Home /News /lifestyle /

10 મિનિટમાં જ બનાવો સ્વાદિષ્ટ પાકા કેળાંનો શીરો

10 મિનિટમાં જ બનાવો સ્વાદિષ્ટ પાકા કેળાંનો શીરો

    કેલ્શિયમની ઉણપના લીધે આપણા હાડકા નબળાં પડી જાય છે. તેમજ તેની અસર આપણા વાળ, નખ અને દાંત ઉપર પણ પડતી હોય છેે. ત્યારો કેળાનું સેવન અવશ્ય કરવું જોઈએ... ત્યારે આવો જાણીએ ભૂખ લાગે ત્યારે આ ઝટપટ બનતો કેલ્શિયમથી ભરપૂર શીરો. 10 મિનિટમાં જ બનાવો સ્વાદિષ્ટ પાકા કેળાંનો શીરો..

    પાકા કેળાનો શીરો બનાવવા માટેની સામગ્રી :
    4 પાકા કેળા
    3 ચમચી ઘી
    2 ચમચી ખાંડ
    ચપટી ઈલાયચી પાવડર
    ડ્રાયફ્રૂટ

    પાકા કેળાનો શીરો બનાવવા માટેની રીત:
    સૌ પ્રથમ કેળાની છાલ કાઢીને તેને સમારી લો. ત્યારબાદ એક પેન લઈ તેમાં ઘી લઈ ગરમ થાય એટલે કેળા ઉમેરી 5 મિનિટ મીડિયમ તાપે કેળા ને ચડવા દો. ર મિનિટ પછી કેળાને ગેસ પર જ મૅશ કરી લઈ તેને 2 મિનિટ ચડવા દો. હવે ગૅસ બંધ કરી, એલચી પાવડર મિક્સ કરી ગરમા ગરમ સર્વ કરો. સર્વિંગ કરતી વખતે મનભાવતા કોઇ પણ ડ્રાયફ્રુટ ઉમેરી ગરમા ગરમ સર્વ કરો.
    Published by:Bansari Shah
    First published:

    Tags: Kitchen, ખોરાક, રેસીપી

    આગામી સમાચાર