Home /News /lifestyle /Ayurveda Routine: આયુર્વેદની આટલી સોનેરી સલાહ માનો અને મેળવો નિરોગી કાયા

Ayurveda Routine: આયુર્વેદની આટલી સોનેરી સલાહ માનો અને મેળવો નિરોગી કાયા

સ્વસ્થ સ્વાસ્થ્યની વૃદ્ધિ તથા બીમારીઓને રોકવા માટે નિયમિત પૌષ્ટિક આહાર, કસરત તથા અનુકૂળ સ્વાસ્થ્ય આદતોને સ્વીકારવા પર વધુ ભાર આપે છે.

સ્વસ્થ સ્વાસ્થ્યની વૃદ્ધિ તથા બીમારીઓને રોકવા માટે નિયમિત પૌષ્ટિક આહાર, કસરત તથા અનુકૂળ સ્વાસ્થ્ય આદતોને સ્વીકારવા પર વધુ ભાર આપે છે.

આયુર્વેદમાં સ્વાસ્થ્ય માટે એક અલગ દ્રષ્ટિકોણ છે. જેમાં બીમારીઓના ઈલાજની તુલનામાં તેને રોકવા માટેનું કાર્ય વધુ મહત્વ ધરાવે છે. જે માટે દૈનિક આદતોને બદલવી ખૂબ જ મહત્વનું છે. તથા આપણે અનિયમિત જીવનશૈલી કેવી છે તે વધુ મહત્વ ધરાવે છે. આયુર્વેદનો મુખ્ય ઉદ્દેશ અનિયમિત જીવનશૈલી પર આધારિત છે, જેમાં સ્વસ્થ જીવનશૈલી સ્વીકારવાનું કહેવામાં આવે છે. જે સ્વસ્થ સ્વાસ્થ્યની વૃદ્ધિ તથા બીમારીઓને રોકવા માટે નિયમિત પૌષ્ટિક આહાર, કસરત તથા અનુકૂળ સ્વાસ્થ્ય આદતોને સ્વીકારવા પર વધુ ભાર આપે છે.

તમારા દિવસની શરૂઆત યોગ્ય સમય પર કરો

નિયમિત જીવનશૈલી અનુસાર કોઈપણ વ્યક્તિના ઉઠવાનો સમય સવારે 3 થી 6ની વચ્ચેનો છે. જેનું કારણ છે કે, આયુર્વેદને છ ખંડોમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જે અનુસાર ત્રિદોષ અલગ-અલગ સમય પર હાવી છે. સવારે 6થી 10ની વચ્ચે કફ દોષ પ્રભાવિત થાય છે, જેથી તે સમય પર ઉઠનાર વ્યક્તિ સુસ્ત તથા ધીમી ગતિએ સક્રિય થાય છે. સવારે 10થી 2ની વચ્ચે પિત્ત દોષ પ્રભાવિત થાય છે જેથી તે સમય પર ઉઠનાર વ્યક્તિ અધિક પ્રતિકૂળતા તથા અશાંતિ અનુભવે છે. બીજી તરફ સવારે છ વાગ્યા પહેલા વાત દોષ દરમિયાન ઉઠવાથી તે ઉર્જાવાન, જાગૃતિ તથા જોશપૂર્ણ અનુભવે છે.

હળદરનું અથાણું દિવસમાં એકવાર ખાવાથી થાય છે ચમત્કારિક ફાયદા, મોસમ બદલાવવાથી નહીં પડો બીમાર

વહેલા જમો, યોગ્ય જમો

દિનચર્યાની પ્રાથમિક બાબતોમાંથી એક છે કે આહારનું સેવન કરવું. પારંપરિક આયુર્વેદિક ગ્રંથ દિવસમાં માત્ર બે વાર ભોજન કરવાની સલાહ આપે છે. જેમાં સવારે સુરજ નીકળ્યા પહેલા. પરંતુ આપણે પોતાની ભોજન ગ્રહણ કરવાની આદત અનુસાર ભોજનને પ્રાથમિકતા આપીએ છીએ. સુરજ ઢળતા પહેલા ભોજન કરવાની સલાહ આપવામાં આવે છે. આયુર્વેદ સંતુલિત રૂપે વિભિન્નના પ્રકારના ખાદ્ય પદાર્થોને ઉમેરવાની સલાહ આપે છે. સર્વગ્રહ સિદ્ધાંત જણાવે છે કે, પેટનો એક તૃતિયાંશ ભાગ ભોજનથી ભરેલો હોવો જોઈએ, એક તૃતિયાંશ ભાગ તરલ પદાર્થોથી ભરેલો હોવો જોઈએ તથા એક તૃતિયાંશ ભાગ ખાલી ખાલી હોવો જોઈએ.

શરીરને શુદ્ધ કરવું

ભોજન સિવાય સ્વસ્થ રહેવા માટે અન્ય તબક્કાઓ પણ છે. જે આપણે નિયમિત દિનચર્યા કરીએ છીએ. આયુર્વેદમાં સવારે એકવાર સક્રિય થયા બાદ શરીરની શુદ્ધતા, સ્વચ્છતા અને ફિટનેસને બનાવી રાખવા માટે એક પ્રકારની ચકરી પાડવાની જણાવવામાં આવે છે. બ્રશ કરવાથી દાંત સાફ રહે છે, તો કાજલ લગાવવાથી આંખની સફાઈ થાય છે. નાકમાં ડ્રોપ નાખવાથી નાક સાફ રહે છે, કોગળા કરવાથી ગળું સાફ રહે છે. પાનને ઈલાયચી તથા લવિંગ સાથે ખાવાથી પાચનક્રિયામાં સહાય કરે છે, નિયમિત તલના તેલથી મગજ, કાન તથા પગના તળિયામાં માલિશ કરવાથી થાક દૂર થાય છે તથા એન્ટિએજિંગ માટે પણ યોગ્ય ગણવામાં આવે છે. મસાજ યોગ્ય દ્રષ્ટિ પ્રદાન કરે છે, શરીરને પોષણ, યોગ્ય ઊંઘ તથા સ્વસ્થ ત્વચા પ્રદાન કરે છે.

માર્ચમાં કરી રહ્યા છો હનીમૂનનું પ્લાનિંગ, તો ભારતના આ સ્થળોની જરૂર લો મુલાકાત

નિયમિત સરળ કસરત કરવાથી શરીર હળવું રહે છે, કામ કરવાની ક્ષમતા વધે છે પાચન સુધારે છે તથા વધુ પડતી ચરબી દૂર કરે છે. જેનાથી શરીર સુડોળ બને છે. ત્વચા પર બેસનનો ઉપયોગ કરવાથી કફ પ્રકૃતિ થી રાહત મળે છે જેનાથી ડેડ સ્કિન સેલ દૂર થાય છે. તથા અતિરિક્ત તેલ ચરબી દૂર કરવામાં સહાય કરે છે તથા ત્વચાના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. ગરમ પાણીથી નહાવાથી ભૂખ તથા શક્તિ વધે છે.



આયુર્વેદ નિયમિત સુરક્ષા પ્રદાન કરે છે

આયુર્વેદમાં દૈનિક આદતો પર ખૂબ જ જરૂરી સલાહ આપવામાં આવી છે જે સ્વચ્છતાને વધુ પ્રાધાન્ય આપે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે તથા બીમારીઓને રોકવામાં મદદ કરે છે. પારંપરિક આયુર્વેદ પ્રથાઓને નિયમિત તથા સ્વસ્થ જીવન શૈલીના રૂપે સ્વીકારવાથી નિરોગી આરોગ્ય પ્રાપ્ત થાય છે.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારી અને સૂચનાઓ સામાન્ય માન્યતા ઉપર આધારિત છે. ગુજરાતી ન્યુઝ 18 તેની પુષ્ટિ કરતું નથી. જેથી અમલ કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞનો સંપર્ક કરવો.)
First published:

Tags: Ayurveda, Health Tips, Healthy life, આરોગ્ય