લોકડાઉન દરમિયાન સાવધાનીઓના કારણે અસ્થમાના દર્દીઓમાં થયો ઘટાડો
લોકડાઉન દરમિયાન સાવધાનીઓના કારણે અસ્થમાના દર્દીઓમાં થયો ઘટાડો
પ્રતીકાત્મક તસવીર
એપ્રિલ અને મે મહિનામાં લોકડાઉન (Lockdown) દરમિયાન લોકો માત્ર જરૂરી કામથી જ ઘરથી બહાર નીકળ્યા. ઘરથી બહાર નીકળતા મોટાભાગના લોકો માસ્ક (Mask) લગાવી રહ્યા હતા. આ દરમિયાન વાહનોની સંખ્યા પણ રસ્તાઓ પર ઓછી થઇ હતી. તેનો ફાયદો અસ્થમાના દર્દીઓને થયો છે.
નવી દિલ્હી: લોકડાઉન દરમિયાન લોકો દ્વારા રાખવામાં આવેલી સાવધાનીઓથી અસ્થમાના દર્દીઓને લાભ (Impact of COVID-19 on patients with asthma) થયો છે. આવા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. સોશિયલ મીડિયા (Social Media)માં તેને સંબંધિત સ્ટડીને લઇને મેસેજ ચલાવાઇ રહ્યા છે. પરંતુ એક્સપર્ટ આ પ્રકારની સ્ટડીથી મનાઇ કરી રહ્યા છે. જોકે, તે માને છે કે આ દરમિયાન અસ્થમાના દર્દીઓને (Asthma patients) રાહત મળવાની સંભાવના છે. એપ્રિલ અને મે મહિનામાં લોકડાઉન (Lockdown) દરમિયાન લોકો માત્ર જરૂરી કામથી જ ઘરથી બહાર નીકળ્યા. ઘરથી બહાર નીકળતા મોટાભાગના લોકો માસ્ક (Mask) લગાવી રહ્યા હતા. આ દરમિયાન વાહનોની સંખ્યા પણ રસ્તાઓ પર ઓછી થઇ હતી. તેનો ફાયદો અસ્થમાના દર્દીઓને થયો છે.
ગાઝિયાબાદ જિલ્લા હૉસ્પિટલના વરિષ્ઠ જનરલ ફિઝીશિયન અને એચઓડી ડૉ. આર પી સિંહ જણાવે છે કે આ સમયે ઓપીડીમાં પોસ્ટ કોવિડ દર્દીઓ (Covid patients), જેને અસ્થમાની સમસ્યા થઇ રહી છે, તે આવી રહ્યા છે. પરંતુ અસ્થમાના સામાન્ય દર્દીમાં લગભગ 20 ટકા કમી આવી છે. ગાઝિયાબાદના સ્વસ્તિક મેડિકલ સેન્ટરના વરિષ્ઠ ફિઝીશિયન ડૉ. રાહુલ ગુપ્તા પણ જણાવે છે કે લોકડાઉનથી અસ્થમાં દર્દીઓને રાહત મળી છે. તેમને ત્યાં દર્દીઓમાં ઘટાડો થયો છે.
આઇસીએમઆરના એક્સપર્ટ ડૉ. એન. કે. અરોડા અનુસાર આ સંબંધમાં કોઇ અભ્યાસ તો હજુ નથી કરાવ્યો. પરંતુ કોરોના પ્રોટોકોલનું પાલન કરવાથી અસ્થમાના દર્દીઓમાં ઘટાડો થવો સંભવ છે. તેનું મુખ્ય કારણ સતત માસ્ક પહેર રાખવું તે છે, જેનાથી અસ્થમા દર્દીઓને રાહત મળી છે. આ સિવાય લોકડાઉનના કારણે લોકો ઘરની બહાર નીકળતા નથી.
સાથે જ રસ્તાઓ પર વાહનોની સંખ્યા ઓછી થવાથી પર્યાવરણમાં પણ સુધારો આવ્યો છે. તે પણ અસ્થમા દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થયું છે. તેની પુષ્ટિ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરનમેન્ટે કરી છે. સીએસઇ અનુસાર આ વર્ષે દિલ્હીમાં 6 એપ્રિલથી રાત્રિ કર્ફ્યૂ અને વિકેન્ડમાં લૉકડાઉન લગાવાયું હતું.
19 એપ્રિલે સંપૂર્ણ લોકડાઉન લાગ્યું હતુ. આંશિક લોકડાઉનથી પીએમ 2.5 પ્રદૂષણ સ્તર 20 ટકા ઘટી ગયું. પૂર્ણ લૉકડાઉન સરેરાશ 12 ટકા વધુ નીચે લાવી દીધું હતું. આ રીતે 32 ટકા કમી આવી છે. આ સિવાય જો અસ્થમા અને ટીબીના દર્દીઓ સતત માસ્ક લગાવી રાખે તો તેનાથી બીજાને બીમારી ફેલાવાની શક્યતા ઓછી થઇ જાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર