Home /News /lifestyle /ચહેરા પરના કાળા ડાધા-ધબ્બા અને કરચલીઓ દૂર કરે છે કેળાની છાલ, જાણો કેવી રીતે લગાવશો
ચહેરા પરના કાળા ડાધા-ધબ્બા અને કરચલીઓ દૂર કરે છે કેળાની છાલ, જાણો કેવી રીતે લગાવશો
કેળાની છાલના ફાયદા
Banana peel for face: કેળા ખાવાથી સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદા થાય છે આ વાત દરેક લોકો જાણે છે. પરંતુ વાત કેળાના છાલની કરવામાં આવે તો મોટાભાગના લોકો એને ફેંકી દેતા હોય છે. જો તમે પણ છાલ ફેંકી દો છો તો હવે એમાંથી આ રીતે પેસ્ટ બનાવો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સામાન્ય રીતે લોકો કેળાની છાલને ફેંકી દેતા હોય છે. તમને જણાવી દઇએ કે કેળાની છાલ સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. આમ, જો તમે પણ કેળાની છાલ ફેંકી દો છો તો હવે ફેંકતા નહીં અને આ રીતે સ્કિન માટે એનો ઉપયોગ કરો. કેળાની છાલને પીસીને તમે એમાંથી ફેસ પેક બનાવીને ફેસ પર લગાવો છો તો કાળા ડાધા ધબ્બાથી લઇને બધી જ સમસ્યાઓ દૂર થઇ જાય છે. કેળાની છાલમાં એન્ટી ઓક્સિડન્ટ્સ અને પોલીફેનોલ્સ હોય છે જે શરીરના વિષાક્ત પદાર્થોને નિકાળવામાં મદદ કરે છે. આ સાથે જ કેળાની છાલમાં પોટેશિયમ હોય છે જે બ્લડ સર્કુલેશનને સારું બનાવે છે. તો જાણો તમે પણ કેળાની છાલનો ઉપયોગ કેવી રીતે કરશો.
કેવી રીત કેળાની છાલ ચહેરા પર લગાવશો - How to use banana peel for skin
કેળાની છાલ ચહેરા માટે ખૂબ ફાયદાકારક છે. કેળાની છાલને પહેલા મેશ કરી લો અને આની પેસ્ટ બનાવી લો. ત્યારબાદ આમાં એલોવેરા જેલ મિક્સ કરો અને ચહેરા પર લગાવો. તમારી સ્કિન ડ્રાય છે તો આમાં મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો.
કેળાની છાલના ફાયદા- banana peel benefits for skin
ડાધા-ધબ્બા ઓછા કરે
કેળાની છાલની પેસ્ટ તમારી સ્કિન પરના ડાધા-ધબ્બા દૂર કરવાનું કામ કરે છે. કેળાની છાલમાં પોટેશિયમ અને એન્ટી ઓક્સિડન્ટસ હોય છે જે સ્કિનના પોર્સ ખોલે છે, ઓક્સિજનને જગ્યા આપે છે અને સાથે હિલિંગમાં મદદ કરે છે જેના કારણે તમારા ચહેરા પરના ડાધા-ધબ્બા દૂર થઇ જાય છે.
પિગમેન્ટેશનની સમસ્યા દૂર કરવા માટે તમે કેળાની છાલની આ પેસ્ટનો ઉપયોગ કરી શકો છો. કેળાની છાલમાંથી બનેલી આ પેસ્ટમાં વિટામીન સી હોય છે જે ચહેરાને સાફ કરવામાં અને ગંદકી ઓછી કરવામાં મદદ કરે છે.
કરચલીઓ ઓછી કરે
તમારા ચહેરા પર બહુ કરચલીઓ છે તો તમે કેળાની આ પેસ્ટનો ઉપયોગ કરો. કેળાની છાલ કરચલીઓને દૂર કરવાનું કામ કરે છે. આમાં મોઇસ્યુરાઇઝિંગનો ગુણ હોય છે જે ત્વચામાં કોલેઝન બુસ્ટ કરે છે અને સ્કિને લોક કરે છે જેના કારણે કરચલીઓ ઓછી થઇ જાય છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર