Home /News /lifestyle /

ટોયલેટ સીટ જેટલું ગંદુ હોય છે ATM મશીન, સંશોધન માં થયો ખુલાસો

ટોયલેટ સીટ જેટલું ગંદુ હોય છે ATM મશીન, સંશોધન માં થયો ખુલાસો

સાવચેત રહો! એટીએમ મશીન પર એટલા જોખમી બેક્ટેરિયા, જે લઈ શકે છે તમારો જીવ...

સાવચેત રહો! એટીએમ મશીન પર એટલા જોખમી બેક્ટેરિયા, જે લઈ શકે છે તમારો જીવ...

    ડિજિટલાઈઝેશનના આ તબક્કે એટીએમ મશીન આપણી જીંદગીનું એક મહત્વનું ભાગ બની ગયું છે. ઘણા ફાયદા પણ છે. ATM એ આપણી સાથે કેશ રાખવાની જરૂરિયાતને પૂરી કરી દીધી છે. જેના કારણે ખીસ્સા-કાતરૂઓથી પૈસા બચે છે. પરંતુ જો તમને ખબર પડે કે જે ATM મશીનથી તમે કેશ બહાર કાઢો છો તેમાં એક જાહેર ટોયલેટથી પણ વધુ જીવાણુ હોય છે. ભલે તમે આ વાત પર વિશ્વાસ નહીં કરો. પરંતુ તાજેતરમાં જ થયેલ એક સંશોધનમાં આ વાતનો ખુલાસો થયો.

    સંશોધનમાં જાણવા મળ્યું છે કે એટીએમ મશીનમાં તે જ બેક્ટેરિયા હોય છે જે જેટલા કે ટોયલેટ સીટ પર. આ બેક્ટેરિયા તમારા આરોગ્યને ખૂબ નુકસાન પહોંચાડે છે. વૈજ્ઞાનિકોએ એટીએમ મશીનની કી-પૅડ્સની તપાસ કરી છે જેનાથી આ વાત સામે આવી છે કે તેમાં હાજર બેક્ટેરિયા તમને ખરાબ રીતે બીમાર કરી શકે છે.

    બ્રિટનના સંશોધકોએ આ સંશોધન માટે, ટોયલેટ સીટ અને એટીએમ મશીનની કી-પૅડ્સના નમૂના લીધા અને તે બંનેમાં બેક્ટેરિયાની તપાસ કરી. બન્નેમાં સમાન પ્રમાણમાં આવા જોખમી બેક્ટેરિયા જોવા મળ્યા છે જેનાથી ડાયરીયા જેવી જોખમી બીમારી થાય છે.

    આ બાબતે માઇક્રોબાયોલોજિસ્ટ રિચાર્ડ હેસિંગે જણાવ્યું હતું કે સંશોધનના પરિણામો જોઈતેમના હોંશ ઉડી ગયા. માહિતી મળી કે, એટીએમ મશીન અને ટોયલેટ સીટ પર બેક્ટેરિયાની તુલના કરવાવાળું આ સંશોધન એક એન્ટિબૅક્ટરીયલ પ્રોડક્ટ્સ વેચાણ કરનાર એક કંપની 'બાયોકોટ' એ કરાવી હતી.
    Published by:Bansari Shah
    First published:

    Tags: Dirty place, Money, Online Transaction, એટીએમ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन