Coronavirus સામે લડત : આ આયુર્વેદિક ઉપાયો અપનાવીને રોગપ્રતિકારક શક્તિ વધારો

News18 Gujarati
Updated: March 26, 2020, 8:23 AM IST
Coronavirus સામે લડત : આ આયુર્વેદિક ઉપાયો અપનાવીને રોગપ્રતિકારક શક્તિ વધારો
પ્રતિકારક તસવીર

ઘરમાં સવાર-સાંજ ગુગળ, કપૂર, લીમડો જે સહજ પ્રાપ્ય હોય એનો ધૂપ ખાસ કરીએ.

 • Share this:
વૈધ- અર્ચનાબેન કેવલાની

(ફેકલ્ટી, આયુર્વેદ ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન)

સુશ્રુત સંહિતના કુષ્ઠનિદાન અધ્યાયનો આ શ્લોક વાંચો.

प्रसंगात् गात्रसंस्पर्शात् निश्वासात् सहभोजनात्। सहशय्या-आसनात् चापि वस्त्रमाल्यानुपलेपनात्।। कुष्ठ ज्वर श्च शोष श्च नेत्राभिष्यन्द एव च। औपसर्गिक रोग श्च संक्रांति नवरात्र नरम्।।

જેને કુષ્ઠ, સંક્રમણ રોગો થયા હોય એમની સાથે લાંબો સમય શારીરિક સંપર્કમાં રહેવાથી, વારંવાર અડકવાથી, એમના ઉચ્છવાસથી, સાથે ભોજન કરવાથી, સાથે સુવાથી કે બેસવાથી, એમના વસ્ત્ર-માળા-લેપ વગેરે વાપરવાથી એક માણસમાંથી બીજા માણસમાં એ રોગ ફેલાય છે. જ્વર, શોષ, નેત્રાભિષ્યન્ટ વગેરે જેવા

એવી જ રીતે ચરક સંહિતામાં ચરકે મહામારી (એપિડેમિક્સ) તેમ જ વિવિધ પ્રાકૃતિક વિપદાઓ અને તેને હેન્ડલ કરવા માટેના ડિટેઇલ્ડ સ્ટેપ્સ એના માટેના જ "જનપદોધ્વસીય" અધ્યાયમાં વર્ણવ્યા છે.સર્વે સંતુ નિરામયા

આ ઉપરથી એટલું સમજીએ કે એકબીજાથી જરૂર વગર નજીકના વ્યવહાર ના કરીએ, અંતર રાખીને રહીએ, ઉચ્છ્વાસ, છીંક, બગાસું વગેરે શ્વાસને લગતી ક્રિયાઓ થાય ત્યારે નાક અને મોં પાસે રૂમાલ રાખીને કરીએ, બની શકે તો આખો દિવસ cotton કપડું બાંધીને રાખીએ, કોઈ ના કપડા, કોઈ ની માળા, કોઈની વાપરેલી કોઈપણ વસ્તુ નો ઉપયોગ ના કરીએ, કોઈ પણ ખાવા-પીવાની, પહેરવાની વસ્તુ હાથ ધોઈને વાપરીએ.


ઈમ્યુનિટી પાવર/ રોગ પ્રતિકારક શક્તિ વધારવા વિશે આયુર્વેદીક ઉપાયો:

 • આયુર્વેદ ભૂલશો નહીં ઈમ્યુનિટી પાવર એટલે "સમદોષ સમ અગ્નિ સમધાતુ મલક્રિય પ્રસન્ન આત્મેન્દ્રિય મનઃ સ્વસ્થ ઇતિ અભિધિયતે" - પોતાની પ્રકૃતિ અનુસાર એવો આહાર લઈએ, દિવસભર એવી પ્રવૃત્તિઓ કરીએ, જેનાથી સર્વ દોષ સંતુલન (બેલેન્સ)માં રહે, સર્વ ધાતુઓ બેલેન્સમાં રહે, અગ્નિ બેલેન્સમાં રહે(જે ખાઈએ તે સારી રીતે પચી જાય) અને મલશુધ્ધિ ક્રિયા યોગ્ય રીતે થાય એટલે ઈમ્યુનિટી પાવર વધે.

 • સારો(quality wise) હલકો, ભૂખ હોય તેટલો અને શરીરની ક્રિયાઓ માટે જરૂરી હોય તેટલો સાદો ખોરાક લઈએ, મન શાંત અને પ્રસન્ન રાખીએ કોઈ સાથે વધારે ખોટી ચર્ચાઓ- વિવાદો કરવાનું છોડી દઈએ, એકબીજા પ્રત્યે પ્રેમભાવ અને સમજદારી રાખીએ. આ જ સાચો immunity power વધારવાનો સાચુ ઉપાય છે.

 • ઘરમાં સવાર-સાંજ ગુગળ, કપૂર, લીમડો જે સહજ પ્રાપ્ય હોય એનો ધૂપ ખાસ કરીએ.

 • સવાર-સાંજ ગરમ પાણીમાં હળદર મીઠું નાખીને Gargling(કોગળા) કરીએ.

 • પિત્ત પ્રકૃતિ એટલે કે ગરમ તાસિરવાળા ગળો ટેબલેટના140+52691

 • રૂપમાં અથવા ઉકાળાના રૂપમાં સવાર-સાંજ લેવાનું રાખે સાથે સૂંઠ અને હળદર પણ કોઈપણ સ્વરૂપમાં ફાકી ને, ઉકાળો કરીને લેવાનું રાખે. થોડા પણ ગળામાં કફ કે વિકાસના અથવા નાક માંથી પાણી પડવા ના 7લક્ષણો હોય તો તરત દિવસમાં ઓછામાં ઓછું બે વાર અજમાનો નાસ લેવો.

 • કફ પ્રકૃતિ વાળાએ સૂંઠ, મરી, લીંડીપીપર (ત્રિકટુ) નો ઉકાળો સુદર્શન સાથે લેવો અથવા સુદર્શન ગનવટી ની ગોળી લઈ, ત્રિકટુ, બે લવિંગ,તજ, તુલસી આ બધાંનો ઉકાળો કરી સવાર-સાંજ પીવું.

 • અજમા-હળદરનો ધુમાડો લેવો (ધુમ નસ્ય), પછી,નાકમાં ગાયનું ઘી ગરમ કરી એક-એક ટીપું નાંખવું

 • નાકમાં હંમેશા સરસીયું કે તલનું તેલ લગાડી રાખવું જેથી બહારથી આવતા કોઈપણ જીવાણુ અંદર જતાં પહેલાં ત્યાં જ ચોંટી જાય.

 • ખાસ કરીને ખાવા-પીવામાં ખૂબ જ ધ્યાન રાખવું, ખોરાક સાદો, ગરમ અને ઓછો લેવો. બની શકે તો એક ટાઇમ પર એક જ અનાજ લેવાનું રાખવું જેમકે એક ટાઇમ પર માત્ર ભાત અને દાળ, શાક, બીજા ટાઈમે માત્ર રોટલી, ભાખરી વગેરે. હોય તેના કરતાં થોડું ઓછું જમવું, ગરમ જમવું. બને ત્યાં સુધી કાચું ઓછું લેવું, ફળો પણ ઓછા લેવા

 • હળવી કસરતો, આસનો, પ્રાણાયામ, ધ્યાન ખાસ કરવા.

 • કોઇ સાથે વાદવિવાદમાં કે વાતચીતમાં પડવું નહીં બને તેટલું મૌન અને શાંત રહેવું.

 • હનુમાન ચાલીસા, ગાયત્રી મંત્ર કે પોતે જે કોઈ પણ પ્રાર્થના કરતા હોઈએ તે, મોટેથી ગાવી અને ઘંટ અને શંખ, ખાસ કરીને સંધ્યા સમયે જ્યારે રોગકારક જીવોનો ઉપદ્રવ વધારે હોય છે ત્યારે વગાડવા, ધૂપ કરવો અને સોસાયટી હોય તો હવન પણ કરી શકાય અથવા તો લીમડાના સૂકા પાનનો ધુમાડો પણ વાતાવરણ શુદ્ધિ કરશે.


 આ પણ વાંચો : coronavirus: મહામારી કોરોનાના જાણો આ લક્ષણ, રાખો આટલી સતર્કતા તો નહીં લાગે ચેપ

તો ચાલો, આપણે આપણા માનવ હોવાનું કર્તવ્ય નિભાવીએ! આપણા ઋષિમુનિઓ આ બાબતે, આવા સમય માટે, આપણને જે બતાવી ગયા છે તેનું પાલન કરીએ અને કરાવીએ.

આ પણ વાંચો : કોવિડ-19નો હાહાકાર : 21 દિવસના લૉકડાઉન દરમિયાન શું કરવું અને શું ન કરવું?
First published: March 25, 2020, 3:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading