Home /News /lifestyle /ચીઝ-માખણથી લઇને આ વસ્તુઓ ખાવાથી નસોમાં જમા થાય છે કોલેસ્ટ્રોલ, બંધ કરી દો નહીં તો હાર્ટ એટેક..

ચીઝ-માખણથી લઇને આ વસ્તુઓ ખાવાથી નસોમાં જમા થાય છે કોલેસ્ટ્રોલ, બંધ કરી દો નહીં તો હાર્ટ એટેક..

આ ખોરાક ખાવાનું બંધ કરી દો.

Health care tips: આજનાં આ સમયમાં યુવા વર્ગ પણ કોલેસ્ટ્રોલની ઝપેટમાં આવી રહ્યા છે. કોલેસ્ટ્રોલ શરીરમાં વધતા બીજી અનેક બીમારીઓને આમત્રંણ મળે છે. આ માટે કોલેસ્ટ્રોલને કરવુ ખૂબ જરૂરી છે. ખરાબ કોલેસ્ટ્રોલ કારણે હાર્ટ એટેક આવવાના ચાન્સિસ પણ વધી જાય છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કોલેસ્ટ્રોલ વધવાને કારણે હાર્ટને લગતી અનેક બીમારીઓની સંભાવના વધી જાય છે. કોલેસ્ટ્રોલ જ્યારે નસોમાં જમા થવા લાગે ત્યારે હાર્ટ સુધી લોહી સારી રીતે પહોંચતુ નથી. આ કારણે શરીરનું બ્લડ સર્કુલેશન પર ખરાબ અસર પડે છે. આ કારણે જ હાર્ટને લગતી બીમારીઓનું જોખમ વધી જાય છે. આ સમસ્યાનો શિકાર મોટી ઉંમરના લોકો જ નહીં પરંતુ નાની ઉંમરના એટલે કે યંગ લોકો પણ ઝડપથી બની રહ્યા છે. એવામાં તમે હાર્ટને સ્વસ્થ રાખવા માટે આ ફૂડ્સનું સેવન બંધ કરી દો. આ ટાઇપના ફૂડ્સ ખાવાને કારણે બેડ કોલેસ્ટ્રોલ ઝડપથી વધે છે. તો જાણી લો કોલેસ્ટ્રોલ કયા ફૂડ્સ ખાવાથી વધે છે.

    આ પણ વાંચો:વજન ઉતારી રહ્યા છો તો રસોડામાંથી ફેંકી દો આ વસ્તુઓ

    માખણ


    આજના આ સમયમાં માખણનો ઉપયોગ વધી ગયો છે. અનેક લોકો નાસ્તામાં ચીઝ અને બટરનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં કરતા હોય છે. માખણનું વઘારે સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ હાઇ થઇ શકે છે. આ કારણે નસોમાં પ્લાક જમા થઇ શકે છે. માખણમાં ફેટની માત્રા વઘારે હોય છે જે હાર્ટ એટેકનું કારણ બની શકે છે. આ માટે માખણથી દૂર રહો.

    આ પણ વાંચો:દરરોજ સવારમાં ખજૂર અને દૂધ મિક્સ કરીને પીઓ

    ફ્રાઇડ અને ફાસ્ટ ફૂડ ના ખાઓ


    ડીપ ફ્રાઇડ ફૂડ અને ફાસ્ટ ફૂડ કોલેસ્ટ્રોલને ઝડપથી વધારવાનું કામ કરે છે. આ હાર્ટ બ્લોકેજનું કારણ બની શકે છે. તમે હાર્ટ એટેક અને સ્ટેંટ સર્જરી જેવી હાલતથી બચવા ઇચ્છો છો તો તેલ અને મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો. આ ટાઇપનો ખોરાક તમારી હેલ્થને અનેક રીતે નુકસાન પહોંચાડે છે.

    બિસ્કિટ અને ટોસ્ટ


    ચાની સાથે અનેક લોકોને બિસ્કિટ અને ટોસ્ટ ખાવાની આદત હોય છે. બિસ્કિટ અને ટોસ્ટ ખાવાથી હેલ્થને અનેક રીતે નુકસાન થાય છે. આ વસ્તુઓમાં સેચ્યુરેટેડ ફેટ હોય છે, જે હાર્ટ ડિસીઝનું કારણ બની શકે છે. આ સાથે જ કોલેસ્ટ્રોલને વધતુ રોકે છે. આ માટે હંમેશા બિસ્કિટ અને ટોસ્ટ ખાવાનું ટાળો.


    આઇસ્ક્રીમ


    આઇસ્ક્રીમ ખાવો કોને ના ગમે? આઇસ્ક્રીમનો ટેસ્ટ દરેક લોકોને ગમતો હોય છે. તમે ઇચ્છો છો કે તમારું શરીર સ્વસ્થ રહે તો તમે આઇસ્ક્રીમ ખાવાનું ટાળો. હાર્ટ માટે આઇસ્ક્રીમ ખાવું એ ઘાતક સાબિત થઇ શકે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Bad Cholesterol, Cholesterol, Health care tips, Life Style News

    विज्ञापन
    विज्ञापन