કબજિયાતની (constipation) તકલીફ સામાન્ય રીતે નાના મોટા તમામને રહે છે. જ્યારે પણ પાણી ઓછું પીવાનું થાય ત્યારે કબજિયાતની મુશ્કેલી ઊભી થાય છે. (Health tips) પણ જો તમે સંડાસમાં લાંબા સમય સુધી બેઠા રહેતા હોવ તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. કારણ કે કબજિયાતની મુશ્કેલી તેવી છે જેને નાની નાની વાતોનું ધ્યાન રાખી દૂર કરી શકાય છે. અને જો તેમ નહીં કરો તો તમારા જ શરીરને વેઠવાનું આપશે. સૌથી પહેલા કબજિયાતના કારણ સમજે. ઓછું પાણી પીવાથી, વધુ પડતી ડાયટિંગ કે તળેલો ખોરાક ખાવાથી, ઓછા મેટાબોલિઝમના કારણે કબજિયાતની આ મુશ્કેલી તમને થઇ શકે છે. વળી એક જગ્યાએ સતત બેઠા રહેવું તથા કસરત વિનાની જીવનશૈલી પણ આ માટે જવાબદાર છે. એક જ પ્રકારનો અને ઓછા ફાઇબર વાળો ખોરાક લેવાથી પણ આમ થઇ શકે છે. કબજિયાન પાછળ લેક્ટોઝ પણ કારણભૂત બની શકે છે. ધણા લોકોને લેક્ટોઝથી પણ કબજીયાત રહે છે. આ લેક્ટોઝ દૂધ તથા ડેરી ઉત્પાદનોમાંથી મળે છે. તો તમને આ સમસ્યા હોય તો દૂધ અને તેની બનાવટથી વસ્તુઓ ખાવાનું છોડી જોઇ જુઓ શું તમને આ મુશ્કેલીમાંથી રાહત થાય છે. શું લેક્ટોઝ તમારી કબજિયાતનું કારણ છે કે કેમ? વળી જો તમે ઓછા ફાઇબર વાળું ખાવાનું ખાવ છો તો પણ કબજિયાત રહેશે. સફેદ ભાત ખાવાનું બંધ કરો. બ્રાઉન રાઇસ ખાવ. કેળા, રસાવાળી શાકભાજી અને પપૈયાનું સેવન કરો. સાથે જ એક મુઠ્ઠી કાળી દ્રાશનો કમીયો પણ અજમાવી શકો છો. કારણ કે તે પણ આયુર્વેદ મુજબ કબજિયાતમાંથી રાહત આપવા માટે લાભકારી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર