તમાલપત્રનાં આ ઉપાયો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે ઘરનું વાતાવરણ પણ કરશે શુદ્ધ

તમાલપત્રનાં આ ઉપાયો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે ઘરનું વાતાવરણ પણ કરશે શુદ્ધ
તમાલપત્રનાં આવા ઉપાય તો તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય.

તમાલપત્રનાં આવા ઉપાય તો તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય.

 • Share this:
  ભારતીય મસાલામાં તમાલપત્રનું એક ખાસ મહત્વ છે. તમાલપત્ર ભોજનનો સ્વાદ બમણો કરી દે છે. જેથી લોકો તેમના ભોજનમાં તમાલપત્રનો ઉપયોગ કરે છે. તે સિવાય તમે જાણતા હશો કે તમાલપત્ર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. તમાલપત્રનું સેવન કરવાથી કેન્સર સહિત હૃદય સંબંધિત બીમારીઓથી બચી શકાય છે. એટલું જ નહી તમાલપત્રનો ઉકાળો અને લેપ મચકોડ આવવા પર અને નસમાં સોજા આવવા પર તેને દૂર કરે છે. તેમા એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, એન્ટી ઇંફ્લામેટ્રી અને દુખાવાને દૂર કરવાના ગુણ રહેલા છે. જેના કારણથી તે દુખાવા માટે લાભાદાયી છે. આ સાથે તમાલપત્રનો ઘરનું વાતાવરણ શુદ્ધ કરવામાં પણ ઉપયોગ કરી શકાય છે. કઇ રીતે તે આપણે જોઇએ.

  ઘણા લોકો તેમના ઘરને સુગંધિત રાખવા માટે બજારમાં મળતા મોંઘાદાટ, કેમિકલવાળા રૂમ ફ્રેશનરનો ઉપયોગ કરે છે. પરંતુ આ મોંઘી પ્રોડક્ટ્સ પર પૈસા ખર્ચ કરવાની જગ્યાએ તમે તમાલપત્રનો ઉપયોગ કરી શકો છો. જેના ઉપયોગથી તમે ઘરમાં સુગંધ ફેલાવી શકો છો.  તમાલપત્રનો ઉપયોગ કરવાની રીત

  • રૂમમાં કે ઘરમાં તમાલપત્રને સળગાવી દો. તેને સળગાવવાથી જે સુગંધ આવે છે તે રૂમ ફ્રેશનરથી પણ વધારે સારી આવશે.

  • પ્રાચીન સમયથી જ તમાલપત્રનો ઉપયોગ આ કામમા કરવામાં આવી રહ્યો છે. તમને આ વાત જાણીને હેરાની થશે કે તમાલપત્ર ફક્ત ઘરમાં સુગંધી માટે જ નહીં પરંતુ તેને સળગાવવાથી તેમાથી આવતી સુગંધથી દિમાગ પણ શાંત રહે છે.

  • તમાલપત્રનો ધુમાડો વાતાવરણમાં રહેલા દુષિત કણોને પણ દૂર કરે છે.

  • જો તમે વધારે પ્રમાણમાં તણાવમાં છો તો તમાલપત્રને સળગાવી તેની સુગંધ લો. તેનાથી તમને તરત રાહત મળશે. આનાથી થાક પણ દૂર થાય છે અને દિમાગની નસોને પણ આરામ મળે છે.

  • તમાલપત્રનો ધુમાડો જ્યારે શ્વાસ દ્વારા આપણા શરીરમાં જાય છે તો આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહે છે.

  • તમાલપત્રના ધુમાડાથી નર્વસ સિસ્ટમ સારી રહે છે અને માનસિક ગતિવિધિઓ પણ તેજ રહે છે.


  આ પણ વાંચો - આ પાંચ ટિપ્સ નખને કોઇપણ જાતનાં સંક્રમણથી બચાવીને સુંદર બનાવશે

  આ પણ વાંચો - તુલસી અને સૂંઠનાં આ ઉપાય કોરોના વાયરસથી રાખશે તમને દૂર, અજમાવી જુઓ

  આ પણ જુઓ - 
  Published by:News18 Gujarati
  First published:May 13, 2020, 15:42 pm

  ટૉપ ન્યૂઝ