બાળકોના રમૂજી વિડીયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થાય છે. જે યુઝર્સને ખૂબ પસંદ આવે છે. બાળકોના વિડીયોમાં તેમની નિર્દોષતા લોકોના હૃદયને જીતી લે છે. જેના કારણે લોકો આવા વિડીયોને તેમના ફોન અને લેપટોપ પર સેવ કરે છે. વર્તમાન સમયે ઇન્ટરનેટ પર બાળકીનો આવો જ એક વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેને જોઈને ખૂબ ખુશ છે. વિડીયોમાં બાળકીના હાવભાવ ખરેખર જોવા લાયક છે.
ઘણી વખત ઘરે પિઝા આવે ત્યારે પરિવાર તેને જોઈને ખૂબ ખુશ થાય છે. ખાસ કરીને નાના બાળકોની પ્રતિક્રિયા અલગ જ હોય છે. શહેરી વિસ્તારોમાં પિઝા જીવનશૈલીનો એક ભાગ છે. પિકનિક, લંચ કે ડિનર સમયે પિઝા ખવાય છે. વિડીયોમાં જોવા મળેલ બાળકીને પણ પિઝા ખૂબ જ ભાવે છે. વિડીયોમાં બાળકી અને પિઝા એક સરખા કદના દેખાય છે. આ વિડીયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. જેમાં બાળકીના ક્યૂટ રિએક્શન યુઝર્સને ખૂબ ગમી રહ્યા છે.
શું છે વિડીયોમાં?
બાળકી તેના પરિવાર સાથે પલંગ પર બેઠી છે. ત્યારે અચાનક તેના પરિવારનું એક સભ્યને બોક્સ લઈને આવે છે. આ બોક્સ ખુલતાની સાથે જ બાળકી પિઝા જુએ છે અને ખૂબ જ ખુશ થઇ જાય છે અને પોતાની લાગણીઓને રોકી શકતી નથી. તેને પિઝા ખૂબ જ ગમે છે, તેવું જણાઈ આવે છે. આ ક્યૂટ વિડીયોને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે.
એક યુઝરે લખ્યું કે, બાળકના એક્સપ્રેશન ખરેખર ક્યૂટ છે. જ્યારે બીજા યુઝરે લખ્યું હતું કે, આ બાળક કેટલું ક્યૂટ છે. મને આ વિડીયો વારંવાર જોવાનું મન થાય છે.
Find me someone more excited to eat some pizza than this adorable kid...I'll wait!
🍕❤😋🍕❤😋🍕❤😋 pic.twitter.com/l9ICqtrPAY
ઉલ્લેખનીય છે કે, વિશ્વના દરેક ખૂણામાં તમને પિઝાની શોપ અને તેના ચાહકો મળી જ જશે. સ્ટ્રીટ ફૂડ હોય કે મોટી પિઝાશોપ, લોકોને દરેક જગ્યાએ સ્વાદિષ્ટ પિઝા ખાવાનું ગમે છે. પિઝા માત્ર બાળકોને જ નહીં. પરંતુ પુખ્ત વયના લોકો અને વૃદ્ધ લોકોને પણ ખૂબ ભાવે છે. પરંતુ ઘણા લોકોએ પિઝા જોઈને આટલા ઉત્સાહીત થતા બાળકને પ્રથમ વખત જોયું હશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર