Home /News /lifestyle /31st  સેલિબ્રેશન પહેલાં ચહેરા પરના બધા જ ખીલ દૂર કરો, આ ઘરેલું ઉપાયો છે અસરકારક

31st  સેલિબ્રેશન પહેલાં ચહેરા પરના બધા જ ખીલ દૂર કરો, આ ઘરેલું ઉપાયો છે અસરકારક

ખીલ દૂર કરવાના ઘરેલું ઉપાયો

Beauty care tips: ચહેરા પરના ખીલ દૂર કરવા ખૂબ જરૂરી છે. હાલમાં જો વાત કરવામાં આવે તો અનેક લોકો 31st સેલિબ્રેશનની તૈયારીઓ કરી રહ્યા છે. આ સેલિબ્રેશન સમયે ચહેરા પર ખીલ હોય તો ફેસ ખરાબ લાગે છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અનેક લોકો હાલમાં ન્યૂ યર સેલિબ્રેશનની તૈયારીઓમાં લાગ્યા છે. નવા વર્ષને વધાવવા માટે અનેક લોકો જાતજાતની બ્યૂટી ટ્રિટમેન્ટ લઇ રહ્યા છે. આ બ્યૂટી ટ્રિટમેન્ટમાં ફેશિયલ, બ્લીચ કરાવીને ફેસને ચમકાવતા હોય છે. પરંતુ અનેક લોકોના ચહેરા પર ખીલ એટલા હોય છે જેઓ બ્યૂટી ટ્રિટમેન્ટ સરખી રીતે કરાવી શકતા નથી અને ફેસ ગંદો લાગે છે. આ સાથે ફેસ પર ખીલ વધારે થવાને કારણે મેક અપ પણ સારો લાગતો નથી. આ માટે ચહેરા પરથી ખીલને દૂર કરવા ખૂબ જરૂરી છે. તો જાણો તમે પણ આ ઉપાયો વિશે અને ચહેરા પરથી ખીલ દૂર કરો.

ખીલને દૂર કરવા માટેના ઉપાયો


એલોવેરા જેલ


ખીલને દૂર કરવા માટે એલોવેરા જેલ સૌથી બેસ્ટ છે. એલોવેરા જેલ સ્કિનની અનેક ઘણી સમસ્યાઓને દૂર કરે છે. એલોવેરા જેલ તમે આ પ્રોપર રીતે લગાવો છો તો ખીલ દૂર થઇ જાય છે. આ માટે એલોવેરા લો અને એમાંથી જેલ કાઢી લો. ત્યારબાદ આ જેલને ઘડિયાળનો કાંટો ફરે એમ લગાવો અને બે મિનિટ માટે મસાજ કરો. આ એલોવેરા જેલ તમે સતત પાંચ દિવસ સુધી લગાવો છો તો ફેસ પરના ખીલ દૂર થાય છે.

આ પણ વાંચો:આ રીતે કેસ્ટર ઓઇલથી વાળનો ખોડો દૂર કરો

મુલ્તાની માટી


તમારે ફેસ પર બહુ જ ખીલ છે તમે મુલ્તાની માટીનો ઉપયોગ કરી શકો છો. મુલ્તાની માટી એક બાઉલમાં લો અને એમાં જરૂર મુજબ ગુલાબ જળ નાંખો. ત્યારબાદ આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરી લો.

આ પણ વાંચો:આ રીતે બાળકો માટે ક્રિસમસ પાર્ટીનું આયોજન કરો

હવે આ પેક ચહેરા પર લગાવો અને 2 મિનિટ માટે મસાદ કરો. ત્યારબાદ ફેસ પર આ મુલ્તાની માટી સુકાઇ જાય ત્યાં સુધી રાખો અને પછી ફેસ વોશ કરી લો. મુલ્તાની માટીમાં રહેલા ગુણો ખીલને દૂર કરવાનું કામ કરે છે.


મસુરની દાળ, ચણાના લોટનો ફેસ પેક


તમારા ફેસ પર બહુ ખીલ છે તો તમે મસુરની દાળ અને ચણાના લોટનો ફેસ પેક લગાવો. આ ફેસ પેક તમારી સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. આ માટે તમે એક બાઉલમાં ક્રશ કરેલી મસુરની દાળ અને ચણાનો લોટ લો. ત્યારબાદ આ લોટમાં કાચુ દૂધ નાંખીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટ ચહેરા પર લગાવો.
First published:

Tags: Beauty care, Life style, Pimples

विज्ञापन