Home /News /lifestyle /કેળાની છાલના ફાયદાઓ: આ રીતે ચાંદીના વાસણો ચમકાવો, જાણો Banana peel નો ઘરમાં કેવી રીતે યુઝ કરશો
કેળાની છાલના ફાયદાઓ: આ રીતે ચાંદીના વાસણો ચમકાવો, જાણો Banana peel નો ઘરમાં કેવી રીતે યુઝ કરશો
કેળાની છાલથી બુટને પોલિશ પણ કરી શકો છો.
Benefits of banana peels: કેળાની છાલને મોટાભાગે લોકો ફેંકી દેતા હોય છે. પરંતુ કેળાની છાલનો તમે ઘરમાં અનેક રીતે ઉપયોગ કરી શકો છો. કેળાની છાલથી તમે ચાંદીના વાસણો મિનિટોમાં ચમકાવી શકો છો. જાણો બીજી કેવી રીતે આ છાલનો ઉપયોગ કરશો.
Banana peel benefits: કેળા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે. કેળા ખાવાથી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. કેળા કેલ્શિયમથી ભરપૂર હોય છે. આ સાથે કેળામાં બીજા અનેક પ્રકારના ગુણો રહેલા હોય છે. કેળા ખાવાથી કબજિયાતથી લઇને બીજી અનેક પ્રકારની સમસ્યાઓમાંથી છૂટકારો મળી જાય છે. કેળામાં મસલ્સ બિલ્ડિંગ કરવાની તાકાત રહેલી હોય છે. આમ, તમને જણાવી દઇએ કેળા કરતા એની છાલ અનેક રીતે ઘર માટે ઉપયોગી બને છે. કેળાની છાલ દાંત અને ત્વચા પર ગ્લો લાવવા માટે બેસ્ટ છે. તો જાણો તમે પણ કેળાની છાલના આ ફાયદાઓ વિશે..
કેળાની છાલથી પાણી શુદ્ધ થાય છે
કેળાની છાલમાં પાણી શુદ્ધ કરવાનું ગુણ રહેલો છે. ઇન્ડસ્ટ્રિયલ એન્ડ એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે કીમા બનાવેલા કેળાની છાલ નદીના પાણીમાંથી લેડ અને કોપર દૂર કરવામાં સક્ષમ હતા. એવામાં શોધકર્તાઓનું માનવુ છે કે કેળાની છાલથી તમે પાણી શુદ્ધ કરી શકો છો.
કેળાની છાલનો ઉપયોગ તમે ચાંદીના વાસણોને સાફ કરવા માટે પણ કરી શકો છો. ચાંદીના વાસણો કાળા થઇ જતા હોય છે. એવામાં તમે કેળાની છાલથી સાફ કરો છો તો મિનિટોમાં સાફ થઇ જાય છે. આ માટે ઘરમાં પડેલા ચાંદીના કાળા વાસણો લો અને કેળાની છાલ લો. પછી આ કેળાની છાલથી ચાંદીના વાસણોને સાફ કરો. આમ કરવાથી કાળાશ તરત દૂર થઇ જશે.
ગાર્ડન માટે ખાતર બનાવો
કેળાની છાલમાંથી તમે ખાતર બનાવી શકો છો. આ ખાતરનો તમે ગાર્ડનમાં અનેક રીતે ઉપયોગ કરી શકો છો. ગાર્ડનમાં છોડ રોપેલા હોય એમાં તમે કેળાની છાલમાંથી બનાવેલુ ખાતર નાખો છો તો છોડ મસ્ત થાય છે. આ માટે તમે કેળાની છાલ લો અને પાણીમાં 10થી 15 મિનિટ માટે ઉકાળો. હવે પાણીને 3 થી 4 દિવસ માટે બહાર રાખો. પછી આ પાણી ખાતરના રૂપમાં બદલાઇ જશે. હવે ખાતરને છોડમાં નાખો. આમ કરવાથી છોડ મસ્ત થઇ જશે.
કેળાની છાલથી તમે બુટને પોલિશ કરી શકો છો. આ માટે કેળાની છાલ લો અને બુટની બહારની બાજુ ઘસો. આમ કરવાથી બુટ સાફ થઇને પોલિશ થઇ જશે.
ચામડાની બેગ સાફ કરો
કેળાની છાલથી તમે ચામડાની બેગ સાફ કરી શકો છો. આ માટે કેળાની છાલ લો અને એમાં નોર્મલ ઓઇલ લગાવો. ત્યારબાદ આ કેળાની છાલથી બેગ સાફ કરો. મિનિટોમાં સાફ થઇ જશે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર