇલ તેમજ વેજીટેબલ ઓઇલ, મેશ કરેલા કેળા, પેરાફિન વેક્સ તેમજ ઓટમીલ મિક્સ ઓઇલનો તમે ઉપયોગ કરી શકો છો.
એલોવેરા જેલ
એલોવેરા જેલ સ્કિન અને હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. એલોવેરા જેલ લો અને આને ફાટેલી એડીઓ પર હળવા હાથે મસાજ કરો. આમ કરવાથી તમારી સ્કિનમાં સોફ્ટનેસ આવે છે અને સાથે-સાથે ફાટેલી એડીઓ પણ રિપેર થાય છે. ફેસ પરના પિંપલ્સ દૂર કરવા માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર