Home /News /lifestyle /ટામેટા ખાવાના છે આટલા બધા ફાયદાઓ, જાણો ગાલ ગુલાબી કરવા રોજ કેટલા ટામેટા ખાવા જોઇએ
ટામેટા ખાવાના છે આટલા બધા ફાયદાઓ, જાણો ગાલ ગુલાબી કરવા રોજ કેટલા ટામેટા ખાવા જોઇએ
સ્કિન માટે ટામેટા ફાયદાકારક છે.
Benefits of raw tomatoes: ટામેટા જોતાની સાથે જ આપણને ખાવાની ઇચ્છા થઇ જાય છે. ટામેટા હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. ટામેટા તમે દરરોજ ખાઓ છો તો તમારા ગાલ ગુલાબી થાય છે અને સાથે હેલ્થ પણ સારી રહે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શું તમે ઇચ્છો છો કે તમે હંમેશા યંગ અને ખૂબસુરત દેખાવો. તો રોજનાં બે પાકા લાલ ટામેટા ખાવાની આદત (benefits of eating raw tomatoes for skin) પાડો. દરરોજ બે પાકા લાલ ટામેટા ખાવાની આદત પાડો છો તો શરીરની અનેક સમસ્યાઓથી તમે બચી શકો છો. લાલ ટામેટા શરીરમાં લોહી વધારે છે અને સાથે એન્ટી ઓક્સિડન્ટ્સ સ્કિનની અનેક સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે. આ સિવાય લાલ ટામેટા ખાવાનાં પણ બીજા અનેક ઘણાં ફાયદાઓ છે. આમ, જો તમને ટામેટા ભાવતા નથી તો તમારે હવેથી ખાવાના ચાલુ કરી દેવા જોઇએ. તો જાણો વિસ્તારથી ટામેટા ખાવાના ફાયદાઓ..
તમે એવું ઇચ્છો છે કે તમારા ગાલ ગુલાબી થાય તો તમે રોજ દિવસમાં બે પાકા ટામેટા ખાઓ. પાકા ટામેટા ખાવાથી સ્કિનને ગ્લો કરવામાં મદદ મળે છે. ટામેટામાં પોટેશિયમ, વિટામીન એ, વિટામીન બી અને વિટામીન સી હોય છે. જો કે ખાસ વાત એ છે કે ટામેટામાં આયરનનું પ્રમાણ સારું હોય છે જે લોહી વઘારે છે જેનાથી શરીર સહિત ગાલમાં ગુલાબી થાય છે.
સનબર્નને ઓછુ કરવામાં ટામેટા ખૂબ ફાયદાકારક છે. આ સ્કિનને એક્સફોલિટ કરે છે અને મૃત ત્વચા કોશિકાઓને દૂર કરે છે. આ તમારી ત્વચાની સાથે સ્વાસ્થ્યને પણ સારું રાખવામાં મદદ કરે છે. ટામેટામાં રહેલું એન્ઝાઇમ સ્કિન પોર્સને સાફ કરવાની સાથે ચહેરામાં ઓક્સીજન લેવલ વધારે છે અને સનબર્નને ઓછુ કરવામાં મદદ કરે છે.
કરચલીઓને દૂર કરવામાં મદદ
કોલેઝન ઉત્પાદનને ઉત્તેજિત કરવામાં ટામેટા ખૂબ ફાયદાકારક છે. ટામેટામાં વિટામીન સીની માત્રા બહુ સારી હોય છે જે કોલેઝન ઉત્પાદનને પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે. આ સાથે જ ત્વચામાં પણ સુધારો લાવે છે જેના કારણે ત્વચામાં નિખાર આવે છે.
સ્કિનને મોઇસ્યુરાઇઝ કરે
ડ્રાય સ્કિનમાં ખંજવાળ, પોપડી થવી તેમજ બીજી અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોય છે. ટામેટામાં પોટેશિયમ એટોપિક ડર્મેટાઇટિસને ઓછુ કરવામાં મદદ કરે છે. આ સિવાય ચહેરામાં હાઇડ્રેશન વધે છે અને સ્કિનને અંદરથી મોઇસ્યુરાઇઝ કરવામાં મદદ મળે છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર