Home /News /lifestyle /Asthma: અસ્થમાના દર્દીઓ આ 3 વસ્તુઓ દૂધમાં મિક્સ કરીને પીવો, પછી જુઓ કેવો થાય છે કમાલ

Asthma: અસ્થમાના દર્દીઓ આ 3 વસ્તુઓ દૂધમાં મિક્સ કરીને પીવો, પછી જુઓ કેવો થાય છે કમાલ

અસ્થમાના દર્દીઓ ખાસ વાંચી લો

Asthma: આજના આ સમયમાં અનેક લોકો અસ્થમાની બીમારીથી પીડાતા હોય છે. આ સમસ્યામાં ઠંડીની ઋતુમાં વધારે થાય છે. જો તમને અસ્થમાની તકલીફ છે તો તમે રેગ્યુલર તમારા ડોક્ટરની સલાહ લો. અસ્થમાના દર્દીઓ નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અસ્થમા એક ખતરનાક બીમારી છે જે આપણાં શ્વસન તંત્રને ખરાબ રીતે પ્રભાવિત કરે છે. આજના આ સમયમાં ઘણાં લોકો અસ્થમાની બીમારીથી પીડાતા હોય છે. આ બીમારીમાં પીડિત વ્યક્તિને શ્વસન નળીમાં સોજો આવી જાય છે જેના કારણે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ સાથે જ અસ્થમાના દર્દીઓને ખાંસી, ગભરામણ અને શ્વાસ ફુલવાની સમસ્યા થાય છે. આ માટે ડોક્ટર હંમેશા અસ્થમાના રોગીઓને દવાઓ અને ઇન્હેલર એમની સાથે રાખવાની સલાહ આપે છે. જો તમને પણ અસ્થમાની તકલીફ છે તો તમારે અનેક નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આમ, જો અસ્થમાના દર્દીઓ દૂધની સાથે કાળા મરી અને ખાંડ મિક્સ કરીને પીવો છો તો તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. તો જાણી લો તમે પણ આનું સેવન કેવી રીતે કરશો.

    સામગ્રી


    100 ગ્રામ બદામ

    આ પણ વાંચો: શરીરના આ અંગો સ્પર્શ કરીને પછી રાખો રિલેશન

    20 ગ્રામ કાળા મરી

    50 ગ્રામ ખાંડ

    અસ્થમાના દર્દીઓ આ વસ્તુને દૂધમાં મિક્સ કરીને પીવો

    અસ્થમાના દર્દીઓ માટે આ દૂધ સૌથી બેસ્ટ છે. આ માટે તમે બદામ, કાળા મરી અને ખાંડને એક સાથે મિક્સ કરીને પાવડર બનાવી દો. જો તમે ઇચ્છો તો આ પાવડરને એર ટાઇટ ડબ્બામાં ભરીને પણ સ્ટોર કરી શકો છો. આમ કરવાથી તમારે રોજ પાવડર બનાવવાની ઝંઝટ નહીં રહે.

    આ પણ વાંચો: કોફી પીવાના આ ફાયદાઓ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

    જાણો આ દૂધના ફાયદા


    આ દૂધ તમારે રોજ સવારમાં પીવાનું રહેશે. આ દૂધમાં તમે આ પાવડર નાંખો અને દૂધને ઉકાળો. ત્યારબાદ આ દૂધ પી જાવો. આમ કરવાથી તમને શ્વાસ ચડે છે એમાં રાહત થાય છે. જો કે આ દૂધ પીવું જોઇએ કે નહીં એ વિશે પહેલા તમે તમારા ડોક્ટરને પૂછી લો અને પછી પીવો.


    આવી ભૂલ કરતા બચો


    ઘણાં બધા લોકો એવા હોય છે જેમને શરીરમાં કોઇ તકલીફ લાગે તો તેઓ જાતે જ ઇન્હેલર લઇને એનો ઉપયોગ કરી લેતા હોય છે. જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. તમને શરીરમાં થોડી કોઇ તકલીફ લાગે તો તમે તરત જ ડોક્ટરનો સંપર્ક કરો અને પછી દવા શરૂ કરો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Asthma patients, Life style

    विज्ञापन
    विज्ञापन