Home /News /lifestyle /Ayurveda Day 2021: ધનતેરસે શા માટે ઉજવાય છે આયુર્વેદ દિવસ, શું છે ઈતિહાસ અને મહત્વ?

Ayurveda Day 2021: ધનતેરસે શા માટે ઉજવાય છે આયુર્વેદ દિવસ, શું છે ઈતિહાસ અને મહત્વ?

યોગ કરવાથી જીવનમાં જોરદાર ફાયદાઓ થાય છે.

Ayurveda Day 2021: ભારતમાં દર વર્ષે ધનતેરસ (Dhanteras)ના રોજ આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 2016થી ધન્વંતરી જયંતિ નિમિતે આયુર્વેદ દિવસ (Ayurveda day) ઉજવવાનું શરૂ થયું હતું.

Ayurveda Day 2021: ભારતમાં દર વર્ષે ધનતેરસ (Dhanteras)ના રોજ આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 2016થી ધન્વંતરી જયંતિ નિમિતે આયુર્વેદ દિવસ (Ayurveda day) ઉજવવાનું શરૂ થયું હતું. આજે પણ ધનતેરસ નિમિતે આયુર્વેદ દિવસ ઉજવાય રહ્યો છે. આ દિવસની ઉજવણીની હેતુ આપણા જીવનમાં આયુર્વેદના મહત્વ (importance of Ayurveda) અંગે જાગૃતિ લાવવાનો છે.

કેન્દ્ર સરકાર આયુર્વેદની તાકાતનો ઉપયોગ કરીને બીમારીઓનો બોજ ઘટાડવા માંગે છે. જેથી આયુર્વેદની શક્તિઓ અને તેના ઉપચાર સિદ્ધાંતો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવવામાં આવે છે.

મહત્વ

ભગવાન ધનવંતરી આયુર્વેદિક ચિકિત્સાના દેવ હોવાથી ધનતેરસનું મહત્વ પરિવારના સભ્યો અથવા સગાસંબંધીઓની સુખાકારી સાથે પણ જોડાયેલું છે. ભગવાન ધનવંતરીને બધી જ બિમારીઓના ઉપચારક માનવામાં આવે છે. પૌરાણિક કથાઓમાંથી ધનતેરસને આરોગ્યના દેવતાનો દિવસ માનવામાં આવે છે. ભગવાન ધનવંતરી આરોગ્ય, ઉંમર અને તેજસ્વીતાના આરાધ્ય દેવતા છે. ભગવાન ધનવંતરી આયુર્વેદ જગતના પ્રણેતા અને ચિકિત્સાના દેવતા માનવામાં આવે છે. રામાયણ-મહાભારત અને અન્ય ઘણા મહત્વપૂર્ણ પુરાણોમાં આયુર્વેદના સંદર્ભમાં ભગવાન ધનવંતરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

હિન્દુ પૌરાણિક કથાઓ મુજબ સમુદ્ર મંથનમાંથી ભગવાન ધનવંતરી દેવો અને અસુરોની સામે ઉપસ્થિત થયા હતા. તેમણે હાથમાં કળશ પકડી રાખ્યું હતું. જેમાં અમૃત હતું. દેવો અને અસુરો બંને અમર બનાવ ઇચ્છતા હતા. જેના કારણે બંને જૂથો વચ્ચે લડાઈ હતી. તે સમયે ગરુડ રાજે અસુરોથી અમૃતનું રક્ષણ કર્યું હતું.

આ પણ વાંચો: Diwali 2021 : દિવાળીમાં ગર્ભવતી મહિલાઓએ રાખવી જોઈએ આ તકેદારી, નહિ તો...

આયુર્વેદનું મહત્વ

ભારતમાં પ્રાચીન કાળથી આયુર્વેદ સારવાર કરવામાં આવે છે. તેમાં રોગપ્રતિકારક શક્તિના વિવિધ કોન્સેપ્ટ શામેલ છે. પરંતુ બળ, વ્યાધિ ક્ષમતાનો ખ્યાલ વ્યાપક છે. કોરોના કાળમાં આયુર્વેદની ક્ષમતાનું મહત્વ સમજાયું હતું. જેથી લોકો આયુર્વેદ ઉપચાર તરફ વળ્યા હતા.

આયુર્વેદ મુજબ આ રીતે વધારી શકાય રોગપ્રતિકારક શક્તિ

આ પણ વાંચો: મધ અને લવિંગનો એક સાથે આવી રીતે કરો ઉપયોગ, ગંભીર સમસ્યાઓ સામે આપશે રક્ષણ

આયુર્વેદિક કાઢો-ઉકાળો

દરેક ભારતીયે ઘરમાં કાઢા કે ઉકાળો શબ્દ સાંભળ્યો હશે. તે વિવિધ જડીબુટ્ટીઓ અને મસાલાઓને મિશ્ર કરીને બનાવવામાં આવે છે. જે દસ મિનિટથી વધુ સમય સુધી પાણીમાં ઉકાળવામાં આવે છે. આ જડીબુટ્ટીઓના તમામ ઔષધીય ફાયદાઓ મેળવવા પ્રયાસ થાય છે. ઠંડી અને શુષ્ક ઋતુમાં આવો ઉકાળો લોકપ્રિય ઘરેલું ઉપચાર છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે.

દરરોજ 10 મીનિટ યોગ કરવાથી થાય છે જોરદાર ફાયદો. તસવીર- Shutterstock


આ કાઢો તુલસી, તજ, કાળા મરી, સૂંઠ અને રાયસિનને પાણીમાં ઉમેરીને બનાવી શકાય છે. જરૂર પડે તો તમે આ મિશ્રણમાં ગોળ અથવા કુદરતી મધ ઉમેરી શકો છો. તમે 150 મિલિલિટર ગરમ દૂધમાં અડધી ચમચી હળદર પાવડર પણ ઉમેરી શકો છો. આ ઉકાળો દિવસમાં ફક્ત એક જ વાર લેવો જોઈએ.

ધ્યાન અને યોગ

આયુર્વેદ મુજબ શારીરિક તણાવ દૂર કરવા અને મનને શાંત કરવા માટે યોગ જરૂરી છે. દરરોજ ધ્યાન કરવાથી શારીરિક અને માનસિક બંને તણાવમાં રાહત મળી શકે છે. તમે આરામદાયક જગ્યાએ બેસીને દરરોજ ઓછામાં ઓછી 10 મિનિટ ધ્યાનથી ધ્યાન કરવાનો પ્રારંભ કરી શકો છો.

આ પણ વાંચો: Winter Tips: શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવાથી થશે નુકશાન, આ 10 ભૂલો કરવાથી બચવું

તંદુરસ્તી માટે તમે દિવસમાં 20 મિનિટ, અઠવાડિયામાં બેથી ત્રણ વખત સવાસન, સુખાસન અને સિદ્ધાસન જેવા યોગ આસનો કરી શકો છો. મનને શાંત કરવા માટે તમારે દરરોજ પ્રાણાયામ પણ કરવા જોઈએ.

આયુર્વેદ આવી રીતે પણ લાભ આપી શકે

આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેટલીક આયુર્વેદિક પદ્ધતિઓ કોવિડ-19 જેવા રોગો સામે તમારી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે. આ માટે તમે સવાર અને સાંજે બંને નસકોરામાં તલનું તેલ, નાળિયેર તેલ અથવા ઘી લગાવવાની પ્રતિમાર્શ નસ્યા જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો છો.

અન્ય પદ્ધતિનું નામ ઓઇલ પુલિંગ થેરાપી છે. જ્યાં તમારે એક હમચી તલ અથવા નાળિયેર તેલ તમારા મોઢામાં મૂકવું પડે છે. ત્યારબાદ 2 થી 3 મિનિટ સુધી તેને મોઢામાં ફેરવવાનું રહે છે. ત્યારબાદ તેને થૂંકી કાઢીને ગરમ પાણીથી કોગળા કરવા જરૂરી છે. આવું દિવસમાં એક કે બે વાર કરી શકાય છે.

આ પણ વાંચો: Health Benefits of Amla: શું તમે જાણો છો આમળાના ફાયદા? પાવર બુસ્ટરનું કરશે કામ

આયુર્વેદિક જડીબુટ્ટીઓ

રોગપ્રતિકારક શક્તિ માટે ઘણી ઔષધીય જડીબુટ્ટીઓનો ઉપયોગ કરી શકાય છે.

કાલમેઘ: કાલમેઘ કડવો સ્વાદ ધરાવતું છોડનું પાંદડું હોય છે જેમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણનું પ્રમાણ ઊંચું હોય છે. આ જડીબુટી શરદી, ફ્લૂ અને અન્ય ઉપરના શ્વસનને લાગતા ચેપ સામે લડવામાં મદદ કરી શકે છે.

ગુડુચી ગિલોય: ગુડુચી ગિલોયમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી, એન્ટીપાયરેટિક, એન્ટિઓક્સિડન્ટ અને ઇમ્યુનોમોડ્યુલેટરી ગુણધર્મો મળી આવે છે. તાવ સામે ગિલોયને અસરકારક માનવામાં આવે છે. તે તણાવને પણ ઘટાડે છે.

ચિરાટા: ચિરાટા એક સામાન્ય આયુર્વેદિક જડીબુટ્ટી છે. પણ તેના ગુણ અસામાન્ય છે. આ જડીબુટ્ટી અસ્થમામાં રાહત આપે છે. આ સાથે જ છાતીમાં થતા દબાણથી છૂટકારો મેળવવામાં મદદરૂપ થાય છે.
Published by:kuldipsinh barot
First published:

Tags: Ayurveda, Ayurvedic health tips, ધનતેરસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन