કેળાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તે શરીરમાં આયર્નની કમીને પૂરી કરે છે અને શરીરને એનર્જીથી ભરી દે છે. તો દહીં પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેમાં રહેલા ગુડ બેક્ટેરિયા પાનચ તંત્રને મજબૂત બનાવે છે અને પેટની સમસ્યાઓને દૂર કરે છે. જોકે તમે મોટાભાગના લોકોને કેળાની સાથે દૂધનું સેવન કરતા જોયા હશે. પરંતુ શું તમે જાણો છો કે કેળાની સાથે દહીંનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદાઓ થાય છે અને શરીરને ઘણી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી બચાવી શકાય છે.
દહીમાં ભરપૂર માત્રામાં ગુડ બેક્ટેરિયા, કેલ્શિયમ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, તો સાથે જ કેળામાં વિટામિન, આયર્ન અને ફાઇબર હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. કેળા અને દહીં તમે તમારા બ્રેકફાસ્ટમાં સામેલ કરી શકો છો. આવો જાણીએ દહીં અને કેળાને એક સાથે ખાવાથી શું ફાયદાઓ થાય છે.
કબજીયાતની સમસ્યાથી મળશે છૂટકારો
જો તમે નિયમિત રીતે કબજીયાતની સમસ્યાથી પરેશાન છો તો તમે નાસ્તામાં કેળા અને દહીં ખાઇ શકો છો. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે અને કબજીયાતની સમસ્યા દૂર કરવા માટે દહીંમાં કેળા અને કિશમિશ નાંખીને ખાવાથી રાહત મળશે.
દહીં અને કેળા બંનેમાં ફાઇબરની માત્રા વધુ હોય છે. દહીંમાં કેળા નાખીને ખાવીથી શરીરનું ફેટ ઝડપથી બર્ન થાય છે. દહીં અને કેળાને બ્રેકફાસ્ટમાં ખાવાથી પેટ લાંબા સમય સુધી ભર્યુ રહે છે અને તમે વધુ ખાવાથી બચી શકશો. જેથી તમારો વજન કંટ્રોલમાં રહેશે.
કેળામાં રહેલ ફાઇબર દહીંના ગુડ બેક્ટેરિયાને સપોર્ટ કરે છે. તેનાથી કેલ્શિયમનું એબ્ઝોપ્શન સારી રીતે થાય છે. બ્રેકફાસ્ટમાં દહીં અને કેળાના સેવનથી હાડકાઓ મજબૂત બનાવી શકાય છે.
શરીરને આપશે એનર્જી
જો તમે ખૂબ થાક અનુભવો છો તો તમારા માટે કેળા અને દહીંનું સેવન ખૂબ ફાયદાકારક છે. કેળા અને દહીંને નાસ્તમાં ખાવાથી શરીરમાં દિવસ ભર એનર્જી જળવાઇ રહે છે અને થાક પણ લાગતો નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર