એસિડિટી માટેના આ છે સરળ આયુર્વેદ ઉપચાર, ચોક્કસ મળશે રાહત

એસિડિટી માટેના આ છે સરળ આયુર્વેદ ઉપચાર, ચોક્કસ મળશે રાહત
હોજરીની ગ્રંથિઓમાંથી નીકળતા એસિડનું પ્રમાણ જ્યારે વધારે નીકળે ત્યારે પેટમાં બળતરા થાય તેને એસિડિટી થઈ કહેવાય.

હોજરીની ગ્રંથિઓમાંથી નીકળતા એસિડનું પ્રમાણ જ્યારે વધારે નીકળે ત્યારે પેટમાં બળતરા થાય તેને એસિડિટી થઈ કહેવાય.

 • Share this:
  પેટમાં બળતરા કે એસિડિટી થવાની ફરિયાદ સમાજના મોટાભાગના સ્ત્રી પુરુષોમાં હોય છે. ખોરાકના પાચન માટે હોજરીની ગ્રંથિઓમાંથી નીકળતા એસિડનું પ્રમાણ જ્યારે વધારે નીકળે ત્યારે પેટમાં બળતરા થાય તેને એસિડિટી થઈ કહેવાય. કોઈપણ જાતનો માનસિક તણાવ હોય ત્યારે હોજરીની ગ્રંથિઓમાંથી નીકળતો એસિડ વધારે પ્રમાણમાં નીકળે એટલે હોજરીની અન્તરત્વચા ઉપર બળતરા થાય છે. આ વ્યાધીમાં કેટલાક આયુર્વેદિક નુકખા કામ લાગે છે, તે જોઇએ.

  1. એલચી, સાકર અને કોકમની ચટણી બનાવીને ખાવાથી એસિડિટી મટે છે.


  2. અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી એસિડિટી મટે છે.

  3. સૂંઠ, ખડી સાકર અને આમળાનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે.

  4. ગાજરનો રસ અકસીર છે, આનો રસ પીવાથી એસિડિટી મટે છે.

  5. તુલસીનાં પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસિડિટી મટે છે.

  6. આમળાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે એક એક ચમચી લેવાથી એસિડિટી મટે છે.

  7. લીમડાનાં પાન અને આમળાંનો ઉકાળો બનાવી પીવાથી એસિડિટી મટે છે.

  8. એલચી, સાકર અને કોકમની ચટણી બનાવીને ખાવાથી એસિડિટી મટે છે.

  9. સંતરાના રસમાં થોડું શેકેલું જીરું અને સિંધાલૂણ નાખીને પીવાથી એસિડિટીમાં ઘણો ફાયદો થાય છે.

  10. સતાવરીનું ચૂર્ણ મધ સાથે લેવાથી એસિડિટી મટે છે.

  11. અર્ધા લિટર પાણીમાં એક લીંબુનો રસ નાખી, અર્ધી ચમચી સાકર નાખી, બપોરના જમવાના અર્ધા કલાક પહેલાં લેવાથી એસિડિટી મટે છે.

  12. ધાણાજીરાનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસિડિટી મટે છે. જમ્‍યા પછી છાતીમાં બળતરા થતી હોય તો તે પણ મટે છે.


  આ પણ વાંચો - શતાવરીનાં ફાયદા જાણો છો તમે? ચરબી ઘટાડવાથી લઇને યાદશક્તિ વધારવામાં છે ઉપયોગી

  આ પણ વાંચો - વરસાદી મોસમમાં બનાવો અળવીનાં પાનનાં ભજીયા, ફટાફટ જોઇલો રીત
  Published by:Kaushal Pancholi
  First published:July 07, 2020, 15:18 pm

  ટૉપ ન્યૂઝ