Home /News /lifestyle /શરીરમાં રહેલા Bad Cholesterol ને તરત જ કંટ્રોલમાં કરે છે આ વસ્તુ, આજે જ ડાયટમાં સામેલ કરો

શરીરમાં રહેલા Bad Cholesterol ને તરત જ કંટ્રોલમાં કરે છે આ વસ્તુ, આજે જ ડાયટમાં સામેલ કરો

કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવુ જરૂરી છે.

Bad cholesterol: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો પોતાની હેલ્થ પર પ્રોપર રીતે ધ્યાન આપી શકતા નથી. પ્રોપર હેલ્થનું ધ્યાન ના રાખી શકવાને કારણે અનેક બીમારીઓ શરીરમાં એન્ટ્રી કરવા લાગે છે અને સાથે તમે જલદી જ બીમાર પડી જાવો છો.

લાઇફ સ્ટાઇલ: શરીરમાં 200mg/dl થી ઓછા કોલેસ્ટ્રોલની માત્રાને નોર્મલ માનવામાં આવે છે, જ્યારે આનાથી વધારે માત્રા શરીરમાં કોલેસ્ટ્રોલ જમા થવા લાગે ત્યારે અનેક પ્રકારની સમસ્યાઓ થવાના ચાન્સિસ વધી જાય છે. શરીરના અંગો અનેક પ્રકારે પ્રભાવિત થઇ શકે છે. વધતા કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરતા તમે કરતા નથી તો સ્વાસ્થ્ય માટે અનેક રીતે નુકસાનદાયક સાબિત થઇ શકે છે. આ માટે જરૂરી છે કે વધતા કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવું. આ સમસ્યામાંથી પસાર થતા લોકોએ હાઇ ફેટના ફૂડ્સનું સેવન કરવુ જોઇએ નહીં. તો જાણી લો તમે પણ એવા ફૂડ્સ વિશે જે તમારે ડાયટમાં એડ કરવા જોઇએ.

આ પણ વાંચો:આ ફ્રૂટ ખાઓ અને એસિડિટીમાંથી રાહત મેળવો

ઓટ્સ


તમે ઓટ્સને ડાયટમાં સામેલ કરો છો તો સૌથી બેસ્ટ છે. ઓટ્સ હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. એક બાઉલ ઓટ્સનું સેવન તમે કરો છો તો કોલેસ્ટ્રોલ પર કંટ્રોલ મેળવી શકો છો. આ સિવાય તમે બાજરી, જઉં પણ ડાયટમાં એડ કરી શકો છો. વજન ઉતારવા માટે ઓટ્સ સૌથી બેસ્ટ ખોરાક છે.

સ્ટાર્ચ વગરનાં શાકભાજી


બ્રોકલી, ફુલાવર, ટામેટા, મરચા, અજમો, ગાજર, ડુંગળી જેવા સ્ટાર્ચ વગરનાં શાકભાજી તમે ડાયટમાં એડ કરો છો તો સૌથી બેસ્ટ છે. આ બધા જ શાકભાજીમાં કેલરની માત્રા ઓછી હોય છે અને ફાઇબર તેમજ પ્રોટીનથી ભરપૂર હોય છે.

આ પણ વાંચો:આ કારણે પેટમાં પડે છે કીડા

ડ્રાય ફ્રૂટ્સ અને સીડ્સ


અખરોટ, બદામ જેવા ડ્રાય ફ્રૂટ્સ અને ચીયા સિડ્સ તેમજ ફ્લેક્સ સિડ્સનું સેવન કરો છો શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલની માત્રા વધી શકે છે. આ વસ્તુઓમાંથી મળતા પોષક તત્વો હાર્ટ હેલ્થ સુધારવામાં મદદ કરે છે. સ્નેક્સના રૂપમાં તમે આનું સેવન કરી શકો છો.

સોયાબીન અને ટોફુ


સોયાબીન અને ટોફુ પણ તમે ડાયટમાં એડ કરો છો તો સૌથી બેસ્ટ છે. શાકાહારી છો તો આ બે વસ્તુ તમે જરૂરથી ખાવાનું શરૂ કરી દો. આ સિવાય નોન વેજ ખાતા લોકો ટ્યૂના ફિશ, સેલ્મન ફિશનું સેવન તમે કરી શકો છો.


ખાટા ફળો


ખાટા ફળો તમારા કોલેસ્ટ્રોલ સ્તરને ઓછુ કરવામાં સૌથી બેસ્ટ છે. લીંબુ, સંતરા જેવા અનેક ફળો તમે ડાયટમાં એડ કરી શકો છો.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવાતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: Bad Cholesterol, Fruits, Health care tips, Life Style News