Banana peel for health: કેળાની છાલ ચપટી વગાડતા જ મટાડી દેશે શરદી-ખાંસીથી થતો ગળાનો દુ:ખાવો
Banana peel for health: કેળાની છાલ ચપટી વગાડતા જ મટાડી દેશે શરદી-ખાંસીથી થતો ગળાનો દુ:ખાવો
કેળાના છાલની તસવીર
banana health tips: કેળાની છાલ (Banana peel) તમારા ગળામાં શરદી-ખાંસીને કારણે થતા દુ:ખાવામાં (Sore throat caused by a cold-cough) રાહત આપે છે. આ અંગે તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram accuont) પર એક પોસ્ટ શેર (post share) કરી છે.
Home Remedy For Throat Pain: કેળા ખાધા બાદ આપણે તેની છાલ ફેંકી દઈએ છીએ, પરંતુ આ નકામી છાલ તમારી ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. પ્રખ્યાત ન્યુટ્રિશનિસ્ટ સોનાલી સબરવાલના (famous nutritionist Sonali Sabharwal) જણાવ્યા અનુસાર, કેળાની છાલ (Banana peel) તમારા ગળામાં શરદી-ખાંસીને કારણે થતા દુ:ખાવામાં (Sore throat caused by a cold-cough) રાહત આપે છે. આ અંગે તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram accuont) પર એક પોસ્ટ શેર (post share) કરી છે. અહીં જાણીએ ગળાના દુ:ખાવાને દૂર કરવા માટે કેળાની છાલ કેવી રીતે ઉપયોગી સાબિત થાય છે.
આ રીતે કરો કેળાની છાલનો ઉપયોગ
શરદી-ખાંસીને કારણે ગળામાં થતો દુ:ખાવો દૂર કરવા માટે કેળાની છાલને ચાર ભાગમાં વહેંચો. હવે ગેસ ચાલુ કરીને તવાને ગેસ પર રાખો. તેના પર ઓછા તાપે કેળાની છાલ ગરમ કરો. ધ્યાન રાખો કે છાલને એટલી જ ગરમ કરવી, જેટલી ગરમ તમે તેને તમારી ત્વચા પર સહન કરી શકો. જ્યારે કેળાની છાલ ગરમ થાય, ત્યારે રૂમાલ લો અથવા જાડુ સુતરાઉ કાપડ લો.
પછી ગરમ કરેલા કેળાની છાલને આ કપડામાં લપેટીને તેને ફોલ્ડ કરો. હવે આ કપડાને તમારા ગળામાં લગાવીને શેક કરો. જો ટુવાલ અથવા કાપડ મોટું હોય અને તેને ગળામાં લપેટવું સહેલું હોય, તો તમે તેને ગરદનની આસપાસ પણ લપેટી શકો છો. આ કાપડથી તમે ત્યાં સુધી શેક શકો છો, જ્યાં સુધી તમને તેની ગરમાહટથી દુઃખાવામાં રાહતનો અનુભવ થાય.
આમ કરવાથી તમને દુઃખાવામાં રાહત મળી શકે છે, પરંતુ ધ્યાન રાખવું કે કેળાની છાલથી ગળાની સફાઈ ત્યારે જ કરવાની રહેશે, જયારે તમને આ દુખાવો શરદી-ખાંસીના કારણે થતો હોય. ગળામાં કોઈ બીજી તકલીફ થવા પર તમારે આ ઉપાય નથી અજમાવવાનો. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખો કે જયારે તમે ગળા પર લપેટેલું કપડું હટાવો, તો કોઈ અન્ય કપડાંથી તમારા ગળાને 10 મિનિટ સુધી ઢાંકીને રાખો. સાથે જ સફાઈ બાદ ઠંડુ પાણી બિલકુલ ન પીવો.
આ રીતે પણ થઇ શકે છે છાલનો ઉપયોગ
- કેળાની છાલને પોતાની સ્કિન પર હલકા હાથે રગાળવાથી ડાઘ દૂર થઇ જાય છે. આ માટે કેળાની છાલ પર અડધી ચમચી મધ અને એક ચપટી હળદર નાંખીને ઉપયોગ કરો.
- આંખનો થાક દૂર કરવા માટે કેળાની છાલનો ઉપયોગ કાકડીના ટુકડાની જેમ કરી શકાય છે. તેનો ઉપયોગ કરતા પહેલા તેને થોડા સમય માટે ફ્રિજમાં રાખો.
- કેળાની છાલ લગાવવાથી પગમાં દુ:ખાવો દૂર કરી શકાય છે. આ માટે કેળાની છાલ ગરમ કરો અને તેને કપડામાં બાંધી દો.
- તમે ચામડાની ચંપલને પોલિશ કરવા માટે કેળાની છાલનો ઉપયોગ કરી શકો છો. આ માટે છાલના સફેદ ભાગને જૂતા પર થોડું ઘસવું.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર