Home /News /lifestyle /આ વસ્તુ પીસવાથી મિક્સર ફાટી શકે છે, જાણો અને બચો નહીં તો..
આ વસ્તુ પીસવાથી મિક્સર ફાટી શકે છે, જાણો અને બચો નહીં તો..
મિક્સરનો ઉપયોગ
Tips & Tricks: દરેક લોકોના ઘરમાં મિક્સરનો ઉપયોગ થતો હોય છે. પરંતુ મિક્સરના ઉપયોગ સમયે નાની-નાની બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. જો તમે આ વસ્તુઓ મિક્સરમાં પીસો છો તો બ્લેડ તૂટી જવાના ચાન્સિસ સૌથી વધારે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: રસોડામાં મિક્સરનો ઉપયોગ સામાન્ય હોય છે. દરેક લોકો મિક્સરનો ઉપયોગ અનેક વસ્તુઓ પીસવા માટે કરતા હોય છે. પરંતુ મિક્સર એક એવી વસ્તુ છે જેમાં તમે દરેક ટાઇપની વસ્તુઓ પીસી શકતા નથી. તો આજે અમે તમને જણાવીશું કે કઇ વસ્તુઓ તમારે મિક્સરમાં ના પીસવી જોઇએ. મિક્સરમાં પીસેલી વસ્તુઓ તમને રસોડામાં અનેક રીતે ઉપયોગી બને છે. જો કે ઘણાં લોકો અનેક પ્રકારની વસ્તુઓ મિક્સરમાં પીસી લેતા હોય છે જેના કારણે મિક્સર બગડી જાય છે અને ખર્ચો કરાવવો પડે છે. આ ખર્ચો ઘણી વાર વધારે આવે છે તો કોઇ વાર ઓછો. આ માટે મિક્સરમાં વસ્તુઓ પીસતી વખતે અનેક બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. તો જાણો આ વિશે...
રસોડામાં વપરાતા મસાલાઓમાં અનેક એવા હોય છે જે તમે સરળતાથી મિક્સરમાં પીસી શકતા નથી. ખાસ કરીને હળદર, સૂંઠ જેવા મસાલાઓ તમે મિક્સરમાં પીસી છો તો બ્લેડ તૂટી જાય છે અને ખર્ચો આવે છે. આ કડક વસ્તુઓ પહેલાં તમે બહાર વાટી લો અને પછી મિક્સરમાં પીસી લો. આમ કરવાથી વસ્તુ પીસી લેશો અને મિક્સર પણ ખરાબ નહીં થાય.
કોફી બીન્સ ના પીસો
સારી અને ટેસ્ટી કોફી પીવા માટે અનેક લોકો કોફી બીન્સનો પાવડર ઘરે બનાવતા હોય છે. કોફી બીન્સનો પાવડર બનાવવા માટે તમે મિક્સરનો ઉપયોગ કરશો નહીં. આમ કરવાથી મિક્સર ડેમેજ થાય છે અને સાથે મોટો ખર્ચો આવે છે.
શેક અને સ્મૂધી બનાવવા માટે લોકો બરફ જેવી વસ્તુઓને મિક્સરમાં નાખતા હોય છે જેના કારણે મિક્સરની બ્લેડ અને કન્ટેનર ખરાબ થઇ શકે છે. આ માટે તમે ક્યારે પણ ઠંડી અને જામેલી વસ્તુઓને મિક્સરમાં પીસશો નહીં. આમ કરવાથી તમારા મિક્સરની લાઇફ પણ ઓછી થઇ જાય છે.
વઘારે ગરમ વસ્તુઓ
ઘણાં લોકો ગરમ વસ્તુઓને મિક્સરમાં ક્રશ કરતા હોય છે. જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. ગરમ વસ્તુઓ મિક્સરમાં પીસવાથી મિક્સર ફાટવાનો ખતરો રહે છે. આ માટે ક્યારે પણ ગરમ વસ્તુઓ મિક્સરમાં પીસશો નહીં.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર