Ayurvedic Remedies : આ ઘરગથ્થુ ઉપાયોથી પેટની ગરમી થશે શાંત, નહીં પડે ચાંદા

News18 Gujarati
Updated: June 24, 2020, 3:45 PM IST
Ayurvedic Remedies : આ ઘરગથ્થુ ઉપાયોથી પેટની ગરમી થશે શાંત, નહીં પડે ચાંદા
તો આજે જાણીએ મોં માંચાંદા માટેનાં કેટલાક ઘરેલુ નુસ્ખા જે ઘણાં અસરકારક છે.

તો આજે જાણીએ મોં માંચાંદા માટેનાં કેટલાક ઘરેલુ નુસ્ખા જે ઘણાં અસરકારક છે.

  • Share this:
પેટમાં ગરમી વધી જાય છે તો તેના કારણે શરીરમાં ઘણી સમસ્યા વધી જાય છે. જેમાં મોંમાં ચાંદા પડવાની સમસ્યા પણ છે. મોંમાં ચાંદા પડવાનાં અનેક કારણો હોય છે. જેમાં કબજિયાતની સમસ્યા, વિટામિનની ઉણપ, જરૂરથી વધારે ગરમ પાણી પીવું અને ખાતી વખતે જીભ ચાવી જવી આવી તો ઘણી સમસ્યા છે. સાંભળવામાં આ સમસ્યાઓ નાની લાગે છે પરંતુ ઘણી જ તકલીફ આપનારી છે. તો આજે જાણીએ મોં માંચાંદા માટેનાં કેટલાક ઘરેલુ નુસ્ખા જે ઘણાં અસરકારક છે.

  • પેટની ગરમી અને પિત્ત વધવાથી મોંના છાલા પડે છે. આવી પરિસ્થતિમાં સૂકી દ્રાક્ષનું સેવન ફાયદાકારક છે. કાળી દ્રાક્ષને આશરે 3 કલાક પાણીમાં પલાડીને રાતે સૂતા પહેલા આને ખાવામાં આવે તો ફાયદો થાય છે. જેનાથી શરીરની ગરમી ઓછી થશે અને કબજિયાતની સમસ્યા પણ દૂર થશે.


  • ગરમીમાં પોતાના આહારમાં કાચી ડુંગળી જરૂર સામેલ કરવી જોઇએ. જેનાથી બોડીનું ટેમ્પરેચર બરાબર રહે છે.

  • કાથો, હળદર અને ત્રિફળાના સમભાગે બનાવેલા ચૂર્ણને મધ અથવા ગુલાબજળ સાથે મિશ્ર કરી, સવારે, બપોરે અને રાત્રે મોઢામાં લગાડવામાં આવે તો વાયુપિત્તાદિ કોઈપણ દોષથી કે ત્રણે દોષથી થતા ચાંદા મટે છે.

આ પણ વાંચો - એકદમ સરળ રીતે ઘરે જ બનાવો 'કેસર શ્રીખંડ'

આ પણ જુઓ - 


  • પા થી અડધી ચમચી જેટલી ડુબાવેલી ફટકડી એક ગ્લાસ જેટલા પાણીમાં ઉકાળીને ઠંડા કરેલ પાણીમાં નાંખી કોગળા કરવામાં આવે તો ચાંદા મટે છે.

  • બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાથી મોંની ચાંદી મટે છે.

First published: June 24, 2020, 3:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading