સ્વાદથી ભરપૂર 'બેબી કોર્ન મસાલા સબ્જી', સર્વ કરો ફૂલકા રોટલી સાથે

 • Share this:
  ચાલો આજે શીખીએ એક સરસ મજાની સબ્જી, જેનું નામ છે, બેબી કોર્ન મસાલા સબ્જી.. જેને બેબી કોર્ન ભાવતા હશે તેને તો આ સબ્જી ખૂબ જ ભાવશે જ તેમજ જે લોકોને બેબી કોર્ન ન ભાવતા હોય તે લોકો આજથી ખાતાં થઈ જશે. ચાલો શીખી લો તેને બનાવવાની રીત:

  બેબી કોર્ન મસાલા સબ્જી બનાવવા માટેની સામગ્રી :-

  200 ગ્રામ બેબી કોર્ન
  100 ગ્રામ પનીર
  2 ડુંગળી
  3 ટામેટા
  1 ગાજર
  1/2 કેપ્સીકમ
  1/2 કપ વટાણા
  લીલાં મરચાંની પેસ્ટ
  આદુ-લસણની પેસ્ટ
  1 વાટકી ફણસી-ફ્લાવર
  મીઠું-મરચુ-ધાણાજીરૂ
  કોથમીર
  ગરમ મસાલો
  ખાંડ
  અજમો
  તેલ

  બેબી કોર્ન મસાલા સબ્જી બનાવવા માટેની રીત :-
  સૌ પ્રથમ એક કડાઇમાં તેલ લઈ ગરમ થાય એટલે અજમો નાખો. તે તતડે એટલે ડુંગળી, આદુ, લસણ,લીલાં મરચાંની પેસ્ટ અને વટાણા ઉમેરી સાંતળવુ. તેમાંથી તેલ છૂટે પછી તેમાં ટામેટાં,અને કેપ્સીકમ ઉમેરી તેલ છૂટે ત્યા સુધી સાંતળવુ. તે પછી બાકીના બધા શાકભાજીને બાફીને આ ગ્રેવીમાં ઉમેરો. 2 મિનિટ બાદ બાકીનો મસાલો નાંખી હલાવો. પછી તેમાં પનીર,ખાંડ, કોથમીર ઉમેરી બરાબર હલાવી 2 મિનિટ ઢાંકીને કૂક કરો. તો તૈયાર છે ગરમા ગરમ બેબી કોર્ન મસાલા સબ્જી. તેને ફૂલકા કે પરોઠા અને છાશ સાથે સર્વ કરો.
  Published by:Bansari Shah
  First published: