મચકોડ અને દુખાવામાં તેજપત્તા આપે છે રાહત, આ રીતે કરો ઉપયોગ

News18 Gujarati
Updated: October 13, 2019, 4:20 PM IST
મચકોડ અને દુખાવામાં તેજપત્તા આપે છે રાહત, આ રીતે કરો ઉપયોગ
તેજપત્તા તેજપત્તાની ગંધથી વાંદા દૂર ભાગે છે. ઘરના જે ખૂણે વંદા વધુ હોય ત્યાં તેજપત્તાની કેટલીક પત્તીઓ મૂકી રાખો. વંદા આ જગ્યાએથી ભાગી જશે. સામાન્ય રીતે જ્યારે તેજપત્તાને તમે બે હાથમાં મસળો છો તો એક સુગંધ નીકળે છે. જેનાથી કોકરોચ ભાગે છે.

ફક્ત એટલું જ નહીં તેજપત્તાનો લેપ મચકોડ અને નસોનો સોજો ઓછો કરવામાં પણ મદદ કરે છે. તેજપત્તામાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ, એન્ટી-ઈન્ફ્લેમેટરી અને પેઈન કીલિંગ ગુણ પણ રહેલા છે.

  • Share this:
ભારતીય મહિલાઓને તેજપત્તાનો ઉપયોગ ખૂબ સારી રીતે કરતા આવડે છે. રસોઈમાં તેની ફ્લેવર અને સુગંધ ભોજનનો સ્વાદ વધારે છે. પણ શું તમે જાણો છો કે તેજપત્તુ આપણા સ્વાસ્થ્ય માટેપણ ઘણું લાભકારક હોય છે. તેજપત્તાનું સેવન કેન્સર અને હૃદય સંબંધિત બીમારીઓથી બચાવે છે. ફક્ત એટલું જ નહીં તેજપત્તાનો લેપ મચકોડ અને નસોનો સોજો ઓછો કરવામાં પણ મદદ કરે છે. તેજપત્તામાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ, એન્ટી-ઈન્ફ્લેમેટરી અને પેઈન કીલિંગ ગુણ પણ રહેલા છે. તેજપત્તા મચકોડના દુખાવામાં આપે છે રાહત, આ રીતે કરો ઉપયોગ

આ રીતે બનાવો કાઢો
10 ગ્રામ તેજપત્તા, અજમો અને વરિયાળીને સરખી રીતે પીસી લો. પછી તેને 1 લીટર પાણીમાં ઉકળી લો. લગભગ 100 થી 150 ગ્રામ પાણી બચી જાય ત્યાં સુધી ફકાળી ગૅસ બંધ કરી દો. એક દિવસમાં તમે 2 વખત તેનું સેવન કરી શકો છો. તેના નિયમિત સેવનથી મચકોડ અને નસોમાં આવતા સોજા દૂર થાય છે.

મચકોડના દુખાવામાં આરામ
મચકોડ આવવા પર તેડપત્તું, અજમો અને વરિયાળીથી બનાવેલો કાઢો કઈ રામબાણથી ઓછો નથી હોતું. આ દુખાવો અને સોજો ઓછો કરવામા મદદ કરે છે. આ સિવાય તેજપત્તા અને લવિંગને પાણીમાં પીસીને તેનો લેપ પણ લગાવી શકો છો. આ લેપથી તમને દુખાવામાં ઘણી રાહત મળે છે.

નસોના સોજામાં આરામનસોમાં સોજો આવવાથી ગણી તકલીફ થાય છે અને તેનો રોજિંદા કામ પર પણ પ્રભાવ પડે છે. નસોમાં સોજો વધુ ખેંચાણ, ઘા અને નસો પર દબાણ પડવાથી થાય છે. આ સ્થિતિમાં તેજપત્તા, અજમો અને વરિયાળીમાંથી બનાવોલો કાઢો નસોમાં આવતો સોજો ઓછો કરે છે. અને લેપ લગાવવાથી દુખાવામાંથી પણ રાહત મળે છે.

આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં

#કામની વાત: 40-50 વર્ષ પછી કેવી હોય છે સેક્સ લાઈફ?

રેખા ચહેરા પર લગાવે છે આ ચીજ, નહાય છે આ ચીજથી: રેખાની સુંદરતાનું સિક્રેટ

આ 9 ફૂડ ક્યારેય એક સાથે ન લેશો, નહીંતર પડી જશો બીમાર
First published: October 13, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading