Home /News /lifestyle /

કબજિયાતના કારણે કલાકો સુધી સંડાસમાં બેસી રહેવું પડે છે, તો ભૂલથી પણ ન ખાતા આ વસ્તુ

કબજિયાતના કારણે કલાકો સુધી સંડાસમાં બેસી રહેવું પડે છે, તો ભૂલથી પણ ન ખાતા આ વસ્તુ

કબજિયાતના કારણે કલાકો સુધી સંડાસમાં બેસી રહેવું પડે છે

Health Tips: કબજિયાત પાછળ લેક્ટોઝ પણ કારણભૂત બની શકે છે. ધણા લોકોને લેક્ટોઝથી પણ કબજીયાત રહે છે. આ લેક્ટોઝ દૂધ તથા ડેરી ઉત્પાદનોમાંથી મળે છે. તો તમને આ સમસ્યા હોય તો દૂધ અને તેની બનાવટથી વસ્તુઓ ખાવાનું છોડી જોઇ જુઓ શું તમને આ મુશ્કેલીમાંથી રાહત થાય છે.

વધુ જુઓ ...
    કબજિયાતની (constipation) તકલીફ સામાન્ય રીતે નાના મોટા તમામને રહે છે. જ્યારે પણ પાણી ઓછું પીવાનું થાય ત્યારે કબજિયાતની મુશ્કેલી ઊભી થાય છે. (Health tips) પણ જો તમે સંડાસમાં લાંબા સમય સુધી બેઠા રહેતા હોવ તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. કારણ કે કબજિયાતની મુશ્કેલી તેવી છે જેને નાની નાની વાતોનું ધ્યાન રાખી દૂર કરી શકાય છે. અને જો તેમ નહીં કરો તો તમારા જ શરીરને વેઠવાનું આપશે.

    સૌથી પહેલા કબજિયાતના કારણ સમજે. ઓછું પાણી પીવાથી, વધુ પડતી ડાયટિંગ કે તળેલો ખોરાક ખાવાથી, ઓછા મેટાબોલિઝમના કારણે કબજિયાતની આ મુશ્કેલી તમને થઇ શકે છે. વળી એક જગ્યાએ સતત બેઠા રહેવું તથા કસરત વિનાની જીવનશૈલી પણ આ માટે જવાબદાર છે. એક જ પ્રકારનો અને ઓછા ફાઇબર વાળો ખોરાક લેવાથી પણ આમ થઇ શકે છે.

    આ પણ વાંચો-Varicose veins: શું આપનાં પગમાં પણ દેખાય છે લીલી-વાદળી નસોનાં ગુચડા, હોઇ શકે છે આ ગંભીર બીમારીનાં સંકેત

    કબજિયાત પાછળ લેક્ટોઝ પણ કારણભૂત બની શકે છે. ધણા લોકોને લેક્ટોઝથી પણ કબજીયાત રહે છે. આ લેક્ટોઝ દૂધ તથા ડેરી ઉત્પાદનોમાંથી મળે છે. તો તમને આ સમસ્યા હોય તો દૂધ અને તેની બનાવટથી વસ્તુઓ ખાવાનું છોડી જોઇ જુઓ શું તમને આ મુશ્કેલીમાંથી રાહત થાય છે. શું લેક્ટોઝ તમારી કબજિયાતનું કારણ છે કે કેમ?

    વળી જો તમે ઓછા ફાઇબર વાળું ખાવાનું ખાવ છો તો પણ કબજિયાત રહેશે. સફેદ ભાત ખાવાનું બંધ કરો. બ્રાઉન રાઇસ ખાવ. કેળા, રસાવાળી શાકભાજી અને પપૈયાનું સેવન કરો.

    સાથે જ એક મુઠ્ઠી કાળી દ્રાક્ષનો કમીયો પણ અજમાવી શકો છો. રાત્રે 20 દાણા કાળી દ્રાક્ષનાં પલાળી દો અને બીજા દિવસે સવારે તેને પીવો. તેનાંથી શરીરમાં ઠંડક રહેશે અને પેટ પણ સાફ આવશે. કારણ કે તે પણ આયુર્વેદ મુજબ કબજિયાતમાંથી રાહત આપવા માટે લાભકારી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Constipation, Food for health, Health Tips

    આગામી સમાચાર