Home /News /lifestyle /

પગમાં થતી બળતરાથી રાહત મેળવવા માટે અપનાવો આ આયુર્વેદિક ઉપાય

પગમાં થતી બળતરાથી રાહત મેળવવા માટે અપનાવો આ આયુર્વેદિક ઉપાય

પગની પીડા દૂર કરશે આ આયુર્વેદિક ઉપાય

Ayurvedic Remedies: પગમાં બળતરા થવાની સમસ્યાથી (Burning Sensation in Feet) રાહત મેળવવા માટે અહીંયા કેટલાક આયુર્વેદિક ઉપચાર વિશે માહિતી આપવામાં આવી છે

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અનેક લોકોને પગમાં બળતરા થવાની સમસ્યા રહે છે. તંત્રિકાના વિકાર અથવા સોજાના કારણે આ પ્રકારની સમસ્યા થાય છે. ન્યૂરોપેથીની સમસ્યા હોય તો આ પ્રકારે પગમાં બળતરા થાય છે. આયુર્વેદની મદદથી ન્યૂરોપેથીના (Ayurvedic Remedies for neuropathy) જોખમને ઓછું કરી શકાય છે. આયુર્વેદથી ઉપચાર કરવાથી આડઅસર થવાની સંભાવના રહેતી નથી.

    પગમાં બળતરા થવાની સમસ્યાથી (Burning Sensation in Feet) રાહત મેળવવા માટે અહીંયા કેટલાક આયુર્વેદિક ઉપચાર વિશે માહિતી આપવામાં આવી છે.

    અશ્વગંધા (Ashwagandha)- પ્રાચીન સમયથી અશ્વગંધાનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક એવી ઔષધિ છે, જેનો અનેક બિમારીઓ દૂર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તંત્રિકાના કાર્યો સાથે સંબંધિત સમસ્યાને અશ્વગંધાથી દૂર કરી શકાય છે. આ ઔષધિને ભારતીય જિનસેંગ કહેવામાં આવે છે. જો બ્લડ સુગર સામાન્ય રહે તો, અશ્વગંધાથી તે સમસ્યામાં રાહત મળે છે.

    અશ્વગંધાથી મસ્તિષ્ક સુધી જતી નસોની તાકાતમાં સુધારો થાય છે. જેના કારણે પગમાં થતી બળતરાને દૂર કરી શકાય છે. ડાયાબિટીક ન્યૂરોપેથીના કારણે થતો દુખાવો, તણાવ, વારંવાર પેશાબ થવાની સમસ્યા અને તંત્રિકાના થાકને અશ્વગંધાથી દૂર કરી શકાય છે.

    આ પણ વાંચો-જાણો, કેટલું સુરક્ષિત છે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સ, શું કોઇ આડઅસરો થઇ શકે છે?

    કારેલા (Bitter Gourd)- મોટાભાગના લોકોને કારેલાનું સેવન કરવું પસંદ નથી. કારેલાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ પ્રદાન થાય છે. કારેલાથી પગની બળતરા સહિત અનેક સમસ્યાને દૂર કરી શકાય છે. કારેલાનું શાક અથવા જ્યૂસ બનાવીને તેનું સેવન કરી શકાય છે. જેના કારણે પેપ્ટાઈડ્સ પર અસર થાય છે અને પગની તંત્રિકાના કાર્યમાં સુધારો થાય છે. આ કારણોસર પગમાં થતી બળતરાની સમસ્યાથી રાહત થાય છે.

    અભ્યંગમ (Abyangam)-  અભ્યંગમ એક માલિશ કરવાની આયુર્વેદિક ઉપચાર પ્રક્રિયા છે. અભ્યંગમથી લોહીના પરિભ્રમણમાં સુધારો થાય છે. ઔષધીય તેલની મદદથી પગ તથા શરીરના અન્ય ભાગો પર માલિશ કરી શકાય છે. આ પ્રકારે ધીરે ધીરે માલિશ કરવાથી તણાવથી રાહત મળે છે અને તંત્રિકાઓ ઉત્તેજિત થાય છે. આ આયુર્વેદિક માલિશમાં મુખ્યરૂપે પગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

    અજમો (Ajwain)- અજમો એક આયુર્વેદિક અને પૌષ્ટીક તત્વ છે. અજમાની સુગંધ ખૂબ જ સારી હોય છે અને તેનાથી તંત્રિકા સંબંધિત સમસ્યાથી રાહત મળે છે. અજમાના કાર્મિનેટીવ ગુણને કારણે તંત્રિકાઓના ઈલાજની સાથે સાથે ડાયાબિટીસ, સોજો, અપચો અને કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે. અજમાને નિયમિત આહારામાં શામેલ કરવાથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાથી રાહત મળે છે.

    પનીર દોડી (Paneer Dodi)-  આ એક એવી આયુર્વેદિક ઔષધિ છે, જેનાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ પ્રદાન થાય છે. પનીરના ફૂલને ભારતીય રેનેટ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીનકાળથી પનીરના ફૂલનો ડાયાબિટીસની સમસ્યાથી રાહત મેળવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ આયુર્વેદિક ઔષધિમાં ફાઈટોન્યુટ્રીએંટ્સ રહેલા છે જેમાં, હાઈપરગ્લાસેમિક ગુણ રહેલા છે. બ્લડ સુગરમાં થયેલ વૃદ્ધિ અને ઈન્સ્યુલિનનું એબ્ઝોર્પ્શન કરતા ડેમેજ્ડ બેટા પેન્ક્રિએટીક સેલના ઈલાજ માટે પનીરના ફૂલ લાભદાયી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Ayurvedic, Health Tips, Lifestyle

    આગામી સમાચાર