Home /News /lifestyle /નાના ભૂલકાઓ નાજુક હોય છે: આ રીતે બ્રેડ+દૂધથી સ્કિનને કરી દો ગોરી-ગોરી, આ રીતે લગાવો, શ્યામ નહીં લાગે
નાના ભૂલકાઓ નાજુક હોય છે: આ રીતે બ્રેડ+દૂધથી સ્કિનને કરી દો ગોરી-ગોરી, આ રીતે લગાવો, શ્યામ નહીં લાગે
ચણાનો લોટ પણ ફાયદાકારક છે.
How to clean babies skin: નાના બાળકોની સ્કિન બહુ નાજુક હોય છે. આ માટે શરૂઆતના સમયમાં કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો જોઇએ નહીં. એવામાં તમે બેબીની સ્કિનને નેચરલી વ્હાઇટ કરવા માટે ફોલો કરો આ ટિપ્સ.
Child care: ન્યૂબોર્ન બેબીની સ્કિન બહુ નાજુક હોય છે. આ કારણે એમની સ્કિન પર કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો જોઇએ નહીં. આજે અમે તમને કેટલીક નેચરલ ટિપ્સ જણાવીશું જેની મદદથી બાળકોની સ્કિન મસ્ત ગોરી-ગોરી થઇ જશે અને સાથે ક્લિન પણ થશે. આ સાથે જ એની સ્કિન પર તમને ફરક પણ જોવા મળશે. આમ, વાત કરવામાં આવે તો અનેક પેરેન્ટ્સ બાળકોની સ્કિન પર કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તમને જણાવી દઇએ કે આ સ્કિનને તરત જ નહીં પરંતુ લાંબા ગાળે અનેક રીતે નુકસાન કરે છે. તો જાણો આ વિશે...
સ્કિનને સાફ કરવા માટે કાચુ દૂધ સૌથી બેસ્ટ છે. કાચા દૂધનો ઉપયોગ તમે કરો છો તો સ્કિન મસ્ત થઇ જાય છે. આ માટે થોડુ કાચુ દૂધ લો અને બેબીની સ્કિન પર લગાવો. આ દૂધ તમે જેમ સાબુ લગાવો છો એમ લગાવવાનો રહેશે. ત્યારબાદ પાણીથી સ્કિનને સાફ કરી લો.
બેબીની સ્કિન સાફ કરવા માટે આ સૌથી બેસ્ટ ઉપાય છે. આ માટે કાચુ દૂધ લો અને એમાં બ્રેડને પલાળી દો. જ્યારે બ્રેડ સારી રીતે પલળી જાય ત્યારે બેબીની સ્કિન પર લગાવો. આ તમારે હળવા હાથે લગાવવાનું રહેશે. પછી ચોખ્ખા પાણીથી બેબીને સ્નાન કરાવી લો. આ એક મસ્ત ઉપાય છે. તમે આ બ્રેડ અને દૂધથી બેબીને સ્નાન કરાવો છો તો સ્કિન મસ્ત ગોરી થાય છે અને સાથે રૂંવાટી પણ ઓછી થઇ જાય છે.
ચણાનો લોટ
નાના ભૂલકાઓની સ્કિન માટે ચણાનો લોટ પણ બેસ્ટ છે. ચણાના લોટમાં અનેક ગુણો રહેલા હોય છે. આ માટે તમે એક બાઉલમાં બે ચમચી ચણાનો લોટ લો અને એમાં એક ચમચી સરસિયાનું તેલ એડ કરો. હવે આ લોટમાં એક ચમચી નારિયેળ તેલ મિક્સ કરો. તો તૈયાર છે આ પેક. આ પેક સ્કિન પર લગાવો અને પછી ચોખ્ખા પાણીથી સ્નાન કરાવી દો.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર