Home /News /lifestyle /

જો વરસાદી સિઝનમાં ખાશો આ શાકભાજી તો થઈ શકે છે ગંભીર નુકસાન

જો વરસાદી સિઝનમાં ખાશો આ શાકભાજી તો થઈ શકે છે ગંભીર નુકસાન

ચોમાસામાં ન ખાશો આ શાકભાજી, જાણો કેમ

Vegetables not to eat in monsoon: કહેવાય છે કે લીલા શાકભાજીનું સેવન આરોગ્ય માટે ઘણું લાભકારી છે, પરંતુ આજે આપણે એવા શાકભાજી વિશે ચર્ચા કરવાની છે કે જેને વરસાદની સિઝનમાં ખાવાથી સ્વાસ્થય પર વિપરીત અસર થઈ શકે છે.ચાલો જાણીએ એવા શાકભાજી વિશે કે જેને ચોમાસામાં ખાવાથી ટાળવા જોઈએ.

વધુ જુઓ ...
    Avoid these Vegetables in Monsoon: સામાન્ય રીતે આપણાં સૌની માન્યતા છે કે લીલા શાકભાજીનું સેવન આપણાં તંદુરસ્ત સ્વાસ્થય માટે ઘણું લાભકારી છે, પરંતુ આજે આપણે એવા શાકભાજી વિશે ચર્ચા કરવાની છે કે જેને વરસાદની સિઝનમાં ખાવાથી સ્વાસ્થય પર વિપરીત અસર થઈ શકે છે. કારણ કે આવા અમુક શાકભાજી ખાવાથી ઇન્ફેક્શન અને પેટ સબંધી સમસ્યાઓ થઈ શકે છે. જ્યારે ચોમાસાની સિઝન મજબૂત ઇમ્યુનિટી પાવર રાખવો ઘણો માહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ એવા શાકભાજી વિશે કે જેનું સેવન ચોમાસામાં ટાળવું જોઈએ.

    મશરૂમ


    ચોમાસામાં મશરૂમનું સેવન શરીરને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. ચોમાસામાં મશરૂમનું સેવન ઇન્ફેક્શનને પ્રોત્સાહન આપે છે, જેના કારણે શરીરમાં તાવ, વાયરલ ઇન્ફેક્શન અને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. વરસાદની મોસમમાં મશરૂમનું સેવન સ્વચ્છતાની દૃષ્ટિએ પણ સારું નથી.

    આ પણ વાંચો: સાવધાન! તમે પણ થઈ શકો છો ડાયાબિટિસનો શિકાર! સોફ્ટ ડ્રિંકની એક કેનમાં હોય છે આટલી શુગર

    રીંગણા


    ચોમાસાની ઋતુમાં રીંગણ ખાવાનું ટાળવું જોઈએ કારણ કે આ સિઝનમાં રીંગણના છોડ પર ફળ આવવાનો સમય હોય છે, જેના કારણે આ સમયે જંતુઓ રીંગણના છોડ પર હુમલો કરે છે. આ જંતુઓ સરળતાથી રીંગણમાં પ્રવેશ કરે છે. આ જંતુઓ શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે. માટે જો તમે આ વખતે રીંગણાં ખાવાનું વિચારી રહ્યા હોય તો એક વાર ચોક્કસથી વિચાર કરજો.

    કેપ્સીકમ


    ચોમાસામાં કેપ્સિકમ ઝડપથી બગડી જાય છે, જેના કારણે તેમાં વિવિધ પ્રકારના બેક્ટેરિયા વધવા લાગે છે, જે શરીર માટે હાનિકારક છે. ચોમાસામાં કેપ્સીકમ ખાવાથી ખંજવાળ અને ત્વચા પર ફોલ્લીઓ વગેરે જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

    લીલા પાંદડાવાળા શાકભાજી


    ચોમાસામાં લીલા પાંદડાવાળા શાકભાજી પણ ઝડપથી બગડે છે, જેના કારણે તેમાં બેક્ટેરિયા વધવા લાગે છે. કેટલીકવાર લીલા પાંદડાવાળા શાકભાજીમાં છાંટવામાં આવેલું દૂષિત પાણી પણ સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડે છે. ચોમાસાની ઋતુમાં લીલા પાંદડાવાળા શાકભાજીમાં જંતુઓ છુપાયેલા હોય છે, જે ખાવામાં આવે તો પેટમાં ઈન્ફેક્શન થઈ શકે છે. લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી ચેપી બેક્ટેરિયા શરીરમાં પ્રવેશી શકે છે.

    આ પણ વાંચો: Tea With Namkeen: ચા સાથે તળેલો નાસ્તો ખાવાની આદત પડી શકે છે મોંઘી, થાય છે આવા નુકસાન

    બટાકા અને અરબી


    ચોમાસાની ઋતુમાં બટાકા અને અરબીને પચવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે આ શાકભાજીના સેવનથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. ચોમાસાની ઋતુમાં બટાકા, અરબી અને જેકફ્રૂટ વગેરેનું સેવન કરવાથી ગેસ અને અપચોની સમસ્યા થઈ શકે છે. ચોમાસામાં આ શાકભાજીનું સેવન ન કરો તો સારું રહેશે.
    Published by:Rahul Vegda
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन