Home /News /lifestyle /જરૂર કરતા વધારે શાકભાજી ખાવાથી થઈ શકે છે નુકસાન, આટલું ધ્યાન રાખો

જરૂર કરતા વધારે શાકભાજી ખાવાથી થઈ શકે છે નુકસાન, આટલું ધ્યાન રાખો

માંસનું વધુ સેવન હૃદયની સમસ્યાઓ પેદા કરી શકે છે, કારણ કે તેમાં સેચ્યુરેટેડ ફેટ હોય છે. તેથી માંસનો વપરાશ ઓછો કરવો અને પ્લાન્ટ આધારિત ખોરાકનું સેવન કરવું તમારા હૃદયની તંદુરસ્તીમાં વધારો કરી શકે છે. Shutterstock

કોરોનાથી બચવા માટે પોતાની જીવનશૈલી (Lifestyle)માં ખાસ ફેરફાર કરવો પડશે તે વાત લોકો સમજી ગયા છે. લોકો યોગ (Yoga) ધ્યાન સાથે પોતાના ખોરાક ઉપર પણ ખાસ ધ્યાન આપવા લાગ્યા છે.

  નવી દિલ્હી: કોરોના મહામારી (Corona pandemic)એ લોકોને સ્વાસ્થ્ય (Health) પ્રત્યે જાગૃત કરી દીધા છે. પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે છેલ્લા કેટલાક મહિનાથી લોકોએ પોતાના ખાન-પાન પર વિશેષ ધ્યાન આપવાનું શરૂ કરી દીધું છે. વિશ્વભરમાં રોગ પ્રતિકારક શક્તિ (Boos immunity) મજબૂત બનાવવા માટે સલાહ આપવામાં આવે છે. કોરોનાથી બચવા માટે પોતાની જીવનશૈલી (Lifestyle)માં ખાસ ફેરફાર કરવો પડશે તે વાત લોકો સમજી ગયા છે. લોકો યોગ (Yoga) ધ્યાન સાથે પોતાના ખોરાક ઉપર પણ ખાસ ધ્યાન આપવા લાગ્યા છે. શરીરમાં દરેક પ્રકારના પોષક તત્વની મળી રહે તે માટે શાકભાજી (Vegetables)નું સેવન ભરપૂર પ્રમાણમાં થવા લાગ્યું છે. અલબત્ત એબીપીના મત મુજબ શાકભાજીનો વધુ પડતો ઉપયોગ પણ હાનિકારક નીવડી શકે છે. તો ચાલો અહીં શાકભાજીમાં વધુ પડતા સેવનથી થતા નુકસાન અંગે જાણીએ.

  આ પણ વાંચો: સુરત પોલીસના બાતમીદારની ઘાતકી હત્યા, આ માટે થઈ હત્યા, કુખ્યાત અનિલ કાઠીએ ઘડ્યો હતો પ્લાન 

  1.બીટ

  શરીરમાં હિમોગ્લોબીન વધારવા અને વજન ઘટાડવા માટે બીટ ફાયદાકારક નીવડે છે. લોકો સલાડ અને સેન્ડવીચમાં તેનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો જ્યુસ તરીકે પણ ભરપૂર ઉપયોગ કરે છે. અલબત્ત, કોઈપણ સારી વસ્તુનું વધુ પડતું સેવન તેની ખરાબ અસર પાડે છે. બીટમાં ઓકસાલેટનું પ્રમાણ ખૂબ હોય છે. જેથી તેનું વધુ પડતું સેવન કિડનીમાં પથરીને આમંત્રણ આપે છે. જેનાથી કેલ્શિયમના અવશોષણમાં તકલીફ પડી શકે છે.

  આ પણ વાંચો: હવે ઘરે સારવાર લેવા પર પણ મળશે વીમો, કંપનીઓને નવી પ્રોડક્ટ લૉંચ કરવા સૂચના

  2. ગાજર

  વિટામીન અને મિનરલથી ભરપૂર ગાજરનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો તમારી સ્કિનના રંગમાં ફરક પડે છે. ગાજરમાં બીટા-કેરોટિન હોય છે. જે શરીરમાં વધુ પ્રમાણમાં જાય તો લોહીની જગ્યાએ સ્કિનમાં એકઠું થવા લાગે છે. પરિણામે હાથ-પગ અને એડી નારંગી તથા પીળા રંગના દેખાય છે.

  આ પણ વાંચો:  સુરત: ટ્રકે ટક્કર મારતા ટેમ્પોમાં સવાર લોકો રોડ પર ફસડાયા, કેટરિંગનો સામાન વેરવિખેર

  3. કાચા શાકભાજી

  સામાન્ય રીતે લોકો સલાડના રૂપમાં બ્રોકોલી, કોબીજ સહિતનું ખાય છે. પરંતુ આ રીતે તેને વધારે માત્રામાં કાચા ખાવામાં આવે તો તમારા પેટમાં ગેસ અને અપચાની સમસ્યા ઊભી થઇ શકે છે. આવા શાકભાજીમાં ખાસ પ્રકારનું શુગર હોય છે. જો તેને રાંધવામાં ન આવે તો પેટમાં ઓગળતું નથી. જેથી શક્ય હોય ત્યાં સુધી તેને હળવું સ્ટીમ કરીને ખાવ.

  4. રીંગણ

  રીંગણમાં રહેલા સોલિનાઇન નર્વસ અને ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. આવી આડઅસરથી બચવા માટે હંમેશા રીંગણને સારી રીતે રાંધો અને મર્યાદિત માત્રામાં ખાઓ. ઘણી વખત લોકોને રીંગણ ખાધા પછી ઉલટી, ચક્કર આવવા અથવા પેટમાં ખેંચાણ આવે તેવી સમસ્યા થઈ શકે છે.
  First published:

  Tags: Coronavirus, Immunity, Lifestyle, Vegetables, આરોગ્ય, ખોરાક