Home /News /lifestyle /ઘરે બનાવો આ હેર ઓઇલ, ખરતા વાળ+તૂટતા વાળ+ડ્રેન્ડફ જેવી અનેક સમસ્યાઓ દૂર થઇ જશે

ઘરે બનાવો આ હેર ઓઇલ, ખરતા વાળ+તૂટતા વાળ+ડ્રેન્ડફ જેવી અનેક સમસ્યાઓ દૂર થઇ જશે

ઘરે બનાવો આ હેર ઓઇલ

Homemade hair oil: આજનાં આ સમયમાં મોટાભાગનાં લોકોને વાળને લગતી સમસ્યાઓ થતી હોય છે. વાળ ખરવા અને વાળમાં ખોડો થવો એ એક સામાન્ય વાત છે. આ નેચરલ ઓઇલ દરેક લોકોના વાળ માટે સૌથી બેસ્ટ છે.

     લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બદલાતા વાતાવરણની સૌથી મોટી અસર વાળ અને સ્કિન પર થાય છે. ખાસ કરીને બદલાતા વાતાવરણમાં વાળ ડ્રાય થઇ જાય છે અને સાથે તૂટવા લાગે છે. આ સાથે જ અનેક લોકોના વાળ વધારે પ્રમાણમાં ખરે છે જેના કારણે ટાલ પડવાના ચાન્સિસ વધી જાય છે. નબળા વાળ માટે બજારમાં અનેક પ્રકારની હેર પ્રોડક્ટ્સ મળે છે. આ ટાઇપની પ્રોડક્ટ્સનો અનેક લોકો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તમને જણાવી દઇએ કે આ બધી જ પ્રોડકટ્સ તમને ટેમ્પરરી રિઝલ્ટ આપવાનું કામ કરે છે, પરંતુ લાંબા ગાળે સ્કિન અથવા તો હેરને અનેક રીતે નુકસાન કરે છે.

    આમ, જો તમે શિયાળામાં વાળને લગતી અનેક સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા ઇચ્છો છો તો નારિયેળ તેલ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો નેચરલ હેર ઓઇલ.

    આ પણ વાંચો: આ હોમમેડ સ્ક્રબથી ડેડ સ્કિનમાંથી તરત છૂટકારો મેળવો

    આ રીતે ઘરે તેલ બનાવો



    • એક ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો.

    • બીજા દિવસે સવારમાં મેથી દાણામાંથી ઘટ્ટ પેસ્ટ બનાવી લો.

    • એક ચમચી નારિયેળ તેલ ગરમ કરી લો અને એમાં કપૂર પીસીને નાંખો.

    • આ તેલમાં મીઠા લીમડાના પાન નાંખો અને 2 દિવસ માટે રહેવા દો.

    • ત્યારબાદ તેલને ગળણીથી ગાળી લો. જો તમે ઇચ્છો તો આ તેલને ગરમ કરીને ઉકાળી પણ શકો છો.


    આ પણ વાંચો: આ રીતે ખીરાનો ઉપયોગ કરીને માથાની કાળાશ કરો દૂર

    • આ તેલમાં હવે મેથીની પેસ્ટ મિક્સ કરીને બરાબર હલાવી દો.

    • તો તૈયાર છે નેચરલ હેર ઓઇલ.


    આ રીતે ઉપયોગ કરો


    આ તેલ વાળ માટે સૌથી બેસ્ટ છે. આ તેલ તમારે અઠવાડિયામાં બે વાર લગાવવાનું રહેશે. આ તેલ વાળમાં નાંખો ત્યારે અને થોડુ ગરમ કરી લો અને પછી વાળનાં મૂળમાં લગાવો. બે કલાક પછી માઇલ્ડ શેમ્પૂથી હેર વોશ કરી લો.



    આ તેલમાં મીઠા લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં બીટા-કેરાટીન અને પ્રોટીનની માત્રા સારી હોય છે જે વાળના રોમ છિદ્રોને સ્ટ્રોંગ બનાવવામાં મદદ કરે છે. આ સાથે જ પૂરતું પોષણ પૂરું પાડે છે. આ સાથે જ મેથીની પેસ્ટ ખંજવાળ અને ડ્રાય હેરની સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે. આ સાથે જ નારિયેળ તેલ સ્કૈલ્પને પોષણ આપવાનું કામ કરે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Hair care, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन