Home /News /lifestyle /મેશ કરેલા કેળામાં આ બે વસ્તુ મિક્સ કરો અને પછી વાળમાં લગાવો, હેર સિલ્કી થશે અને ફટાફટ ગ્રોથ વધશે

મેશ કરેલા કેળામાં આ બે વસ્તુ મિક્સ કરો અને પછી વાળમાં લગાવો, હેર સિલ્કી થશે અને ફટાફટ ગ્રોથ વધશે

હેર કેર ટિપ્સ

Hair care tips: તમારા વાળ પણ બહુ રફ થઇ ગયા છે તો કેળાનો આ રીતે ઉપયોગ કરો. કેળા તમારા હેરની ક્વોલિટી સુધારે છે અને સાથે તમારા વાળને સિલ્કી કરવાનું કામ કરે છે. કેળામાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે જે વાળને પૂરતું પોષણ આપવાનું કામ કામ કરે છે.

વધુ જુઓ ...
  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ ફાસ્ટ લાઇફમાં મોટાભાગનાં લોકોને વાળની તકલીફ હોય છે. કોઇને વાળ વધારે ખરે છે, તો કોઇના વાળમાં વારંવાર ખોડો થઇ જાય છે. આ સાથે જ કોઇને વાળનો ગ્રોથ વધતો નથી તો કોઇના હેર એકદમ રફ હોય છે. જો કે વાળની લગતી આ સમસ્યાઓ પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. વાત કરવામાં આવે તો આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો પોતાના હેરનું ધ્યાન બરાબર રાખી શકતા નથી જેના કારણે આ સમસ્યા વધતી જાય છે. આમ, જો તમે વાળમાં આ રીતે બનાના મેશ કરીને નાંખશો તો હેર સિલ્કી થશે અને સાથે વાળનો ગ્રોથ પણ મસ્ત વધશે.

  કેળામાંથી પેસ્ટ બનાવો  • બે કેળા


  આ પણ વાંચો:ચહેરા પર તરત ગ્લો લાવવા આ રીતે કોફી લગાવો

  • એક ચમચી મધ

  • એક વિટામીન ઇ કેપ્સુલ


  આ રીતે બનાવો


  આ પેસ્ટ બનાવવા માટે સૌ પ્રથમ બે પાકા કેળા લો. હવે એક બાઉલ લો અને એમાં આ કેળાને મેશ કરી લો. મેશ કરેલા કેળામાં એક ચમચી મધ નાંખો અને એક વિટામીન ઇની કેપ્સુલ નાંખો. હવે આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લો અને સ્મૂધ પેસ્ટ બનાવી લો.

  આ રીતે વાળમાં લગાવો


  આ પેસ્ટને વાળમાં લગાવવા માટે પહેલાં હેર વોશ કરી લો. હેર વોશ કર્યા પછી વાળ બરાબર સૂકાઇ જાય એટલે આ પેસ્ટ વાળમાં લગાવો અને ઉપરથી શાવર કેપ પહેરી લો. આ પેસ્ટને ઓછામાં ઓછી અડધો કલાક વાળમાં રહેવા દો.

  આ પણ વાંચો:સેેનેટરી પેડથી પડેલા રેશિસમાંથી આ રીતે છૂટકારો મેળવો

  અડધો કલાક પછી હેર વોશ કરી લો. ખાસ ધ્યાન એ રાખો કે હેર વોશ કર્યાનાં પહેલાં અને પછી કન્ડિશનર કરવાનું નથી. હેર વોશ કર્યા પછી તરત જ તમને વાળમાં ફરક દેખાશે. આ પેસ્ટ તમારે અઠવાડિયામાં બેથી ત્રણ વાર લગાવવાની રહેશે. આ પેસ્ટનો તમે રેગ્યુલર વાળમાં ઉપયોગ કરશો તો હેર સિલ્કી થશે અને હેરનો ગ્રોથ પણ મસ્ત વધશે.  તમને જણાવી દઇએ કે કેળાની આ પેસ્ટનો તમે રેગ્યુલર યુઝ કરો છો તો તમારે ક્યારે પણ સ્પા કરાવવાની જરૂર પડતી નથી. કેળાથી તમારી હેરની ક્વોલિટી સુધરે છે અને સાથે હેરની અનેક સમસ્યાઓ દૂર થાય છે.
  Published by:Niyati Modi
  First published:

  Tags: Hair Care tips, Life style

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन