તહેવારોની સિઝનને (Festivals season)હવે ગણતરીના દિવસો બાકી છે. થોડા સમયમાં દશેરા (Dussehra), દિવાળી (Diwali), ભાઈબીજ સહિતના તહેવારોની (Festivals)હારમાળા સર્જાશે. ભારતીય પરંપરા (Indian tradition)મુજબ લોકો મોઢું મીઠું કરી તહેવાર ઉજવશે. જેથી મીઠાઈ અને મીઠાઈ બનાવવાના સમાનનું વેચાણ વધશે. જોકે, દર વર્ષની જેમ આ વર્ષે પણ મીઠાઈ અને કાચો માલ ખરીદતા પહેલા સાવધાની રાખવી પડશે. ખાસ કરીને માવો ખરીદવામાં ધ્યાન રાખવું હિતાવહ છે. અત્યારે મીઠાઈ અને માવામાં ભેળસેળના કિસ્સા વધ્યા છે. મીઠાઈમાં મોટાભાગની વસ્તુઓ નકલી અથવા તો હલકી કક્ષાની વાપરવામાં આવે છે. આવી મીઠાઈ જોવાથી કે ખાવાથી ખરાબ હોવાની ખબર પડતી નથી. જેથી લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાઈ જાય છે. આવી સ્થિતિ ન સર્જાય, તે માટે અહીં નકલી માવાને પારખવાની પદ્ધતિ દર્શાવવામાં આવી છે.
માવો ખરીદતા પહેલા આ વાતનું ધ્યાન રાખવું જરૂરી
- માવાનો નાનો ટુકડો લઈ તેને અંગૂઠા પર થોડો સમય ઘસો, ત્યારબાદ જો ઘીની સુગંધ આવે તો માવો અસલી હોવાનું સમજવું. - નકલી માવાનો સ્વાદ કાચા દૂધ જેવો હોય છે. - થોડા માવાની હથેળીમાં એક ગોળી બનાવો અને તેને થોડા સમય સુધી બે હથેળીઓ વચ્ચે ફેરવતા રહો. ગોળી ફાટી જાય તો માવો નકલી છે. - અસલી માવો મુલાયમ હશે, નકલી દાણાદાર હશે. - માવો ખાઈ જુઓ. જો તે અસલી હશે તો મોઢામાં ચોંટશે નહીં. જો માવો નકલી હશે મોઢામાં ચોંટી જશે.
- થોડો માવો પાણીમાં નાંખો. જો તે ફાટવા લાગે તો તે ખરાબ થઈ ચૂક્યો છે. વધારે જૂનો માવો ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. - માવામાં થોડી ખાંડ નાંખી ગરમ કરો. જો તે પાણી છોડવાનું શરૂ કરે તો તે નકલી છે. - નકલી માવાથી બનેલી મીઠાઈ ખાવાથી તમારી કિડની અને લિવર પર અસર થઈ શકે છે. તેમજ નકલી માવો ખાવાથી પેટમાં દુ:ખાવો થઈ શકે છે. - અસલી અને નકલી માવાની ઓળખ ખાઈને પણ કરો. જો માવો ખાવામાં ચીકણો લાગે તો તે બગડી ગયો હોય શકે. - 5 મિલી લિટર ગરમ પાણીમાં 3 ગ્રામ માવો ઉમેરો. થોડીવાર ઠંડુ થયા બાદ તેમાં આયોડિનનું દ્રાવણ ઉમેરો. ત્યારબાદ જો માવાનો કલર વાદળી થવા લાગે તો તે નકલી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર