Home /News /lifestyle /પીઠ અને કમરનો દુખાવો છૂ કરવા આ અસરકારક નુસખા અજમાવો, તરત જ રાહત થઇ જશે

પીઠ અને કમરનો દુખાવો છૂ કરવા આ અસરકારક નુસખા અજમાવો, તરત જ રાહત થઇ જશે

પીઠનો દુખાવો વ્યક્તિને હેરાન કરી દે છે.

Lower and back pain relif: આજનાં આ સમયમાં અનેક લોકોને કમર અને પીઠનો દુખાવો થતો હોય છે. કમર અને પીઠનો દુખાવો થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આમ, જો તમને પણ કમર અને પીઠનો દુખાવો થાય છે તો આ અસરકારક ઘરેલું ઉપાયો તમારા માટે બેસ્ટ છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કમર અને પીઠના દુખાવાથી અનેક લોકો કંટાળી જતા હોય છે. કમર અને પીઠના દુખાવા થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. કમર અને પીઠના દુખાવા થવા પાછળનું એક કારણ સતત બેસી રહીને કામ કરવાનું પણ હોઇ શકે છે. ઘણાં લોકોને સતત કમર અને પીઠનો દુખાવો થતો હોય છે. આમાં સર્જિકલ ડિલિવરી, ખોટી રીતે ઊંઘવુ, ભારે સામાન ઉઠાવવો પણ એક કારણ હોઇ શકે છે. પીઠ અને કમરના દુખાવાને દૂર કરવા માટે અનેક પ્રકારની દવાઓ છે પરંતુ આ ટાઇપની પેન કિલર લેવાથી સ્વાસ્થ્યને લાંબા ગાળે નુકસાન થાય છે. આ માટે આર્યુવેદિક ઉપચારથી જ તમે કમરના દુખાવામાંથી રાહત મેળવી શકો છો. તો જાણો આ ઉપાયો વિશે તમે પણ..

    • કમર અને પીઠના દુખાવામાંથી રાહત મેળવવા માટે તમે માલિશ કરી શકો છો. માલિશ કરવાથી પીઠના અને કમરના દુખાવામાંથી તમને રાહત મળે છે. માલિશ આ ટાઇપના દુખાવામાંથી તમને રાહત અપાવે છે.

    • સ્ટ્રેચિંગ એક બેસ્ટ એક્સેસાઇઝ છે. શરીરમાં શક્તિ લાવવા અને સાથે લચીલુંપણું દૂર કરવા માટે તમે સ્ટ્રચિંગ કરો છો તો સૌથી બેસ્ટ છે. આ ટાઇપની એક્સેસાઇઝ તમને કમર અને પીઠના દુખાવામાંથી રાહત મેળવી શકો છો.

    • ઘણી વાર ઉંમર સંબંધિત દુખાવો પણ થઇ શકે છે. વધતી ઉંમર થવા પર પણ પીઠ અને કમરનો દુખાવો થતો હોય છે. આ સાથે જ કેલ્શિયમની ઉણપ પણ દૂર થાય છે. આમ, જો તમે રોજ એક્સેસાઇઝ કરો છો તો કમર અને પીઠના દુખાવામાંથી તમને આરામ મળે છે. આ એક્સેસાઇઝ તમે પહેલાં કોઇ ટ્રેનર સાથે શીખી લો અને પછી કરો જેથી કરીને કોઇ ખોટી એક્સેસાઇઝ થાય નહીં અને તમને દુખાવામાંથી આરામ મળે.

    • સતત બેસીને વર્ક કરવાથી પણ પીઠ અને કમરનો દુખાવો થતો હોય છે. આ માટે તમે 10 થી 15 મિનિટના વચ્ચે એક વાર ઉભા થવાની આદત પાડો. આમ કરવાથી તમે પીઠનો અને કમરનો દુખાવો થશે નહીં.

    • તમારું વજન વધારે છે તો તમે સૌથી પહેલા વેઇટ લોસ કરો. વજન વધારે હોવાને કારણે પણ પીઠનો દુખાવો થતો હોય છે. આમ જો તમે વજન ઓછુ કરો છો તો આ દુખાવામાંથી રાહત મળે છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Back Pain, Health care tips, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन