Home /News /lifestyle /

શું તમે પણ શ્વાસની દુર્ગંધથી પરેશાન છો? અહીં જાણો તેના કારણો અને બચવાના ઉપાય

શું તમે પણ શ્વાસની દુર્ગંધથી પરેશાન છો? અહીં જાણો તેના કારણો અને બચવાના ઉપાય

અનેક લોકો શ્વાસની દુર્ગંધથી પરેશાન હોય છે. (Shutterstock તસવીર)

Bad breath problem:  વાસ આવવાના કેટલાક કારણો જેવા કે ફેંફસામાં રસી, ફેફસાનું કેન્સર, સાયનસનો સોજો, શરદી, ટી.બી., ડાયાબીટીસ, હોજરીનું કેન્સર, લોહીનું કેન્સર, કમળો, નાકમાં મસા, ગળાનું ઇન્ફેકશન હોઈ શકે છે.

મુંબઈ: શ્વાસની દુર્ગંધ (Bad breath) એટલે કે મોમાંથી આવતી ખરાબ વાસ. આ એક એવી સમસ્યા છે જે સમસ્યાથી મોટાભાગના લોકો પરેશાન છે. કેટલીકવાર આ દુર્ગંધ એવી ખરાબ હોય છે કે કોઈની સાથે વાત કરવી પણ મુશ્કેલ બની જાય છે. શ્વાસમાંથી આવતી દુર્ગંધની સમસ્યાથી મોટાભાગના લોકો પીડાતા હોય છે પણ પોતાની આ સમસ્યા વિશે તે કોઈને ખુલીને કહી શકતા નથી. શ્વાસમાં દુર્ગંધના ઘણા કારણો (Common reasons for bad breath) હોઈ શકે છે, પણ જો શ્વાસમાં આવતી દુર્ગંધના કારણથી તમે વાકેફ હશો તો સરળતાથી તેનો ઉપચાર કરી શકાય છે. મોંઢામાંથી આવતી વાસથી લગ્નજીવન, ધંધાદારી કે સામાજીક સંપર્કોને અસર થતી હોવાથી ઘણા લોકો તેના વિષે ખૂબ ચિંતાગ્રસ્ત હોય છે અને ખૂબ જ શરમ અનુભવે છે. તેથી આ સમસ્યાને હલ કરવી (How to cure bad breath problem) ખૂબ જ જરૂરી છે.

ડાયટીશિયન અને ન્યુટ્રીશનીસ્ટ સકીના મુસ્તાનસીર (Sakina Mustansir,) જણાવે છે કે, સ્વાસમાં આવતી વાસ કે દુર્ગંધને મેડિકલ ભાષામાં હેલીટોસીસ (Halitosis) કહેવામાં આવે છે. હેલીટોસીસએ મોઢામાંથી આવતી એક અસામાન્ય દુર્ગંધ દર્શાવતી ટર્મ છે. આના ઘણા કારણો હોઈ શકે છે જેમાં મોઢાની યોગ્ય સફાઈ ન રાખવી અથવા તો મોં, દાંત, પેઢા, ગળું અને પાચન તંત્રને લગતી કોઈ શારિરીક સમસ્યા. 80% કિસ્સામાં ખરાબ વાસનું કારણ દાંત કે મોંઢાના રોગોને કારણે હોય છે. જેમ કે દાંતનો સડો અને પાયોરીયા.

વધુમાં મુસ્તાનસીર જણાવે છે કે, જે પણ ખોરાક આપણે ખાઈએ છીએ તે લોહીમાં એબ્જોર્બ થતા પહેલા અન્નનળીમાંથી પસાર થાય છે. જ્યારે પણ કોઈ કારણોસર આ ખોરાકના કણ ફેંફસા અથવા શ્વાસ નળીમાં જતા રહે છે તો તેનાથી શ્વસન પર અસર થતી હોય છે. માત્ર તીવ્ર વાસ ધરાવતી વસ્તુઓ ખાવી એ માઢાની દુર્ગંધનું એકમાત્ર કારણ નથી, આની પાછળ ઘણા એવા તબીબી કારણો પણ હોઈ શકે છે જેના વિશે તમને કદાચ કોઈ જાણકારી પણ ન હોય. નિયમિત બ્રશ અથવા ફ્લોસ કરવું એ બેડ બ્રીધથી છૂટકારો મેળવવાનો એક ટેમ્પરરી ઉપાય છે પણ તેનાથી લાંબા ગાળાની રાહત મળતી નથી.

વાસ આવવાના કેટલાક કારણો જેવા કે ફેંફસામાં રસી, ફેફસાનું કેન્સર, સાયનસનો સોજો, શરદી, ટી.બી., ડાયાબીટીસ, હોજરીનું કેન્સર, લોહીનું કેન્સર, કમળો, નાકમાં મસા, ગળાનું ઇન્ફેકશન હોઈ શકે છે. કેટલાક ખોરાકથી પણ મોંમાં વાસ આવે છે જેમ કે લસણ, ડુંગળી કે આલ્કોહોલ. મોંઢેથી શ્વાસ લેવાની ટેવથી પણ વાસ આવે છે પણ તે ટૂંકા સમય માટે અને સામાન્ય હોય છે. અન્ય કોઈ બીમારીને કારણે જો તાવ આવતો હોય તો પણ મોંમાંથી વાસ આવવી સામાન્ય છે. કેટલીક સ્ત્રીઓને માસિક દરમિયાન મોંમાંથી વાસ આવે છે તે પણ કોઈ ચિંતાનો વિષય નથી.

મોંની વાસનું કારણ બનતા ખાદ્ય પદાર્થો

મુસ્તાન્સીરના જણાવ્યા અનુસાર ઘણી બધી વખત આપણે ક્રેવિગ્સ કે અન્ય કારણોસર ઘણી બઘી એવી વસ્તુઓ ખાતા હોઈએ છીએ જેના કારણે શ્વાસમાં દુર્ગંધ આવે છે. ચીઝ, કેટલાક મસાલા, ઓરેંજ જ્યુસ, સોડા, પેસ્ટ્રામી અને આલ્કોહોલ વગારા કેટલાક પદાર્થો છે જે મોંઢામાં વાસનું કારણ બની શકે છે.

કેટલાક લોકોના મતે માઉથ વોશથી શ્વાસની દુર્ગંધ કાયમી દૂર થાય છે પણ ખરેખર તેવું હોતું નથી. માઉથ વોશથી શ્વાસની દુર્ગંધ હંગામી રીતે દૂર થાય છે. પણ જો કોઈ અનેય મેડિકલ કંડિશનને કારણે આ દુર્ગંધ આવતી હોય તો માઉથ વોશથી તેમાં કોઈ રાહત મળી નથી. જો તમે માઉથ વોશ વાપરતા હોવ તો એન્ટિસેપ્ટીક દુર્ગંધ ફેલાવતાં બેક્ટેરીયાને દૂર કરતા અને પ્લાંકમાં ઘટાડો કરતા માઉથ વોશ જે ઈન્ડિયન ડેન્ટલ એસોશીયેશન (આઈડીએ) પ્રમાણીત હોય તે વાપરવા જોઈએ.

જો તમારે શ્વાસની દુર્ગંધ દૂર કરવી હોય તો તમારાં દાંત અને મોંની યોગ્ય માવજત કરો. કેટલીક ખાંડ વગરની ચાવવાની ગોળી હંગામી ધોરણે આ દુર્ગંધ દૂર કરી શકે છે. જો તમે યોગ્ય રીતે બ્રશ અને ફ્લોસ કરતાં હોવ, નિયમિત રીતે દાંત સફાઈ માટે દંત ચિકિત્સક પાસે જતાં હોવ છતાં પણ જો શ્વાસમાં દુર્ગંધ આવતી હોય તો તમને સાઈનસાઈટીસ કે પેઢાંનો રોગ હોઈ શકે છે. જો તમને આ સમસ્યા હોય તો તમે દંતચિકિત્સકનો સંપર્ક કરી શકો. તે તમારી શ્વાસની દુર્ગંધનું યોગ્ય કારણ જણાવી તેની સારવાર કરી શકે છે.

શ્વાસની દુર્ગંધના કારણો અને ઉપાયો

ખોરાક: આપણે ત્યા એક જુની કહેવત છે કે તમે જે ખાઓ છો તેવા જ તમે થઈ જાઓ છો. આપણે જે પણ ખોરાક ખાઈએ છે તે આપણા દાંતની વચ્ચે ફસાઈ જાય તેની સક્યતા નકારી શકાય તેમ નથી. જ્યારે પણ આ પ્રકારે દામતની વચ્ચે લામબા સમય સુધી ખોરાક ફસાયેલો રહે છે તો તેમાં બેક્ટેરિયા અને જર્મ્સ પેદા થાય છે. આ બેક્ટેરીયા દ્રારા મુક્ત થતાં સલ્ફર ને કારણે વ્યક્તિનાં શ્વાસમાથી દુર્ગંધ આવે છે. લસણ, ડુંગળી અને કેટલાક મસાલા જો લાંબા સમય સુધી શરીરમાં રહે તો તે પણ વાસનુ કારણ બની શકે છે.

ખોરાકનો આપણા શ્વાસની દુર્ગંધ સાથે સીધો સંબંધ છે માટે કોઈપણ વસ્તુ ખતી વખતે આ બાબતનું ધ્યાન રાખવું અને જમ્યા પછી કોગળા ચોક્કસથી કરવા.

bad breath problem.
શ્વાસની દુર્ગંધના અનેક કારણ હોય છે.


ડીહાઈડ્રેશન: જ્યારે પણ આપણે લાંબા સમય સુધી પાણી કે કોઈ પણ લીક્વીડનું સેવન નથી કરતા ત્યારે આપણું મોઢું સુકાય છે, આ સુકા મોઢામાં શ્વાસમાં વાસનું કારયમ બનતા બેક્ટેરિયા ઝડપથી વિકસીત થાય છે. આપણી લાર આ બેક્ટેરિયાને દુર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. શુષ્ક મોં માં મૃત કોષો જીભ, ગાલ અને પેઢાં પર જમા થાય છે. જ્યારે આ મૃત કોષોનું વિઘટન થાય છે ત્યારે ખરાબ વાસ આવે છે. મોટેભાગે નિંદ્રાનાં સમય દરમિયાન મોં સૂકું થઈ જાય છે તેથી સવારમાં જ્યારે પણ ઉઁઘીને ઉઠીયે તો મોટાભાગના લોકોને બેડ બ્રીધનો અનુભવ થાય છે. આપણા મોઢા અને દાંતની જેમ જીબ પર પણ બેક્ટેરિયા હોય છે તેથી જીભની સફાઈનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

ડીહાઈડ્રેશનને કારણે થતી શ્વાસની દુર્ગંધથી બચવા માટે દિવસ દરમ્યાન પુરતા પ્રમાણમાં પાણી અને હેલ્ધી લિક્વીડ્સ લેવા જોઈએ.

ટોબેકો ઉત્પાદનોનું સેવન: ધુમ્રપાનને કારણે મોં શુષ્ક થઈ જાય છે અને તેને કારણે તીવ્ર અને અસહ્યનીય શ્વાસની દુર્ગંધ પેદાં થાય છે. તમાકુ સેવન કરનારાઓમાં પાયોરીયા રોગ લાગુ પડવાની સંભાવનાઓ રહે છે. જે શ્વાસની દુર્ગંધનું વધુ એક કારણ છે. આવા લોકો જો આ સમસ્યાથી છુટકારો મેળવવા ઈચ્છતા હોય તો ભોજન પછી તેમણે સેકેલા મેથીના દાણા અથવા વરિયાળીનું સેવન કરવું જોઈએ, જે ખોરાકને પચાવવા અને શ્વાસની દુર્ગંધને દુર કરવા બંનેમાં કારગર સાબિત થશે.

દવાઓ: એન્ટિડિપ્રેસન્ટ્સ અને એલર્જી સહિત 400 થી વધુ દવાઓ મોંમાં લાળના પ્રવાહને અટકાવે છે જેથી મોઢામાં દુગ્રંધની સમસ્યા ઉભી થાય છે, સાથે જ કોઈ પણ રોગ કે તકલીફને મટાડવા માટે દવા લોહીમાં કેમિકલ્સ રિલીઝ કરે છે જે દુર્ગંધનું કારણ બને છે. ફિનોથિયાજાઈન્સ, કીમોથેરાપી કેમિકલ્સ અને નાઈટ્રેટ એવા કેટલાક દવાના કેમિકલ્સ છે જે લોહીમાં શોષાવા માટે ઘણો જ વદ સમય લે છે જેને કારણે શ્વાસમાં દુર્ગંદની સમસ્યા જોવા મળે છે. આ પ્રકારની સમસ્યાથી છુટકાકો મેળવવા માટે સવાર અને સાંજે નવશેકા પાણીમાં અડધું લીંબુ નીચોવીને પીવું જોઈએ.

આલ્કોહોલ અને કોફીનું વધુ પડતું સેવન: આ બંને પીણાંમાં તીવ્ર સ્વાદ હોય છે જે પીણા પીધાના કેટલાક કલાકો સુધી મોમાં રહે છે. કોફી અને આલ્કોહોલ બંને લાળનું ઉત્પાદન ઘટાડે છે જેનો અર્થ એ છે કે તમારું મોંએ બેક્ટેરિયાને જેટલી સાફ કરવું જોઈએ તેટલી વાર સાફ કરતું નથી. આ બેક્ટેરિયાને તમારા મોંમાં રહેવા દે છે અને તે ખરાબ શ્વાસનું કારણ બની શકે છે. તેથી આ બંને વસ્તુના ઈન્ટેક પર નિયંત્રણ લાવવું ફાયદાકારક છે. આલ્કોહોલ લીધા બાદ જો વ્યક્તિ જમવાનું ટાળે છે તો આ પણ વાસનુ એક કારણ બની શકે છે. ગાજર, પાલક અને ખાટા ફળો શ્વાસને વાસરહિત રાખવામાં ઉપયોગી થાય છે.

આપણું મોં શરીરમાં એક બારી છે તેથી જો કોઈ દુર્ગંધ આવે તો તે એક નિશાની છે કે આ શરીરમાં અસંતુલનનું કોઈ કારણ છે જેની સારવાર કરવવી જરૂરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Fitness, Lifestyle, આરોગ્ય

આગામી સમાચાર