Home /News /lifestyle /ન્હાવાના પાણીમાં આ 5 માંથી એક વસ્તુ મિક્સ કરો, પરસેવાની વાસ નહીં આવે અને આખો દિવસ ફ્રેશ રહેશો

ન્હાવાના પાણીમાં આ 5 માંથી એક વસ્તુ મિક્સ કરો, પરસેવાની વાસ નહીં આવે અને આખો દિવસ ફ્રેશ રહેશો

આ રીતે સ્નાન કરો

bathing water for freshness: સવારમાં સ્નાન કરવાથી તમે ફ્રેશ થઇ જાવો છો અને આખો દિવસ કામ કરવાની મજા આવે છે. ઘણાં લોકો એવા હોય છે જેમને સ્નાન કરવાની આળસ આવતી હોય છે. જો તમે પણ આમાંના એક છો તો તમારે આ આદત બદલવી જોઇએ.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: જ્યારે સવારમાં સ્નાન કરીએ ત્યારે આપણે રિલેક્સ થઇ જઇએ છીએ. સવારમાં સ્નાન કરવુ ખૂબ જરૂરી છે. સ્નાન કરવાથી તમે ક્લિન થઇ જાવો છો અને સાથે આખો દિવસ ફ્રેશ રહો છો. ઘણી વાર એવું થાય કે આપણે બહુ થાકી જઇએ છીએ, ત્યારે આ થાક ઉતારવા માટે નોર્મલ પાણીથી સ્નાન કરવાથી શરીરને બહુ ફરક પડતો નથી. આમ, જો સ્નાન કરતી વખતે પાણીમાં આ વસ્તુઓ મિક્સ કરો છો તો તમે એકદમ રિલેક્સ થઇ જાવો છો અને સાથે થાક પણ ઉતરી જાય છે. તો તમે પણ આજથી ન્હાતી વખતે પાણીમાં આ વસ્તુઓ મિક્સ કરો.

    ફટકડી


    ફટકડીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. દિવસભર ફ્રેશ રહેવા માટે તમે ફટકડીને પાણીમાં નાંખો અને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ આ પાણીથી સ્નાન કરો. આ પાણીથી સ્નાન કરવાથી બ્લડ સર્કુલેશન સારુ થાય છે અને સાથે તમે રિલેક્સ રહો છો.

    આ પણ વાંચો: આ 5 વસ્તુ ખાવાથી શરીરમાં આપોઆપ શેપમાં આવી જશે

    સિંધાલૂણ મીઠું


    શરીરમાં આવતી ગંધને દૂર કરવા માટે અને દિવસભર ફ્રેશ રહેવા માટે તમે ન્હાવાના પાણીમાં સિંધાલૂણ મીઠું નાખો. આ પાણીથી સ્નાન કરવાથી તમે ફ્રેશ રહો છો. આ પાણી માટે તમારે હુંફાળા પાણીનો ઉપયોગ કરવાનો છે. હુંફાળા પાણીમાં સિંધાલૂણ મીઠું નાંખો અને પછી આ પાણીથી સ્નાન કરી લો.

    લીમડો


    લીમડો સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. આ માટે તમે લીમડાના પાન લો અને એને પાણીમાં ઉકાળી દો. ત્યારબાદ આ પાણીથી તમે સ્નાન કરી લો. આ પાણી ઇન્ફેક્શન દૂર કરે છે અને સાથે જ સ્કિન પર ગ્લો લાવવાનું કામ કરે છે. તમારા ચહેરા પર બહુ ખીલ થાય છે તો તમે રોજ લીમડાના પાણીથી સ્નાન કરો.

    આ પણ વાંચો: ટાઇપ 2 ડાયાબિટીસ આ 4 અંગોને પહેલાં કરે છે ડેમેજ

    ગ્રીન ટી


    બોડીને આખો દિવસ રિફ્રેશ રાખવા માટે ન્હાવાના પાણીમાં થોડી ગ્રીન ટી મિક્સ કરી દો. આ પાણીથી સ્નાન કરવાથી પરસેવાની વાસ આવતી નથી અને તમે ફ્રેશ રહો છો.

    લીંબુનો રસ


    ન્હાવાના પાણીમાં રોજ લીંબુનો રસ નિચોવીને સ્નાન કરો. આનાથી શરીરમાંથી આવતી પરસેવાની વાસ દૂર થાય છે અને આખો દિવસ ફ્રેશ રહો છો.


    એસેન્સિયલ ઓઈલ

    ન્હાવાના પાણીમાં એસેન્સિયલ ઓઈલના કેટલાક ટીપાં નાંખવાથી સ્કિનની અનેક સમસ્યાઓ દૂર થાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Beauty care, Life Style Tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन