Home /News /lifestyle /ગંદી થયેલી ડોલ અને ટબને આ રીતે ચમકાવો

ગંદી થયેલી ડોલ અને ટબને આ રીતે ચમકાવો

આ રીતે માત્ર 2 જ મિનિટમાં ચમકશે બાલ્ટી

    બાથરૂમમાં રાખેલી પ્લાસ્ટિકની બાલ્ટી, ટબ પણ મેલા અને ગંદા થઇ જાતા હોય છે. યુઝ કરતા કરતા તેની અંદર અને બહાર ગંદકી જમા થવા લાગે છે. ખુબ રગડવા છતાં પણ તેની ચમક નજરમાં નથી આવતી. જો કે તેના હટાવા માટે બજારમાં ઘણા એવા પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે પણ આ મોંઘા પ્રોડક્ટ્સના ઉપયોગથી દાગ સાફ થતા નથી. જાણીએ ગંદી બાથરુમમાં રહેલી બાલ્ટીને કેવી રીતે ચમકાવી શકાય.

    આ પ્લાસ્ટિકની બાલ્ટી, ટબ, મગ અને તેની સાથે જોડાયેલા કોઈપણ સામાનને ચમક બે જ મિનિટમાં આપી દેશે.

    પેસ્ટ બનાવો- બેકિંગ સોડા અને વિનેગરના મિશ્રણથી
    આ અસરકારક પેસ્ટને તૈયાર કરવા માટે સૌથી પહેલા બેકિંગ સોડા અને વ્હાઇટ વિનેગરની જરૂર પડશે. જે લગભગ દરેકના ઘરોમાં આસાનીથી મળી જાય છે. જે પ્લાસ્ટિક આઈટમને સાફ કરવાનું છે, તે પ્રમાણે પેસ્ટ તૈયાર કરવાની રહેશે.

    આવી રીતે કરો મિશ્રણ તૈયાર
    પેસ્ટ બનાવા માટે 1 નાની ચમચી બેકિંગ સોડા અને 2 નાની ચમચી વિનેગરને મિક્સ કરો. પેસ્ટ ન તો પાતળું કે ન તો ઘટ હોવું જોઈએ. બેકિંગ સોડા કોઈપણ ચીજને ફુલાવાનું કામ કરે છે માટે જ કેક, ઢોકળા જેવી ચિજોમાં તેનો વપરાશ થાય છે.



    શરૂ કરો ક્લિનીંગ પ્રોસેસ
    જે પ્લાસ્ટિકની બાલ્ટી અને મગને સાફ કરવાના છે, તેના પર સ્ક્ર્બરની મદદથી આ પેસ્ટ લગાવો. ધીમે ધીમે તેને રગડો અને જ્યા ગંદકી વધુ છે, ત્યાં આ પેસ્ટને વધુ લગાવો. 2 મિનિટ સુધી રગડ્યા બાદ બાલ્ટી કે મગને પાણીથી ધોઈ લો. પછી જુઓ તમારી ગંદી બાલ્ટી કે મગ નવા જેવા ચમકવા લાગશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Bathroom, Life style

    विज्ञापन
    विज्ञापन